Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

મેટ્રોમાં બેસીને એરપોર્ટ જઈ શકશે અમદાવાદીઓવર્ષ ૨૦૨૫ સુધી એરપોર્ટ સુધી મેટ્રો દોડતી થઈ શકે છે,

સવેરા ગુજરાત
અમદાવાદ,તા.26
શહેરીજનો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. થોડા વર્ષોમાં તમે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટથી પોતાના ગંતવ્ય સ્થાને મેટ્રો ટ્રેનમાં બેસીને પહોંચી શકશો. આ સિવાય તમે કોઈ સ્વજનને લેવા માટે અથવા મળવા માટે એરપોર્ટ જવા માંગતા હશો તો પણ મેટ્રો તમારા માટે મદદરુપ સાબિત થઈ શકે છે. અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ દ્વારા રજૂ કરવામાં આવેલા એરપોર્ટના માસ્ટર પ્લાનમાં જણાવ્યા અનુસાર, એરપોર્ટ પરિસરમાં ટૂંક સમયમાં એક મેટ્રો સ્ટેશન અને મેટ્રો-લિંક કોરિડોર તૈયાર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે એરપોર્ટ્‌સ ઈકોનોમિક રેગ્યુલેટરી ઓથોરિટી સમક્ષ આ યોજના રજૂ કરવામાં આવી હતી. અહીં મેટ્રો સ્ટેશન બની જશે તો પ્લેનમાં મુસાફરી કરવા જનારા લોકો મેટ્રો ટ્રેનમાં બેસીને ડાઈરેક્ટ એરપોર્ટ પહોંચી શકશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટમાં લગભગ ૪૦૦ કરોડ રુપિયા ખર્ચ થઈ શકે છે. અને મેટ્રો સ્ટેશન માટે જે સ્થળ પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે તે ટર્મિનલ ૨ પાસે છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન, એરપોર્ટના સંચાલકો તેમજ અન્ય પક્ષો વચ્ચે અત્યારે આ પ્રોજેક્ટને લગતી ચર્ચાઓ ચાલી રહી છે અને યોજના તૈયાર થઈ રહી છે, પરંતુ જમીન અધિગ્રહણની પ્રક્રિયા ટૂંક સમયમાં શરુ કરી દેવામાં આવશે. આ સિવાય અન્ય જે પણ મંજૂરીઓ મેળવવાની હોય છે તેનું કામ પણ શરુ કરવામાં આવશે. સૂત્રો દ્વારા પૃષ્ટિ કરવામાં આવી છે કે અમદાવાદ મેટ્રોના ફેઝ ૨ના ભાગ રુપે આ પ્રોજેક્ટ ૨૦૨૫ સુધી પતી જશે. નોંધનીય છે કે એરપોર્ટ માસ્ટર પ્લાનમાં મેટ્રો સિવાય અન્ય પ્રોજેક્ટ પણ પ્રસ્તુત કરવામાં આવ્યા છે. વર્તમાન ટર્મિનલનું નવિનિકરણ કરવામાં આવશે, નવું ઈન્ટીગ્રેટેડ ટર્મિનલ બનાવવામાં આવશે, રનવેનું રિકાર્પેટિંગ કરવામાં આવશે, મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબની સ્થાપના કરવામાં આવશે. આ સિવાય નવા કાર્ગો ટર્મિનલ તેમજ એર ટ્રાફિક કંટ્રોલર માટે નવો ટાવર બનાવવાની પણ યોજના છે. છૈંછન્નો પ્રસ્તાવ છે કે વર્તમાન એટીસી ટાવરને શિફ્ટ કરવો જાેઈએ તેમજ સંપૂર્ણપણે નવો ટાવર બનાવવો જાેઈએ . આમાં ૧૮૩ કરોડનો ખર્ચ થઈ શકે છે. છૈંછન્ના પ્રસ્તાવ અનુસાર, છછૈં કોલોની નજીક લગભગ ૯૮૪૦ સ્ક્વેર મીટર નો વિસ્તાર ટાવર માટે નક્કી કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે જ્યારે એરપોર્ટનું સંચાલન છછૈંને મળ્યું ત્યારે પણ છ્‌ઝ્રને શિફ્ટ કરવાની યોજનાનો ઉલ્લેખ થયો હતો. એકવાર નવો બ્લોક અને ટાવર બની જશે પછી જ વર્તમાનને ડીકમિશન કરવામાં આવશે.

Related posts

કોરોના વાયરસના કેસ ઘટશે, નહીં આવે ચોથી લહેર?

saveragujarat

ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં આદમખોર વાઘનો આતંક, આ વાઘ 15 લોકોના જીવ લઈ ચુકયો છે

Admin

ચરિત્ર પર શંકા રાખીને પતિએ પત્નીને પતાવી દીધી

saveragujarat

Leave a Comment