Savera Gujarat
Other

દુબઈમાં ક્રિપ્ટો કરન્સી મારફત મિલ્કત ખરીદનાર ભારતીયો પર કાનૂની સિકંજો

મુંબઈ: દુબઈ એ ભારતના અમીરો માટે હંમેશા આકર્ષણ રહ્યું છે અને ભારતના ઉદ્યોગપતિઓથી લઈને સિનેમા સિતારાઓ દુબઈમાં પોશ મિલ્કતો ખરીદે છે પણ હાલમાં જ દેશના હાઈનેટવર્થ ઈન્ડીબુઝલ- એટલે કે ઉદ્યોગપતિઓ તથા ધનવાનોને દુબઈમાં ક્રિપ્ટોકરન્સી મારફત દુબઈમાં આલીશાન વિલા કે ભવ્ય ફલેટ ખરીદવાના વધતા જતા ક્રેઝ સામે નિષ્ણાંતોએ લાલબતી ધરી છે અને તેઓ ભારતમાં આવકવેરા તથા મની લોન્ડ્રીંગ સહિતના કાનૂની જોગવાઈનો સામનો કરી શકે છે.

દુબઈ હવે તેને ક્રિપ્ટોકરન્સીના કેપીટલ તરીકે સ્થાપવા માંગે છે અને તેથી અહી ડીજીટલ કરન્સી આફત થતા વ્યવહારોને કાનૂની માન્યતા છે પણ તેમાં ડીજીટલ કરન્સી મારફત મિલ્કત ખરીદનાર ભારતીયોનો કોલર આવકવેરા સહિતના વિભાગો પકડી શકે છે અને તે કાનૂની જાળમાં ફસાઈ શકે છે. વાસ્તવમાં કદાચ તેમાં જાણતા નહી હોય તો પણ તેમના પાસપોર્ટ- દુબઈ પ્રવાસની માહિતી તથા દુબઈમાં તેઓના મારફત જે વ્યાપારી ડીલ કરવામાં આવે છે તે તમામ આવકવેરા વિભાગ દ્વારા ટ્રેકીંગ કરવામાં આવે છે અને જો તેમના નામે પ્રોપર્ટી રજીસ્ટર થાય અને જો તેમાં ડીજીટલ કરન્સીની વ્યવહાર થયા હોય તો તે ભારતમાં તેના માટે મુશ્કેલી સર્જી શકે છે. ભારતમાં હજું સુધી ક્રિપ્ટો સહિતની કોઈપણ ડિજીટલ કરન્સીને મંજુરી નથી.

રીઝર્વ બેન્ક દ્વારા માન્યતા અપાઈ નથી અને તેના પર આડકતરા પ્રતિબંધ પણ મુકી દીધા છે. ક્રિપ્ટો કરન્સી એકસચેંજ પર વારંવાર એન્ફોર્સમેન્ટ વિ. વિભાગોની તવાઈ પણ ઉતરે છે તો નાણામંત્રાલયે ક્રિપ્ટોની ‘આવક’ પર 30% ટેક્ષ અને રૂા.10000થી વધુના વ્યવહારોમાં 1% ટીડીએસની જોગવાઈ કરી છે જેથી આ કરન્સી માટે મુશ્કેલ સ્થિતિ છે. જેના કારણે ભારતના અનેક અમિરોએ તેનું ક્રિપ્ટો રોકાણ દુબઈમાં અને વિશ્વના અન્ય દેશોમાં ફેરવ્યુ છે.

જેમાં અનેકે જાણ નહી હોવાથી ભારતના કાનૂનનો ભંગ કર્યો છે. જયાં તેઓ રેસીડેન્સ ઈન્ડીયનના વેલેટમાંથી ક્રિપ્ટો દુબઈની રીયલ એસ્ટેટ કંપનીના વેલેટમાં ટ્રાન્સફર કરે છે જે દુબઈના ડેવલપર્સ વતી કામ કરતા હોય છે અને આ પ્રમાણે ક્રોસ ટ્રાન્સફરએ ભારતમાં ‘ફેમા’ ભંગ છે. બીજું વિદેશમાં મિલ્કત ખરીદવી તે ભારતીયોને છૂટ છે પણ તે માટે જરૂરી રકમ તેઓએ ભારતમાંથી વિદેશમાં ટ્રાન્સફર કરી હોય અને રીઝર્વ બેન્કની માન્ય ચેનલ મારફત કરી હોય તે જરૂરી છે. ક્રિપ્ટોનું ટ્રાન્સફર ભારતની કોઈ બેન્કો કરતી નથી.

ઉપરાંત દુબઈમાં જે મિલ્કત ખરીદે તે ભારતમાં તેના આવકવેરા રીટર્નમાં દર્શાવવી ફરજીયાત છે. નહીતર કાળા નાણા ગણી લેવાયા છે અને આ પ્રોપર્ટીના ભાડા તથા વેચાણમાં નફા વિ. આવક પણ દર્શાવવી જરૂરી છે નહીતર કરચોરી ગણાય છે. દુબઈમાં લાખો ભારતીયો સેકન્ડ હોમ ધરાવે છે. તે લીઝ કે ભાડા પર આવે છે. જો કાનૂની રીતે થતું હોય તો કોઈ પ્રશ્નથી પણ જો ક્રિપ્ટો વ્યવહારની આ પ્રોપર્ટી ખરીદી થાય તો દુબઈમાં તે માન્ય છે પણ ભારતમાં માન્ય નથી.

તેથી પ્રોપર્ટી ખરીદવામાં થોડી રકમ પણ ક્રિપ્ટો મારફત ચૂકવાય તો ભારતીય નાગરિક જે દેશમાં ટેક્ષપેયર છે તેના માટે મુસીબત લાવી શકે છે. હાલમાં જ દુબઈના એક મોટા ડેવલપર્સે સ્વીકાર્યુ કે ભારતમાં અહી ક્રિપ્ટો વ્યવહારથી પ્રોપર્ટી ખરીદે જ છે. દુબઈમાં માન્ય ક્રિપ્ટો મુક્ત રીતે કન્વર્ટ કરી શકાય છે અને ઈન્ફર્મેશનના જે ઓટોમેટીક એકસચેંજ છે તેમાં હજું ડીજીટલ કરન્સીની માહિતી મળતી નથી તેથી આવકવેરા ધિરાણ સહિતના વિભાગો અન્ય રીતે ટ્રેકીંગ કરે છે.

Related posts

ખોળીયામાં જીવ સાથે અંધ આંખોમાં સ્વપ્ન સેવી રહેલા દ્રષ્ટિહીન માણસ માટે ચક્ષુદાન ચમત્કાર છે

saveragujarat

બેંક-એફએમસીજી શેરોમાં કરંટ : સેન્સેક્સ ૧૪૫ પોઇન્ટ ઉંચકાયો _ શેરબજારમાં તેજી : સેન્સેક્સ ૫૩૦૦૦ને પાર

saveragujarat

ડોકટરને સરકારી નોકરી આપવાની લાલચ આપી રૂ.૨૩.૫૦ લાખ ખંખેર્યા

saveragujarat

Leave a Comment