Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

ચાલો ઇડીના દરોડા દરોડા રમીએ :ભરત વૈષ્ણવ

કોઇ રસ્તાની ધારે

તમારી સાથે,
કદી આવું થયું છે?
જેવું અમારી સાથે થયું છે.
ના, ભાઇ ના,
રસોડામાંથી ફેંકાયેલ,
વેલણ મિસાઇલથી,
લમણું રંગાયું નથી!!
તમારી આડે,
કાળી કે કાબરચીતરી ,
બિલાડી ઉતરી હશે!!
પછી,
બિલાડીને શું નુકસાન થયું,
એ બિલાડીએ કદી કહ્યું નથી.
ભોગ બિલાડીના,
બીજું શું??
અમને પણ,
બાંદીપુર ટાઇગર રિઝર્વમા,
આવો અનુભવ થયો.
કાળો ડિબાગ હાથીકાય,
હાથી અમારા રસ્તાની આડે ઉતર્યો.
ડાબેથી જમણે રસ્તે ગયો.
દુનિયાની પહેલી ઘટના કે,
દુર્ઘટના હશે??
હાથી આડો ઉતરે તેના,
ફાયદા-ગેરફાયદા,
ફૂટપાથિયા જ્યોતિષીએ
ચિરકુટ જ્યોતિષ સંહિતામાં લખ્યા નથી!!!
અમને ફફડાટ છે.
કેટલું નુકસાન થશે?
કેટલો ફાયદો થશે?
જોઇએ હવે શું થશે??

ચાલો ઇડીના દરોડા દરોડા રમીએ

તમે હાલની પરિસ્થિતિથી કંટાળ્યો છો? માસ્ક ,સેનેટાઈઝર , વેકસિન, દવા, ઇન્જેકશ, ઓકસિજનના ધાંધિયાથી અકળાયેલા છો? કંઇક હટકે કરવા કે જીવવા ઇચ્છો છો? મોનેટોનસ જીવનથી ફેડઅપ થયા છો? જબરું બોરિયત ફીલ કરો છો? કંઇક થ્રીલ ફિલ કરવું છે? જીવન પ્રવૃતિમય કરવું છે?
તમારી મુશ્કેલીઓ આફતને અવસરમાં પલટાવવી છે? તો કમર કસીને તૈયાર થઈ જાવ. દોસ્તો તુમ્હારા પડોશવાલા કે પડોશવાલી કા દિલ થાન કે બેઠો!! ( બોસ માહોલ જામી ગયોને? આમ, માહોલ જમાવો અટલે અડધો જંગ જીતી ગયા. શું કહો છો? જવાબ- તમે બધું કીધું છે મને કયાં તક મળી છે)
તમે કદી જે રમત રમ્યા નથી તે રમત રમીએ. ચાલો દરોડા દરોડા રમીએ!!
આ રમત રમવા માટે ચમચમાતી ત્રણ ચાર કાર, બે ત્રણ સૂટ પહેરેલા કોથળા, અંક બે ફ્રેન્ચ કટ દાઢીવાળા, એક બે ચાલવાના પ્રભાવશાળી અધિકારી. વેઈટ પ્રભાવશાળી અને અધિકારી. યહ બાત હજમ નહીં હુઇ. પ્રભાવશાળી હોય તે અધિકારી ન હોય અને વાઇસે વરસા અધિકારી હોય તે પ્રભાવશાળી ન હોય. જે આર્ટિકલ એકત્ર કરીએ એમાં સાઉથ ઇન્ડિયન એસેન્ટવાળા અધિકારી જોઈશે. થોડાંક બબુચક ક્લાર્ક તેમજ પ્યુન, ડ્રાઇવર ટાઇપ પણ જોઇશે. નાની મોટી સાઇઝના બિલોરી કાચ ,સ્ક્રૂ ડ્રાઇવર, હથોડી,છીણી, કરન્સી નોટ ગણવાના મશીન પણ લોકેશન પર હાજરાહજૂર જોઇશે . હિસાબની માથાફોડ કરવા સીએ અને લટકણિયા જોઇશે. ભીડને કંટ્રોલ કરવા પોલીસ પેરા મિલિટરી ફોર્સ, ફોટોગ્રાફી માટે રીસોર્સ પર્સન જોઈશે.આમ તો હાથકડી , દોરડું ફોટોગ્રાફર પણ જોઈશે.
મનમાં નક્કી કરો કે દરોડો પાડવો છે એટલે કામની ઇતિશ્રી થશે નહીં . દરોડાનું સ્વરૂપ અને પ્રકાર નક્કી કરવા પડશે. એ પછી દરોડા પાડવાના સત્તાધીશ બનવું પડે. ન સમજાયું ?? ઉદાહરણ તરીકે કવિની બિનહિસાબી બે નંબરની કવિતા મોટાભાગે તથાકથિત પ્રેયસી કે એકતરફી પ્રેયસીને ઉદેશીને લખેલ હોય!! આવા લબડું ગબડું કવિને ત્યાં દરોડો પાડવા વિવેચકને મોકલવા કરતાં કવિના માથાભારે ને માથાફરેલા શ્રીમતી દરોડો પાડશે તો દરોડો સફળ થશે.
શ્વાસના જાણીતો સ્ત્રોત કરતાં અપ્રમાણસર ઉચ્છવાસ ઘરાવનારને ત્યાં એસીબીની રેડને બદલે રદીવાળો કે પસ્તીવાળો રેડ કરે તો રેડ સફળ જ રહેશે.
કોને ત્યાં અને કયા કારણસર દરોડો પાડવો તેની ગુપ્ત માહિતી ખુલ્લી રીતે તે વિસ્તારના પાનવાળા, ચાવાળા કે સિકસુરીટી કે ડ્રાઇવરને કળી ચુનો ફોડીએ તેમ ફોડવાથી મળશે.
કયા અને ક્યારે દરોડો પાડવો તે પણ અગત્ય ધરાવે છે. જેમ કે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર તરીકે મીઠાઈવાળાને ત્યાં વહેલી સવારે દરોડા પાડવાના બદલે સવારે કે સાંજે દરોડો પાટવાથી નાસ્તાનો પ્રોબ્લેમ આપોઆપ સોલ્વ થઇ જશે અને ટ્રાન્જેકશનની ખબર પડશે તે લટકામાં.
અખબાર સમુહ પર દરોડો પાડવાથી આ બૈલ મુજે માર જેવી ફજીહત થશે.
ઇન્કમ ટેકસ કે એન્ફોર્સમેન્ટ અધિકારી તરીકે દરોડો પાડો તો તુમાખીની માત્રા ફૂલ રાખવી અને ભૂલમાં પણ ગુજરાતી ભાષા આવડતી હોય તે પણ ઇંગ્લિશમાં જ ફફડાવવું નહીં તો કોઇ તમને યેડા સમજશે. આ દરોડામાં ત્રેંત્રીલ ટકા સ્ટાફ સાઉથ ઈન્ડ્યન રાખવો .જે તામિલ કે મલયાલમ લહેકા અને લહેજામાં હિન્દી-ઇંગ્લિશમાં બોલશે અટલે દરોડાની ગ્રેવિટી આપોઆપ આવશે.
ચાલો હવે ખરેખર દરોડો પાડીએ. તમને થશે કે કયાં સ્થળે,કોને ત્યાં,કેટલા વાગ્યે દરોડો પાડવાનો છે? ખલાસ તમે સીતાનું હરણ થયા પછી હરણની સીતા થઇ કે નહીં જેવો ચાઇલ્ડીશ સવાલ કરો છો? અરે ભાઇ ખાનગી કામગીરી છે. તેના વોટસએપ, ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક પર સ્ટેટસ અપડેટ ન કરવાના હોય!! ચુપચાપ ઓફ્સના દરોડાના ડબ્બા ગાડીમાં બેસી જાવ. ફોન લેપટોપ જમા કરાવી દો. ફિલ્મોમાં કિડનેપર જેનું કિડનેપિંગ કર્યું હોય તેની આંખે કાળા કલરની પટી બાંધે છે તેમ પટી બાંધી નથી.
ચલો ધડાધડ ઉતરી જાઓ અને ગુરૂ હો જા શરૂં!! માથે ફેલ્ટ અને લોંગ ઓવરકોટ અને હોલબુચ પહેરેલા મહાન જાસૂસ કરમચંદ કે વ્યોમકેશ બક્ષીની માફક જાડા મોટા બિલોરી કાચ લઇ છાનબીન શરૂં કરો. બેત્રણ જઈને લોકપ તિજોરીની ચાવી માંગો. ન મળે તો ડીજીટલ પાસવર્ડ વાળા લોકર છીણી હથોડાથી તોડી લોકરની તલાશી લો. આ શું? લોકરમાંથી દોઢસો વરસ જુના છાપા નીકળ્યા? ઓહ નો!! નક્કી કંઈ કોડવર્ડ માટે છાપા રાખ્યા લાગે છે!!
બે ચાર જણ દિવાલ પરના કરોળિયાના જાળા ચકાસો. તેમાં સોના ચાંદી છુપાવ્યા હશે?
અરે પેલા મુનીમને બધા માટે ગરમ નાસ્તો -ચાની વ્યવસ્થા કરવાનું કહી દો. એ તો એના જ ખર્ચે હોયને કમિશનરના ગગાના લગ્ન થોડા લીધા છે. પેલા પીઆરઓને કહી દો કે પ્રેસ રીલીઝ કરી દે કે દરોડામાં સંદિગ્ધ અસંદિગ્ધ વાંધાજનક પુરાવા હિસાબી ચોપડા સાહિત્ય મળેલ છે. દરોડા મોડી રાત કે સવાર સુધી ચાલશે,.
અરે, યાર પેલા મુખબીર,ખબરી, બાતમીદારને આપણા વહીવટદારનો નંબર આપી દો . જેથી અંડર ટેબલ ભીનું સંકેલી શકાય!!!
ભરત વૈષ્ણવ

Related posts

ગુજરાત રાજ્ય દ્વારા ૧૦ કરોડ વેક્સિનેશન આપતાં સાબરકાંઠા જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા આકાશમાં ફુગ્ગા ઉડાળી ઉજવણી કરાઇ

saveragujarat

ગુજરાતીઓ પેટ્રોલનો કકળાટ મુકી દો! આમ જ ચાલ્યું તો પાણી 1000 રૂપિયે લીટર મળશે:ખેડૂતો

saveragujarat

નાણાંમંત્રીએ 2024-25ના વર્ષના રજૂ કરેલા બજેટને આવકારતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

saveragujarat

Leave a Comment