Savera Gujarat
Other

નવરાત્રિમાં ગરબા રસીયાઓ માટે સુંદર પોષાકની વેરાયટીનો ભંડાર ચણિયાચોળી, દુપટ્ટા, કુર્તી સહિતની વેરાયટી ડિઝાઇનમાં ઉપલબ્ધ

સવેરા ગુજરાત, અમદાવાદ તા. ૨૦
અમદાવાદ હાટ એ હસ્તકલા હાથશાળના કારીગરોને શહેરી બજાર ઉપલબ્ધ થાય તે માટે કેન્દ્ર સરકાર પુરસ્કૃત આર્બનહાટની યોજના હેઠળ આ હાટ તૈયાર કરવામાં આવેલ છે. આ હાટમાં હાથશાળ અને હસ્તકલાના કારીગરો માટે એક્ઝિબિશન હોલ, કારીગરો માટે વેચાણના પાકા સ્ટોલ તથા ડોરમેટરી જેવી સુવિધાઓ ઉભી કરવામાં આવેલ છે.કારીગરો પાસેથી સીધી જ ખરીદીની સુવર્ણતક મળી રહે છેઆ હાટ વર્ષના બારેમાસ ધમધમતુ રહે છે. સ્થાનિક તેમજ આંતરાષ્ટ્રીય પર્યટકો, સહેલાણીઓ વગેરે માટે આ સ્થળ અચૂક મુલાકાતનું કેન્દ્ર બની રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવેલ છે. આ હાટમાં સમગ્ર દેશની ભવ્ય અને ભાતીગળ સંસ્કૃતિની ઓળખ કરાવતા કસબીઓ દ્વારા ઉત્પાદિત કલાકૃતિઓ તથા કારીગરો પાસેથી સીધી જ ખરીદીની સુવર્ણતક મળી રહે છે.૧. શર્મિષ્ઠા પટેલતેમના ત્યાં નવરાત્રિ માટે ખાસ ચણિયાચોળી, ડિઝાઈનર બ્લાઉઝ, દુપટ્ટા, કુર્તી મટિરીયલ વગેરે જાેવા મળે છે. તે પોતે જાતે જ ડિઝાઈનો તૈયાર કરીને વેચે છે.૨. હિના ખૂંઢિયાતેઓ અંજારના વતની છે. તેમના ત્યાં કચ્છી વર્ક, સાદું ભરત, કાઠિયાવાડી ભરત વગેરે જાેવા મળે છે. જેમાં ઘાઘરા, બ્લાઉઝ તથા કચ્છી પેચવર્કનો સમાવેશ થાય છે. આ કચ્છી ભરતકામની ખાસિયત એ છે કે તેને સ્કર્ટ, કુર્તી તથા કોટિ વગેરે બનાવીને પહેરી પણ શકાય છે.૩. મગનભાઈ ભુવાતેમની પાસે કચ્છી વર્ક, ભરતકામ, એમ્બ્રોડરી કરેલી ડિઝાઈનો જાેવા મળે છે. જેમાં કુર્તી, કટપીસ, દુપટ્ટા, ગાઉન, ટોપ વગેરે જાેવા મળે છે.ખંભાતના અકીક, કચ્છી મોજડી-ચંપલ, અંજારના સૂડી-ચપ્પા વગેરે જાેવા મળે છેઆ મેળામાં પટોળા સાડી, કચ્છ અને જામનગરની બાંધણી, હસ્તકલાની ચીજવસ્તુઓ જેવી કે પેચવર્ક, મોતીકામ, ચણીયાચોળી મળે છે. આ સાથે ઓક્સીડાઈઝ તેમજ મોતીકામના ઘરેણાં, ખંભાતના અકીકની માળા-વીંટી, કચ્છી મોજડી-ચંપલ, અંજારના સૂડી-ચપ્પા, સંખેડાના સોફાસેટ, નકશીકામના હિંડોળા, માટીકામની ઘર સુશોભનની કલાકૃતિઓ પણ જાેવા મળે છે.આ એક્ઝિબિશનનો હેતુ વચેટીયાઓ દુર કરી કારીગરોને વધુ નફો ઉપલબ્ધ થાય અને દેશના અમૂલ્ય હસ્તકલા વારસાનું જતન કરવાનો છે. જેમાં આ વખતે ૧૦૦ થી પણ વધારે સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે.સરનામું ઃ અમદાવાદ હાટ, વસ્ત્રાપુર તળાવ પાસે, અમદાવાદ. આ એક્ઝિબિશનનો સમય બપોરે ૧૨.૦૦ વાગ્યાથી રાત્રે ૯.૦૦ વાગ્યા સુધીનો હોય છે.

Related posts

મને અપશબ્દો બોલવા કોંગ્રેસ રામાયણમાંથી રાવણ લઈ આવી

saveragujarat

સ્વાસ્થ્ય વીમાની મર્યાદા પાંચથી વધારીને દસ લાખની કરાઈ

saveragujarat

અજિત પવાર શિંદે સરકારમાં જાેડાયા, ડેપ્યુટી સીએમ બન્યા

saveragujarat

Leave a Comment