Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

મુલાકાતીઓ માટે મંત્રીઓ હાજર રહેશે, માસ્ક ફરજિયાત

સવેરા ગુજરાત ,ગાંધીનગર, તા.૨૬
ગાંધીનગરમાં નવી સરકારે કામગીરી શરૂ કરી દીધી છે. આજથી જ મુલાકાતીઓ માટે મંત્રીઓ હાજર રહેશે. બીજી બાજુ કોરોનાને લઈને સરકારે સચિવાલયમાં આવનાર તમામ મુલાકાતીઓ માટે માસ્ક ફરજિયાત પહેરવા સૂચના આપી દેવાઈ છે. ત્યારે આજે સચિવાલયમાં આવતાં જ કેટલાક મંત્રીઓ પણ માસ્ક વિના જાેવા મળ્યા હતાં. તમામ મંત્રીઓ સોમથી શુક્ર સચિવાલયમાં હાજર રહેશે. તેઓ શનિવાર અને રવિવાર પોતાના મત વિસ્તારમાં જઈ શકશે. તેમને અચાનક ગાંધીનગરની બહાર જવાનું થાય તો મુખ્યમંત્રીનું ધ્યાન દોરવું પડશે. હવે મંત્રીઓ એક્શન મોડમાં કામ કરશે. લોકોના કામો ઝડપથી થાય તે માટે મંત્રીઓને સૂચના આપી દેવામાં આવી છે. આ માટે મંત્રીઓએ એક સપ્તાહ ગાંધીનગરમાં સચિવાલય ખાતે હાજર રહેવું પડશે. તેઓ માત્ર વિકેન્ડ એટલે કે શનિવાર અને રવિવારે પોતાના મત વિસ્તારમાં જઈ શકશે. જાે તેમને ગાંધીનગરમાંથી અચાનક બહાર જવાનું થાય તો મુખ્યમંત્રીનું ધ્યાન દોરવું પડશે.
હવે કયા મંત્રી શું કરી રહ્યાં છે તેની પર પક્ષ અને સરકારની સીધી નજર હશે. લોકોના કામમાં ઢીલ હવે ચલાવી નહીં લેવાય એવી પક્ષ અને સરકારની સીધી સૂચના મંત્રીઓને આપી દેવામાં આવી છે. દેશમાં કર્ણાટકમાં ફરજિયાત માસ્કની સૂચના આપી દેવામાં આવી છે. તે ઉપરાંત સંસદમાં પણ સાંસદોએ ફરજિતા માસ્ક પહેરીને આવવું પડશે. પરંતુ હવે ગુજરાતમાં પણ માસ્ક પહેરવો ફરજિયાત થઈ શકે છે. કારણ કે મુખ્યમંત્રીએ નિવેદન આપ્યું છે કે આજથી હું પણ માસ્ક પહેરીશ અને લોકોએ પણ મેળાવડાઓમાં જતાં માસ્ક અવશ્ય પહેરવું જાેઈએ. જેટલી સાવચેતી રાખીશું એટલું આપણા બધા માટે સારૂ છે.
અમદાવાદમાં યોજાનારા કાંકરિયા કાર્નિવલ અને ફ્લાવર શોને લઈને કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ કહ્યું હતું કે, કાર્યક્રમો ચલાવો પણ સતર્ક રહો. દરેક નાગરીક કોવિડ પ્રોટોકોલ નું પાલન કરે. ચોથી વેવ દેશમાં ન આવે તે માટે સતર્કતા રાખવી જરૂરી છે. એક તરફ સરકાર સોશિયલ ડિસ્ટન્સ રાખીને મેળાવડા નહીં કરવાની સુફિયાણી સલાહ આપી રહી છે. બીજી બાજુ ખુદ કેન્દ્રીય આરોગ્ય મંત્રી સરકારના ઉત્સવોને લઈને ગોળગોળ જવાબો આપી રહ્યાં છે. અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ અને ફ્લાવર શો યોજાશે કે નહીં તે અંગે તેઓ ખુદ મૂંઝવણમાં જાેવા મળ્યા હતાં. ઈન્ડિયન મેડિકલ એસોસિએશને પણ મેળવડા નહીં કરવાની સલાહ આપી છે. માંડવિયાએ કહ્યું હતું કે, લોકોએ માસ્ક પહેરવું જાેઈએ અને સરકારે તૈયાર કરેલી ગાઈડલાઈનનું પાલન કરવું જાેઈએ.

Related posts

રાજ્યપાલ સરકારની રચના કે રાજકારણમાં દખલ ન કરી શકેઃ સુપ્રીમ કોર્ટ

saveragujarat

જિલ્લાકક્ષાના ૧૧મા ખેલમહાકુંભ સ્પર્ધાનો સમાપન કાર્યક્રમ યોજાયો

saveragujarat

પંચમહાલમાં સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનના સાર્વભૌમ નાદવંશીય ગુરુપરંપરાના પ્રથમ વારસદાર યોગીન્દ્રવર્ય શ્રી ગોપાળાનંદ સ્વામીબાપા ૨૪૧ મી પ્રાગટ્ય જયંતીની ઉજવણી કરવમા આવી.

saveragujarat

Leave a Comment