Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

કેન્દ્ર રસીકરણ અભિયાનને તેજ કરવા રણનીતિ બનાવશે

સવેરા ગુજરાત,નવી દિલ્હી, તા.૨૧
ભારત સરકારે ફરી એકવાર દેશભરમાં કોરોના રસીકરણના અભિયાનને વધુ ઝડપ સાથે શરૂ કરવાની રણનીતિ તૈયાર કરી રહી છે. હાલમાં કોરોના રસીના પ્રથમ, બીજા અને ત્રીજા એટલે કે બૂસ્ટર ડોઝ લાગુ કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે. ૧૫ વર્ષ સુધીના બાળકોને પણ કોરોના રસીનો પ્રથમ અને બીજાે ડોઝ આપવામાં આવી રહ્યો છે. આ સાથે જાેડાયેલ અભિયાનને લઈને આજે એઈમ્સમાં એક મોટી બેઠક બોલાવવામાં આવી હતી.કોરોના વાયરસ ફરી એકવાર વિશ્વના ઘણા દેશોમાં તબાહી મચાવી રહ્યો છે. ખાસ કરીને ચીનમાં કોરોનાએ તેનું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. કોરોના સંક્રમિત દર્દીઓ મોટી સંખ્યામાં મૃત્યુ પામી રહ્યા છે. આવી સ્થિતિમાં તેનો સામનો કરવા માટે ભારતે કડકાઈ ભર્યુ વલણ અપનાવ્યુ છે. અને કોવિડના તમામ નિયમોનું પાલન કરવાની રણનીતિ બનાવવાનું શરૂ કરી દેવામાં આવી છે.ભારત સરકાર સૌથી પહેલા કોરોના રસીકરણને લઈને મોટો ર્નિણય લેવા જઈ રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આજે બુધવારે બપોરે ૨ વાગ્યે દેશભરમાં કોરોના રસીકરણ અભિયાનને લઈને ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (એઆઈઆઈએમએસ) ખાતે એક મોટી બેઠક યોજાવા જઈ રહી છે.
આ બેઠક નીતિ આયોગના સભ્ય ડૉ. વી.કે. પોલની અધ્યક્ષતામા તેનું નેતૃત્વ કરશે.સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત સરકાર ફરી એકવાર દેશભરમાં કોરોના રસીકરણના અભિયાનને વધુ ઝડપ સાથે શરૂ કરવાની રણનીતિ તૈયાર કરી રહી છે. હાલમાં કોરોના રસીના પ્રથમ, બીજા અને ત્રીજા એટલે કે બૂસ્ટર ડોઝ લાગુ કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે. ૧૫ વર્ષ સુધીના બાળકોને પણ કોરોના રસીનો પ્રથમ અને બીજાે ડોઝ આપવામાં આવી રહ્યો છે.
અને આ સાથે જાેડાયેલા અભિયાનને લઈને વિશેષ ચર્ચા થઈ શકે છે.આ સાથે આપને જણાવી દઈએ કે અત્યારે ચીનમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. આ જ સમયે વિશ્વના ઘણા દેશોમાં ખાસ કરીને એશિયા અને યુરોપમાં કોરોના (કોવિડ ચેપ) ના કેસ ઝડપથી વધી રહ્યા છે. વિશ્વવ્યાપી કોરોના સ્પાઇકમાં મોટો ઉછાળો નોંધાઇ રહ્યો છે. ૧૮ ડિસેમ્બરે કોરોનાના આંકડો દોઢ મહિનામાં ૫૫ ટકા વધી ગયો છે. આ આંકડો હવે ૩.૩ લાખથી વધીને ૫.૧ લાખ થઈ ગયો છે જે આવનારા સમયમાં વિશ્વ માટે ખૂબ જ ચિંતાજનક બની શકવાનો અંદાજ મળી રહ્યો છે.

Related posts

બાબા બાગેશ્વર અંબાજી મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા

saveragujarat

આવતીકાલે રૂપાલમાં નીકળશે માતાજીની પલ્લી, ભક્તો નહીં કરી શકે આ કામ

saveragujarat

અમદાવાદીઓ પાસેથી ટ્રાફિક અને આરટીઓ નિયમના ભંગ માત્ર એક વર્ષમાં દંડ પેટે રૂા. ૯ કરોડ વસૂલાયા

saveragujarat

Leave a Comment