Savera Gujarat
Other

ગુજરાતનો માલધારી સમાજ દ્વારા ૨૧ સપ્ટેમ્બરે દૂધની હડતાળ જાહેર કરાઇ

સવેરા ગુજરાત, ગાંધીનગર તા. ૧૯
રખડતા ઢોરના મામલે માલધારી સમાજ અને સરકાર આમને સામને છે. રાજ્યમાં રખડતાં ઢોરનો કાયદો રદ્દ કરવા સહિત અન્ય માંગણીઓને લઈને માલધારી સમાજ દ્વારા દૂધ હડતાળ જાહેર કરવામાં આવી છે. રાજ્યભરમાં માલધારીઓ ૨૧ સપ્ટેમ્બરે ડેરીઓમાં તેમજ ઘરે ઘરે દૂધ આપવા જશે નહીં. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી રખડતાં ઢોરનો મુદ્દો સતત ચર્ચામાં છે. માલધારી સમાજ દ્વારા ૨૨મી સપ્ટેમ્બરે ગોળના લાડુ બનાવી યાગોને ખવડાવવામાં આવશે.
ગુજરાત માલધારી મહાપંચાયતના પ્રવક્તા નાગજીભાઈ દેસાઈએ કહ્યુ કે, સરકાર તથા તંત્રને વિનંતી કરવામાં આવે છે કે માલધારીઓ સાથે દૂધ બાબતે કોઈ પ્રકારની બળજબરી કરવામાં આવે નથી. માલધારી સમાજે કોરોના કાળમાં પણ દૂધના ભાવમાં વધારો કર્યો નથી. આ વાત ગુજરાતની પ્રજા જાણે છે. રાજ્ય સરકાર માલધારી સમાજના વિવિધ પ્રશ્નોનું કોઈ નિરાકરણ લાવી શકી નથી. તેમણે કહ્યું કે માલધારીઓનું ગુજરાન ચલાવવુ મુશ્કેલ છે. તો નિર્દોષ રાહદારીઓએ અકસ્માતનો ભોગ બનવું પડે છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર હાઈકોર્ટમાં ખોટા એફિડેવિટો કરીને હાઈકોર્ટને ગેરમાર્ગે દોરે છે. તેમણે કહ્યું કે પશુપાલકોના વ્યવસાય સાથે જાેડાયેલા લોકોને પાયમાલ કરવાનું બિલ લાવવામાં આવ્યું હતું. ઢોર અંકુશ નિયંત્રણ બિલ પ્રજાના હિત માટે નથી. આ બીલ ગૌચરની સરકારી જમીન ઉદ્યોગપતિઓને પધરાવી દેવાનું બીલ છે. માલધારી સમાજની કુલ ૧૪ માંગણીઓ છે. જેમાંથી સૌથી મહત્વની માંગણી સરકાર દ્વારા લાવવામાં આવેલું ગુજરાત ઢોર નિયંત્રણ બિલ રદ્દ કરવું. તો માલધારી વસાહતો બનાવી પશુઓ અને માલધારીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવી. તો ઢોર પકડવા નિકળતી ટીમ માલધારીઓ પર ખોટા કેસ કરવાનું બંધ કરે. આ સાથે માલધારીઓની માંગ છે કે ગૌચરની જમીન પચાવી પાડવામાં આવે નહીં. તો માલધારી સમાજ ગાયોને રસ્તા પર છુટી મુકે તેવો પ્રચાર બંધ કરવામાં આવે.

Related posts

રાજકુંદ્રા અને શિલ્પા શેટ્ટીએ મને અંડરવર્લ્ડની ધમકી આપી હતી

saveragujarat

અમદાવાદમાં પરિવારના ચાર સભ્યોની હત્યા કરનાર ખૂનીને શોધવા પોલીસે ટીમો રવાના

saveragujarat

વિશ્વ સાયકલ દિવસ નિમ્મીતે મહેસૂલ મંત્રી અને આરોગ્યમંત્રી દ્વારા અમદાવાદ ખાતે સાયક્લોથોનનો લીલી ઝંડી આપીને પ્રારંભ કરાવ્યો

saveragujarat

Leave a Comment