Savera Gujarat
Other

5-જી ટેકનિક શિક્ષણમાં મોટો બદલાવ લાવશે: મોદી

સવેરા ગુજરાત  ગાંધીનગર તા.19
અડાલજ ખાતે વડાપ્રધાન મોદીએ મિશન સ્કુલ ઓફ એકસીલન્સનું લોન્ચિંગ કયુર્ં હતું. આ તકે વડાપ્રધાને પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે શિક્ષણમાં 5-જી ટેકનિક મોટી પરિવર્તન લાવશે વડાપ્રધાને જણાવ્યું હતું કે હજુ સુધી ગુજરાતની ઓળખ વેપારી તરીકે હતી. તેમાંથી બહાર આવીને ગુજરાત આજે દેશનું નોલેજ હબ બન્યું છે. વડાપ્રધાને જણાવ્યું હતું કે નવી શિક્ષણ નીતિ ગુલામીની માનસિકતામાંથી બહાર કાઢી નવું જ્ઞાન આપશે નવી શિક્ષણ નીતિનો ગુજરાતમાં અમલ થતો જોવા મળે છે. મોદીએ જણાવ્યું હતું કે 20 હજાર સ્કૂલના બાળકો કોમ્પ્યુટરથી અભ્યાસ કરે છે. ગુજરાતમાં એક દાયકા પહેલા 15 હજાર સ્કૂલોમાં ટીવી પહોંચી ગયા હતા. વડાપ્રધાને જણાવ્યું હતું કે શિક્ષણ ક્ષેત્રમાં નવું યુમક અને કંઈક પ્રયોગ કરવો એ ગુજરાતના ડીએનએમાં છે, સ્વભાવમાં છે. વડાપ્રધાને જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં સવા લાખથી વધુ સ્માર્ટ કલાસ રૂમ બન્યા છે. મોદીએ જણાવ્યું હતું કે 20 વર્ષ પહેલા ગુજરાતમાં 100માંથી 20-25 ટકા બાળકો સ્કૂલે જતા જ નહોતા આજે આપણે મોબાઈલ, ઈન્ટેરનેટના 5-જીના યુગમાં પ્રવેશ કર્યો છે. હવે 5-જી દેશમાં નવો બદલાવ લાવશે.

Related posts

રાજ્યની પાલિકા અને મહા પાલિકાને વિકાસના કામો માટે ૧૧૮૪ કરોડનો ચેક અર્પણ કરતાં મુખ્યમંત્રી

saveragujarat

પેશાવરમાં નમાજ બાદ મસ્જિદમાં આત્મઘાતી હુમલામાં ૪૬નાં મોત

saveragujarat

ગુજરાતી લોકગાયિકા કાજલ મહેરીયા પર પાટણના ધારપુરમાં હુમલો

saveragujarat

Leave a Comment