Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતરાજકીય

સટ્ટાબજારના મતે ગુજરાતમાં બનશે ભારતીય જનતા પાર્ટીની સરકાર?

 

નવી દિલ્હી,તા.૧
સટ્ટાબજાર ચલાવતા સટોડિયાઓએ આગાહી કરી છે કે ગુજરાતની જનતા ફરી ભાજપને સત્તામાં જાેશે. તેમણે ૧૮૨ સભ્યોની વિધાનસભામાં ભગવા પાર્ટી (ભાજપ) માટે ૧૨૫ બેઠકોનો અંદાજ મૂક્યો છે. સટ્ટાબજાર ૧૨૫ બેઠકોની મોટી બહુમતી સાથે ગુજરાતમાં ભાજપની સત્તામાં વાપસીની આગાહી કરી રહ્યું છે. નામ જાહેર ન કરવાની શરતે, એક બુકીએ કહ્યું, ગુજરાત ચૂંટણી ૨૦૨૨ માટે અમારી ગણતરી મુજબ, અમે ભાજપ માટે ૧૨૫-૧૩૯, કોંગ્રેસને ૪૦-૫૦ અને આમ આદમી પાર્ટી માટે માત્ર ૬-૭ની આગાહી કરી રહ્યા છીએ. સીટ મુજબ, અમે ભાજપ સરકારને લગભગ ૪૦ પૈસા, કોંગ્રેસને ૪.૫૦ રૂપિયા અને છછઁને ૨૫ રૂપિયા આપીએ છીએ. આ અમારી ગણતરીઓ પર આધારિત છે. બુકીઓના મતે કોંગ્રેસને વધુમાં વધુ ૫૦ અને છછઁને છ સીટો મળવાની શક્યતા છે. તેમણે કહ્યું કે ત્યાંની જમીની વાસ્તવિકતા તદ્દન અલગ છે. એવા કોઈ ખેડૂતો, સીએએ અથવા એનઆરસી મુદ્દાઓ નથી જે ભાજપને અસર કરી શકે. આ ત્રણેયે પંજાબમાં છછઁની સરકાર બનાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી. ભાજપ શરૂઆતથી જ સૌથી આગળ છે, તે અમારી ગણતરીમાં બદલાવાની નથી. બુકીઓએ કહ્યું કે, ગુજરાતમાં તેઓ સરકાર કોણ બનાવશે તેના પર પણ દાવ લગાવી રહ્યા છે. બુકીએ કહ્યું, રાજ્યમાં ભાજપ અન્ય કરતા આગળ છે. ભાજપની સરકાર બનાવવાનો ખર્ચ ૪૦ પૈસા છે. કોંગ્રેસનો ખર્ચ રૂ. ૧.૬૦ અને છછઁ સરકારનો ખર્ચ રૂ. ૧૦ છે. તેઓ માને છે કે ભાજપ પાસે સત્તામાં રહેવાની સૌથી વધુ તકો છે, તેથી તેમણે પાર્ટીની કિંમત ઓછી રાખી છે જેથી તેમને વધુ કિંમત ચૂકવવી ન પડે. ગુજરાત વિધાનસભાની કુલ ૧૮૨ બેઠકોમાંથી ગુરુવારે પ્રથમ તબક્કામાં ૮૯ બેઠકો પર મતદાન થશે. આ બેઠકો રાજ્યના ૧૯ જિલ્લાઓમાં ફેલાયેલી છે અને આ તબક્કામાં કુલ ૭૮૮ ઉમેદવારોનું ભાવિ દાવ પર છે. રાજ્યમાં બીજા તબક્કા હેઠળ ૫ ડિસેમ્બરે મતદાન થવાનું છે, જ્યારે મતગણતરી ૮ ડિસેમ્બરે થશે

Related posts

સેન્સેક્સમાં ૧૩૯, નિફ્ટીમાં ૩૧ પોઈન્ટનો ઘડાટો જાેવાયો

saveragujarat

રાજ્યના ૩૭ કેન્દ્રો પર સવારે ૮ વાગ્યાથી મતગણતરી શરૂ થશે

saveragujarat

પાટણ ઉ.ગુજરાત યુનિ.ના ઉત્તરવહી બદલી કૌભાંડના રિપોર્ટ સોંપયા

saveragujarat

Leave a Comment