Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

સિવિલ હોસ્પિટલમાં ૯૬ મું અંગદાન : બ્રેઇનડેડ રાકેશભાઇ વાધેલાના બે કિડની, લીવર અને ફેફસાનું દાન મળ્યું

સવેરા ગુજરાત,અમદાવાદ, તા.૧૮
ગુજરાતના મેડિકલ ક્ષેત્રમાં સીમાચિહ્નરૂપ સિધ્ધી ઉમેરાઇ.અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં શનિવારે રાત્રે થયેલા ફેફસાના અંગદાને ઈસ્ટ આફ્રિકાના સેશલ્સની મહિલાને નવજીવન આપ્યું. ગુજરાતની સેવા-સંસ્કાર પરંપરાની સુવાસ ફેલાવતા આ કિસ્સાને વિગતે સમજીએ.વાત જાણે એમ બની કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સુરેન્દ્રનગરના રાકેશભાઈ વાઘેલા સારવાર દરમિયાન બ્રેનડેડ જાહેર થતાં તેમના પરિવારજનોએ અંગદાનનો ર્નિણય કર્યો. જેમાં બે કિડની, લીવર અને જૂજ કિસ્સામાં સફળતા મળે છે તેવા ફેફસાનું દાન કર્યું.આ ફેફસાના દાનના પગલે ઈસ્ટ આફ્રિકાના સેશલ્સના ૩૫ વર્ષીય મહિલા દર્દીના જીવનમાં પુનઃ પ્રાણવાયુનો સંચાર થયો. રવિવારે વહેલી સવારે સિવિલ હોસ્પિટલથી ગ્રીન કોરિડોર મારફતે બ્રેઈનડેડ દર્દીના ફેફસાને મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં દાખલ મહિલા દર્દીમાં પ્રત્યારોપણ માટે લઈ જવામાં આવ્યા. છ થી આઠ કલાક ચાલેલી પ્રત્યારોપણ સર્જરીના અંતે મહિલાને સાચા અર્થમાં નવજીવન મળ્યું. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ગઇ કાલે તારીખ ૧૭ મી ડિસેમ્બરે થયેલું આ અંગદાન ૯૬ મું અંગદાન હતું.આ અંગદાનની વિગતો જાેઇએ. સુરેન્દ્રનગરના ૨૫ વર્ષીય રાકેશભાઇ વાઘેલાને માથાના ભાગમાં તકલીફ ઉભી થતા સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા. જ્યાં સારવાર દરમિયાન બ્રેઇનડેડ જાહેર કરાયા.સિવિલ હોસ્પિટલના તબીબોના કાઉન્સિલિંગના કારણે તેમના પરિવારજનોને અંગદાન માટે પ્રેરણા મળી. અહીં ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલે વર્ષ ૨૦૨૦ ના ડિસેમ્બર મહિનામાં શરૂ કરેલા અંગદાનના સેવાયજ્ઞને ૨ વર્ષ પૂર્ણ થયા છે. આ બે વર્ષમાં સિવિલ હોસ્પિટલના તબીબોના અથાગ મહેનત તેમજ અંગદાતાના પરિવારજનોના સહકાર અને સેવાભાવના પરિણામે આજ દિન સુધી કુલ ૯૬અંગદાન થયા છે. આ ૯૬ અંગદાનમાં મળેલા ૩૦૩ અંગોને ૨૮૦ જરૂરિયાતમંદ દર્દીઓમાં સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરીને નવજીવન આપવામાં આવ્યું છે. આ સેવાયજ્ઞની વિગતો આપતા સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જાેષી કહે છે કે, સિવિલ હોસ્પિટલે આદરેલા અંગદાનના સેવાયજ્ઞમાં સીમાચિહ્નરૂપ કહી શકાય તેવો કિસ્સો ગઇ કાલે રાત્રે જાેવા મળ્યો છે. ગુજરાતના બ્રેઈનડેડ દર્દીના ફેફસાનું ઈસ્ટ આફ્રિકાના સેશલ્સની મહિલામાં સફળતાપૂર્વક પ્રત્યારોપણ થયું. ગુજરાતમાં આરોગ્ય સેવાઓના વિકાસ-વિસ્તારમાં રાજ્ય સરકારની ભૂમિકાની પ્રશંસા કરતાં સિવિલ સુપ્રિટેન્ડેન્ટ કહે છે કે, રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને આરોગ્યમંત્રી ઋષિકેશભાઇ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાનનું સેવાકાર્ય વધુ વેગવંતુ બન્યું છે. ડો.જાેષી ઉમેરે છે કે, રાજ્યની વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ દર્દીઓને મળી રહ્યો છે. સિવિલ હોસ્પિટલની સિદ્ધિને બિરદાવતા ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલ કહે છે કે, મેડીસિટીને વિશ્વ સ્તરીય બનાવવાના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જાેયેલું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. મંત્રી ગૌરવભેર કહે છે કે, મેડિસિટીમાં ઉપ્લબ્ધ સુવિધાઓને કારણે અમદાવાદ હવે મેડિકલ ટુરીઝમના હબ તરીકે ઉભરી આવ્યું છે.અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બે વર્ષમાં મળેલા ૩૦૩ અંગોથી ૨૮૦ જરૂરિયાતમંદ દર્દીને મળ્યું નવજીવન.ગુજરાત સરકારના સહયોગથી સિવિલ હોસ્પિટલ કરી રહી છે દર્દીઓના દુઃખ દર્દ દૂર ઃ સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જાેષી

Related posts

ભારત એક મોટા ટેલિકોમ ટેકનોલોજી નિકાસકાર તરીકે ઉભરી આવશે : વૈષ્ણવ

saveragujarat

બ્રિટનના પીએમ બોરિસ જાેન્સને ગાંધી આશ્રમની મુલાકાત લીધી

saveragujarat

PM મોદીના જન્મદિવસ પર સોશિયલ મીડિયા પર આવ્યું શુભેચ્છાનું પૂર, જાણો કોણે શું લખ્યુ ?

saveragujarat

Leave a Comment