Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારરાજકીય

“રાષ્ટ્ર વિકાસ મોરચા” દ્વારા મહા-ગઠબંધનની ઘોષણા કરવામાં આવી

રાષ્ટ્ર વિકાસ મોરચા” દ્વારા ગઠબંધનની ઘોષણા…
-9 રાષ્ટ્રીય અને રાજકીય પક્ષોએ પ્રેસ-વાર્તા યોજી કરી સંયુક્ત મોરચાની રચના…
-રાષ્ટ્ર વિકાસ મોરચા “ગઠબંધન” ગુજરાત વિધાનસભાની 182-સીટો પર ઉમ્મેદવારી કરશે.
-15 જેટલા રાજકીય અને રાષ્ટ્રીય પક્ષો સાથે મળી મિશન-2022 ના રણમેદાનમાં પોતાના ઉમેદવારો ઉતારશે.

સવેરા ગુજરાત, અમદાવાદ તા. ૦3
અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે કુલ-9 રાષ્ટ્રીય અને રાજકીય પક્ષોએ સાથે મળી પ્રેસ-કોન્ફ્રેંસમાં “રાષ્ટ્ર વિકાસ મોરચા” ગઠબંધનની ઘોષણા કરી.આવનારી ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022માં “રાષ્ટ્ર વિકાસ મોરચા” 182 સીટો પર પોતાના ઉમ્મેદવારો ઉતારશે.”રાષ્ટ્ર વિકાસ મોરચા”માં


સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી,રાષ્ટ્રીય પાવર પાર્ટી,હિન્દુસ્તાન જનતા પાર્ટી , જન-સત્ય-પથ પાર્ટી,સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી,ભારતીય નવજવાન સેના પાર્ટી,મધર લેન્ડ નેશનલ પાર્ટી,ભારતીય લોકસેવા પાર્ટી, સહીત 9 પક્ષોએ ગઠબંધનની ઘોષણા કરી ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022 નું રણશિંગુ ફૂંક્યું.રાષ્ટ્ર વિકાસ મોરચા ગઠબંધન જનતાના હિતમાં અનેક હિતકારક મુદ્દાઓ લઈને આવ્યું છે…જેની વિચારધારામાં રાજ્યની સમસ્યાઓ સહીત કલ્યાણકારી યોજનાઓનો સમાવેશ થાય છે.”સંયુક્ત રાષ્ટ્ર વિકાસ મોર્ચા” દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ  કલ્પેશ ભાઈ પારેખ ,રાષ્ટ્રીય મંત્રી  જીગરકુમાર કોઠીયા ,ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ   સચિન કુમાર દરજી,હિન્દુસ્તાન જનતા પાર્ટીના રાષ્ટીયબી.યુ.ગોસાવી ,રાષ્ટ્રીય પ્રવકતા પંકજ માશુરકર ,રાષ્ટ્રીય પાવર પાર્ટીના અધ્યક્ષ  દલપતભાઈ વણઝારા,નેશનલ જનરલ સેક્રેટરી હિતેન્દ્રસિંહ બી.ઝાલા,જનતાવાદી કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ સંતોષ મા.કટકે , રાષ્ટ્રીય કોષાધ્યક્ષ શ્રી કન્નર નાડારજી , જન-સત્ય-પથ-પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ  વિનોદભાઈ બ્રહ્મભટ્ટ ,જનરલ સેક્રેટરી ચિરાગભાઈ શાહ, સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી  સુરેન્દ્રજી તિવારી,રાષ્ટ્રીય ટ્રેઝરર પ્રશાંત કામલે,ગુજરાત પ્રમુખ પ્રમોદ ગુડદેકર, ભારતીય નવજવાન સેના પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ  સંજય પડવલજી , મધર લેન્ડ નેશનલ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ  રિઝવાન રાજા, જનરલ સેક્રેટરી ફારૂકભાઈ , ભારતીય લોકસેવા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ  ગોવિંદરાવ બને તમામ પાર્ટીઓના પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા .

Related posts

દેશમાં તમામ પ્રકારના ફ્યૂલ પર કેન્દ્ર સરકાર ૬૮ ટકા ટેક્સ લઈ રાજ્યો પર આરોપ લગાવી બચાવ કરે છે : રાહુલ ગાંધી

saveragujarat

લીંબડીના રાજમહેલમાંથી અમૂલ્ય અને કિંમતી વસ્તુઓની થઈ ચોરી, ચોરીનું લિસ્ટ જોઈને આંખે અંધારા આવી જશે.

saveragujarat

ખાનગી હોસ્પિટલોએ તેમના સ્ટાફની સુરક્ષા માટેની વ્યવસ્થા જાતે કરવાની રહેશે : સુપ્રીમ કોર્ટ

saveragujarat

Leave a Comment