Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

દેશની ત્રીજી અને ગુજરાતની પહેલી ગાંધીનગરથી મુંબઈ વચ્ચે ૩૦ સપ્ટેમ્બરથી શરૂ થશે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન

સવેરા ગુજરાત, ગાંધીનગર તા. ૧૭
દેશની ત્રીજી અને ગુજરાતની પહેલી “વંદે ભારત એક્સપ્રેસ” નું ૩૦ સપ્ટેમ્બરથી ગાંધીનગરથી મુંબઈ વચ્ચે સંચાલન શરૂ કરાશે,ચેરકારનું ભાડું ૧૨૦૦ રૂપિયા તેમજ એકિઝક્યુટિવ મેમ્બરનું ભાડુ ૨૫૦૦ રૂપિયાની આસપાસ રહે તેવી શકયતા છે. દેશની ત્રીજી અને ગુજરાતની પહેલી “વંદે ભારત એક્સપ્રેસ” નું ૩૦ સપ્ટેમ્બરથી ગાંધીનગરથી મુંબઈ વચ્ચે સંચાલન શરૂ કરાશે, આ ટ્રેનને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે તેમ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ જણાવ્યું છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવએ કાલુપુર સ્ટેશનની મુલાકાત લીધી હતી. તેમણે આ ઉપરાંત હેરિટેજ ઝુલતા મિનારાને ડેવલપમેન્ટ સાથે સાંકળી લઈ ટૂરિઝમ સ્પોટ તરીકે વિકસાવવાની પણ જાહેરાત કરી હતી. “વંદે ભારત એક્સપ્રેસ” સપ્તાહમાં ૬ દિવસ દોડશે. આ વંદે ભારતના ચેરકારનું ભાડું ૧૨૦૦ રૂપિયા તેમજ એકિઝક્યુટિવ મેમ્બરનું ભાડુ ૨૫૦૦ રૂપિયાની આસપાસ રહે તેવી શકયતા છે. રેલવે મંત્રીએ જણાવ્યું કે, વર્ષના અંત સુધીમાં દેશના તમામ મોટા શહેરોને જાેડતી ૭૫ વંદે ભારત એક્સપ્રેસ દોડાવાશે.
સાબરમતી ઇન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટ હબ ફેબ્રુઆરી સુધીમાં શરૂ થશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ભાગરૂપે સાબરમતી ખાતે ઈન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટ હબ તૈયાર કરાઈ રહ્યું છે. ૩.૫૪ હેક્ટરમાં ૩૩૨ કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા આ હબમાં બ્લોક છ ૯ માળની તેમજ બ્લોક મ્ ૭ માળની એમ બે બિલ્ડિંગ સાથે બની રહ્યું છે. જેમાં બિલ્ડીંગ છ માંઓફિસો તેમજ બિલ્ડિંગ મ્ માં હોટલ, મોલ સહિત અન્ય સ્ટોર શરૂ કરાશે. આ હબના ત્રીજા માળ સાથે ૧૦ મીટર પહોળા ફૂટ ઓવર બ્રિજથી બુલેટ ટ્રેનનો સાબરમતી સ્ટેશન જાેડાશે. જ્યારે હબના બીજા માળથી ૮ મીટર પહોળા ફૂટ ઓવરબ્રિજથી મેટ્રો સ્ટેશન અને બીઆરટીએસ સ્ટેશન તેમજ સાબરમતી રેલવે સ્ટેશન જાેડાશે. વાયા અમદાવાદ થઈને જનારી ટ્રેનને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રસ્થાન કરાવશે. ૩૦ સપ્ટેમ્બરે વસ્ત્રાલથી થલતેજ અને એપીએમસીથી મોટેરા સુધીનો મેટ્રો રૂટ શરૂ થઈ શકે છે. શહેરમાં મેટ્રો ફેઝ-૧માં ૪૦ કિલોમીટર રૂટમાંથી થલતેજથી થલતેજ ગામ સુધીના લગભગ એકથી દોઢ કિલોમીટરના રૂટ સિવાય લગભગ ૩૮ કિલોમીટર રૂટનું કામ લગભગ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદી આ રૂટનું લોકાર્પણ કરી શકે છે.

Related posts

છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨,૮૨,૯૭૦ નવા કેસ નોંધાયા

saveragujarat

વાવાઝોડાનો કહેર ઃ કચ્છ-દ્વારકામાં ભારે પવન અને વરસાદથી મોટું નુકસાન

saveragujarat

ફરી એક વાર “આપ”ની આબરુનો થયો સવાલ..? સુરત AAP ના વધુ બે મહિલા કોર્પોરેટરો સંપર્ક વિહોણા,વધું બે કોર્પોરેટરો છોડી શકે આપ.

saveragujarat

Leave a Comment