Savera Gujarat
તાજા સમાચાર
Otherકરંટ અફેયરતાજા સમાચારરમત ગમત

અંબાજી સમસ્ત બ્રહ્મ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટમા જાગેશ્વર ઇલેવન ટીમ બની વિજેતા

 

સવેરા ગુજરાત,બનાસકાંઠા, તા.22

અંબાજી ખાતે બ્રહ્મ સમાજ યુવા સંગઠન દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું
૨૧ ડિસેમ્બરના રોજ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂઆત થઈ હતી જેમાં અંબાજી બ્રહ્મ સમાજમાંથી આઠ ટીમે ભાગ લીધો હતો અને ૨૨ ડિસેમ્બરના રોજ અંબાજી જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આ ક્રિકેટ ટુર્નામેન્ટની સેમી ફાઇનલ અને ફાઇનલ મેચ સાંજે જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર શરૂ થઈ હતી જેમાં તમામ આઠ ટીમોના ખેલાડીઓ હાજર રહ્યા હતા જેમાં ફાઇનલ મેચનો મુકાબલો જાગેશ્વર ઇલેવન અને ઓલ્ડ ઇસ ગોલ્ડ ટીમ વચ્ચે મુકાબલો થયો હતો જેમાં જાગેશ્વર ઇલેવન ની ટીમે બાજી મારી હતી અને મોટા અંતરે ટીમે વિજય મેળવ્યો હતો જ્યારે વિજેતા ટીમમાંથી દીપક પાલિવાર મેન ઓફ ધ મેચ બન્યા હતા અને મેન ઓફ ધ સીરીઝ કમલેશ સોમપુરા એ નામેં કરી હતી સમસ્ત ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજનમાં બ્રહ્મ સમાજની એકતા જોવા મળી હતી અને વિજેતા ટીમને ટ્રોફી અને ૫૧૦૦. સો રૂપિયા રોકડ રકમ મળી હતી અને ઉપવિજેતા તેમને ટ્રોફી અને ૩૧૦૦ સો રૂપિયા ની રકમ ઇનામ રૂપે મળી હતી
અંબાજી બ્રહ્મ સમાજના આગેવાન અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મદન જોષી કલ્પેશ દવે દીપકભાઈ જોષી દિનેશ પૂજારી હેમંતભાઈ દવે દ્વારા મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ બ્રહ્મ સમાજના આગેવાનો અને અંબાજીના લોકો દ્વારા ક્રિકેટ પ્રેમીઓનું સ્વાગત કરાયું હતું.ઓલ્ડ ઇઝ ગોલ્ડ ટીમ બની ઉપ વિજેતા

અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી

Related posts

અંબાજી ખાતે ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ અંતર્ગત આગામી તારીખ ૮ એપ્રિલ-૨૦૨૨ ના રોજ પરિક્રમાનો પ્રારંભ થશે

saveragujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે બજેટમાં ૫૬૫ કરોડની ફાળવણી કરાઈ

saveragujarat

મીડિયામાં સશક્તીકરણનાં અસરકારક સાધન તરીકે યોગ્ય જાહેર ધારણાઓ અને દ્રષ્ટિકોણને આકાર આપવાની અપાર ક્ષમતા છે: અનુરાગ ઠાકુર

saveragujarat

Leave a Comment