Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતરાજકીય

ગુજરાત ચૂંટણી પહેલા ભાજપનો સંકલ્પ પત્રઃ ખેડૂત, રોજગારી, મહિલાઓ વૃધ્ધો અંગે કરી મોટી જાહેરાત

સવેરા ગુજરાત ,ગાંધીનગર,તા.૨૬
ગુજરાતમાં ગણતરીનાં દિવસોમાં વિધાનસભાની ચૂંટણી થવા જઇ રહી છે. ત્યારે તમામ પક્ષો મતદારોને મનાવવા મોટા મોટા વચનોની લ્હાણી કરી રહ્યાં છે. આજે ભારતીય જનતા પાર્ટીએ પણ મેનિફેસ્ટો જાહેર કર્યો છે. નોંધનીય છે કે, ભાજપ દાવો કરી રહ્યું છે કે, વર્ષ ૨૦૧૭માં સંકલ્પ પત્ર માંથી ૭૦ ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ સંકલ્પ પત્રનાં વિમોચન કાર્યક્રમમાં ભાજપનાં અધ્યક્ષ જે.પી નડ્ડા, પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા. જે. પી. નડ્ડાએ સંકલ્પ પત્રનાં વિમોચન બાદ જણાવ્યુ કે, ‘ગુજરાત સંતો, શૂરવીરો, સામાજીક પરિવર્તન લાવનારાની, રાજનૈતિક દ્રષ્ટીથી દિશા આપનારાઓની ભૂમિ છે. ‘જે. પી. નડ્ડાએ જણાવ્યુ કે, ‘ગુજરાત સંતો, શૂરવીરો, સામાજીક પરિવર્તન લાવનારાની, રાજનૈતિક દ્રષ્ટીથી દિશા આપનારાઓની ભૂમિ છે. ‘ તેમણે વધુમાં જણાવ્યું કે, ૩૭ ટકા એફડીઆઈ અહીં આવી રહ્યો છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, ખેડૂતો માટે ૧૦ હજાર કરોડ ગુજરાત ઇન્ફ્રાસ્ટ્‌કચર માટે થશે. ૨૫ હજાર કરોડ રૂપિયા ખર્ચીને સિંચાઇની સુવિધા આપવામાં આવશે.
ભાજપનો સંકલ્પ પત્રના વચનો જાેઇએ તો અગ્રેસર એગ્રીકલ્ચર ઃ ગુજરાત કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કોષ” હેઠળ ૧૦,૦૦૦ કરોડનું રોકાણ કરરાશે. જે કૃષિ વિકાસ માટે એક સર્વગ્રાહી વ્યવસ્થાને વેરહાઉસ, પ્રાઈમરી પ્રોસેસિંગ યુનિટ્‌સ વગેરે) મજબૂત કરશે. ૨૫,૦૦૦ કરોડના ખર્ચે સમગ્ર ગુજરાતમાં કૃષિ સિંચાઈના વર્તમાન નેટવર્કનું વિસ્તરણ કરીશું, જેમાં ખૂટતી કડીઓનું નિર્માણ અને કચ્છ-ઉત્તર ગુજરાત વોટર ગ્રીડ પર વધુ ધ્યાન આપીશું. પશુધનની સારસંભાળને સુનિશ્ચિત ગૌશાળાઓને (૫૦૦ કરોડના વધારાના બજેટ સાથે) માળખાકીય રીતે મજબૂત કરીશું, ૧૦૦૦ એડિશનલ મોબાઈલ વેટરનરી યુનિટ્‌સની રચના અને દરેક પશુ માટે રસીકરણ અને વીમાની ખાતરી કરીશું.
અગ્રેસર યુવા મિશન સ્કૂલ ઑફ એક્સેલન્સ હેઠળ ૧૦,૦૦૦ કરોડના ખર્ચે આગામી ૫ વર્ષમાં ૨૦,૦૦૦ શાળાઓને અપગ્રેડ કરીશું. કે.કા.શાસ્ત્રી હાયર એજ્યુકેશન ટ્રાન્સફોર્મેશન કંડ અંતર્ગત ૧૦૦૦ કરોડના ખર્ચે નવી રકારી કોલેજાેનું નિર્માણ અને હાલની કોલેજ-યુનિવર્સિટીઓને અધતન બનાવીશું.ગુજરાતના યુવાનોને આગામી ૫ વર્ષમાં ૨૦ લાખ રોજગારીની તકો પ્રદાન કરીશું. અગ્રેસર આરોગ્ય પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (આયુષ્માન ભારત) હેઠળ નિઃશુલ્ક તબીબી સારવારની વાર્ષિક મર્યાદાને ૧૦ લાખ કરીશું. ૧૦૦૦ કરોડના ભંડોળથી મહારાજા શ્રી ભગવતસિંહજી સ્વાસ્થ્ય કોષનું નિર્માણ કરીશું, જેથી ૩ નવી સિવિલ મેડિસિટી, ૨ છૈંૈંસ્ સ્તરની હોસ્પિટલોનું નિર્માણ થશે અને વર્તમાન સ્વાસ્થ્ય સુવિધાઓ મજબૂત બનશે.
અગ્રેસર સમરસ વિકાસ પ્રધાનમંત્રી આવાસ યોજનાના ૧૦૦% અમલીકરણ દ્વારા ગુજરાતના દરેક નાગરિકને પોતાનું પાકું ઘર મળે તેવું સુનિશ્ચિત કરીશું.,કેમિલી કાર્ડ યોજના”ના માધ્યમથી દરેક પરિવાર સુધી રાજ્ય સરકારની તમામ કલ્યાણકારી યોજનાઓના લાભ પહોંચે તે સુનિશ્ચિત કરીશું.,ઁડ્ઢજી સિસ્ટમના માધ્યમથી દર મહિને ૧ કિલો ચણા અને વર્ષમાં ચાર વખત ૧ લીટર ખાધ તેલ આપીશું.,શ્રમિકોને ૨ લાખ સુધીની કોલેટરલ ફ્રી લોન આપવા શ્રમિક ક્રેડિટ કાર્ડ રજૂ કરીશું. આદિવાસી ક્ષેત્રોના સર્વાંગી સામાજિક-આર્થિક વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજના ૨.૦ હેઠળ ૧ લાખ કરોડનો ખર્ચ કરીશું.,ટ્રાઈબલ સબ પ્લાન હેઠળના ૫૬ તાલુકામાં મોબાઈલ વાન મારફતે રાશન વિતરણની વ્યવસ્થા શરૂ કરીશું.,અંબાજી અને ઉમરગામ વચ્ચેના બિરસા મુંડા આદિજાતિ સમૃદ્ધિ કોરિડોરનું નિર્માણ કરીશું.,આદિવાસી ક્ષેત્રોમાં ૮ મેડિકલ અને ૧૦ નર્સિંગ/પેરા મેડિકલ કોલેજાેની સ્થાપના કરીશું.,યુવાનો માટે રોજગારી ઊભી થાય તે હેતુથી આદિવાસી આદિવાસી વિધાર્થીઓને શ્રેષ્ઠ રહેણાંક શાળાની સુવિધા પૂરી પાડવા માટે ૮ જીઆઈડીસીની સ્થાપના કરીશું.,આદિવાસી વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ રહેણાંક શાળાની સુવિધા પુરી પાડવા માટે ૨૫ ‘બિરસા મુંડા જ્ઞાનશક્તિ નિવાસી શાળાઓ સ્થાપીશું.
ગુજરાતને ૧ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવા માટે સર્વિસ સેક્ટર અને ન્યૂ એજ ઇન્ડસ્ટ્રીઝ (એવિએશન, ડિફેન્સ, સેમિકન્ડક્ટર અને ગ્રીન એનર્જી પર વિશેષ ધ્યાન આપીશું.સાગરખેડુ માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા કે જેટી, કોલ્ડ સપ્લાય ચેનને વધુ મજબૂત કરીશું તેમજ મત્સ્યોધોગને પ્રોત્સાહન આપવા બ્લુ ઈકોનોમી કોરિડોર અને સૌ-કૂડ પાર્કને કાયાર્ન્વિત કરીશું.

Related posts

દેશમાં નવુ બંધારણ લખવાની જરૂર : તેલંગણાના મુખ્યમંત્રી

saveragujarat

સુરતમાં રોજ ૩૦૦ મોડેલને સાડી પહેરવાનુ કામ આપે છે

saveragujarat

ગૃહમાં અદાણી અંગેના પ્રશ્નોને હટાવી દેવાયા: રાહુલ ગાંધી

saveragujarat

Leave a Comment