Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચાર

રવિવારે ઉમેદપુરમાં ખંડુજી મહાદેવનો ભવ્ય મેળો ભરાશે,હજારો ભક્તો ઉમટી પડશે

 

સવેરા ગુજરાત,મોડાસા..1

મોડાસા..
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લોકોનું આસ્થાનું પ્રતિક એટલે ઉમેદપુર દધાલિયા ખાતે બિરાજમાન સ્વયંભૂ ભગવાન શ્રી ખંડુજી મહાદેવ.કહેવાય છે કે જ્યારે ભક્તો મુશ્કેલીમાં મુકાઈ છે ત્યારે ભગવાન ખંડુજી મહાદેવની માનતા માનવામાં આવે છે જેથી તેમના પર આવેલી તમામ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે.વર્ષોથી ચાલી આવતી પરંપરા પ્રમાણે આ માનતા પૂર્ણ કરવા ભક્તો દર વર્ષે ભાદરવા મહિનાના બીજા રવિવારે ઉમેદપુર દધાલિયા ખાતે ખંડુજી મહાદેવ મંદિર ખાતે ઉમટી પડતાં હોય છે.સદીઓથી અહી મોટો લોક મેળો યોજાઇ છે.ત્યારે આ વર્ષે પણ ભાદરવા મહિનાના બીજા રવિવારે એટલે કે આવતા રવિવારે 4 સપ્ટેમ્બરના રોજ ભવ્ય મેળો ભરાશે જેમાં હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડવાના શક્યતાઓ છે. દર વર્ષે અહીં હજારોની સંખ્યામાં લોકો આવતા હોય છે તેમાં પણ સાબરકાંઠા,અરવલ્લી જિલ્લા સહિત આસપાસના વિસ્તારોમાંથી પણ હજારો લોકો વહેલી સવારથી ભગવાન શ્રી ખંડુજી મહાદેવનાં દર્શન માટે પહોચતા હોય છે અને સમગ્ર દિવસ દરમિયાન મેળાની મજા માણતા હોય છે.આ વર્ષે 4 સપ્ટેમ્બરના રોજ યોજાનાર શ્રી ખંડુજી મહાદેવનાં મેળાને લઈ ઉમેદપુર ગામના લોકો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે.અને વધુ ભક્તો આવવાની શક્યતાઓને ધ્યાને લઈ વિશેષ આયોજનો પણ કરવામાં આવ્યા છે. આવનારા ભક્તોને કોઈપણ પ્રકારની તકલીફ ના પડે તે માટે ઉમેદપુર ગામના લોકો દ્વારા ચા પાણી સહિત નાસ્તાનું પણ આયોજન કરવામાં આવ્યું છે સાથેજ મેળામાં ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવા માટે ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિવિધ કલાકારો દ્વારા અલગ અલગ પ્રકારના ભજન અને દેશી ગીતોની રમઝટ બોલાવવામાં આવશે.ભક્તોને શ્રી ખંડુજી મહાદેવનાં દર્શન માટે કોઈપણ પ્રકારની તકલીફ ના પડે તે માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.


શ્રી સ્વયંભૂ ખંડુજી મહાદેવ મંદિર એટલે પશુપાલકો માટે આસ્થાનું કેન્દ્ર

ખેડૂતો અને પશુપાલકોમાં આ મેળા નું વિશેષ મહત્વ રહેલું છે,કારણ,કે જે કોઈ પશુપાલકના પશુ દૂધ આપવામાં ઉણું ઉતરતું લાગે અથવા તો કોઈ અન્ય પ્રકાર ની દુધાળા પશુઓ અંગે ની સમસ્યા ઉદભવે ત્યારે પશુપાલકો શ્રી સ્વયંભૂ ખંડુજી મહાદેવની બાધા માનતા રાખતા હોય છે,કે જો તેનું પશુ સારું થઇજશે તો ખંડુજી મહાદેવ મંદિરે મેળા દરમ્યાન પશુ ના પ્રથમ બનેલા ઘી માંથી બનેલી સુખડી ખંડુજી મહાદેવ ને ધરાવશે,અને તે માનતા પૂર્ણ કરવા માટે મોટી સંખ્યામાં ખેડૂતો અને પશુપાલકો ઉમેદપુર ગામે આ મેળામાં તેઓ પોતાની બાધા માનતા પૂર્ણ કરવા ઉમટી પડશે,સાથે સાથે જ અહીં એવી પણ પરમ્પરા છે,કે જે પરિવારને આ મંદિર ની બાધા હોય તે ઘરનો મુખ્ય વ્યક્તિ વહેલી સવારે ચાલતા આવે અને આ મંદિરે આવીને દાતણ કરે.આ પ્રકારે ખંડુજી મહાદેવ મંદિરે ભરાતા લોકમેળાનું પણ વિશેષ મહત્વ રહેલું છે.

લંમ્પી વાયરસ થી પશુઓને બચાવવા શ્રી ખંડુજી મહાદેવની વિશેષ માનતા

રાજ્યમાં હાલ લંમ્પી વાયરસ કહેર વર્તાવી રહ્યો છે જેના કારણે હજારો પશુઓના મોત નીપજ્યા છે અને તેમાં પણ ખાસ ગાય માતા તેનો ભોગ બની રહી છે ત્યારે પશુપાલકોની આસ્થા સમાન શ્રી સ્વયંભૂ ખંડુજી મહાદેવ મંદિર ખાતે હજારો પશુપાલકો પશુઓ અને તેમાં પણ ખાસ ગાય માતા સ્વસ્થ રહે તે માટે વિશેષ માનતા માનશે.જેને લઇ આવતા રવિવારે 4 સપ્ટેમ્બરના રોજ શ્રી સ્વયંભુ ખંડુજી મહાદેવ મંદિર ઉમેદપુર ખાતે મોટી સંખ્યામાં પશુપાલકો અને ખેડૂતો ઉમટી પડશે અને કાળ રૂપી લંમ્પી વાયરસ થી પશુઓને બચાવવા માટે વિશેષ પ્રાથના કરશે.

Related posts

મોદીએ નર્મદા નદીની કચ્છ શાખા નહેરની તખતીનું અનાવરણ કર્યું

saveragujarat

અમદાવાદ શહેરના પ્રસિદ્ધ ફિટનેસ ક્લબ તરીકે જાણીતા ‘Assure Fitness Club’ ના માલિક રાજેશ વ્યાસ ના નિવાસ સ્થાને ‘એસ્યોર હાઉસ’ ખાતે ગણપતિજી ની ધામધૂમ પૂર્વક પધરામણી કરી 56 ભોગનો પ્રસાદ ધરવામાં આવ્યો, જેના પગલે મિત્રો અને સ્નેહીજનો દર્શનાર્થે ઉમટી પડ્યા…

saveragujarat

દાહોદ આદિવાસી વિસ્તારમાં રાહુલ ગાંધીનું આગમન કોંગ્રેસ સરકારમાં આવી તો જળ, જમીન અને જંગલ પરત આપવાનું વચન

saveragujarat

Leave a Comment