Savera Gujarat
Other

ઢોરપાર્ટી પર હુમલો કરનારાઓ સામે માત્ર ફરિયાદ જ થાય છે કે ધરપકડ પણ કરાય છે?

સવેરા ગુજરાત /અમદાવાદ તા.30 : ગુજરાતમાં રખડતા ઢોરે અનેક રાહદારીને ઝપટમાં લેવાની ઘટનાઓ બહાર આવવાને પગલે હાઈકોર્ટે ટકોર કર્યા બાદ આ મામલે રાજય સરકાર હરકતમાં આવી છે. છેલ્લા ત્રણ દિવસમાં રાજયમાં 8 હજાર ઢોર પકડાયા છે, હજુ 40 ટકા ઢોર પકડવામાં આવ્યા છે, જયારે 844 જેટલી એફઆઈઆર થઈ છે.

બીજી બાજુ રાજકોટમાં રખડતા ઢોરોના મામલે પોલીસ કમિશ્નર રાજૂ ભાર્ગવે જાહેરનામુ બહાર પાડી જાહેર માર્ગ કે ફૂટપાથ પર ઘાસચારો વેચવા પર પ્રતિબંધ મૂકયો છે. જેનો ભંગ કરનાર સામે કાર્યવાહીનો આદેશ આપ્યો છે. આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ રાજયમાં કુલ 52 હજાર 62 જેટલા ઢોર હોવાનો અંદાજ છે 8 મહાનગરપાલિકામાં 31952, 156 નગરપાલિકામાં 20110 ઢોર છે રાજયમાં અત્યાર સુધીમાં 33806 ઢોર પકડવામાં આવ્યા છે. ચાલુ વર્ષ રાજયમાં 8 મહાનગરોમાં 10437 ઢોર પકડવામાં આવ્યા છે.રખડતા ઢોર અંગે 8 મહાનગરોમાં 841 ફરિયાદ જયારે 156 પાલિકામાં 3 ફરિયાદ નોંધાઈ છે. હાઈકોર્ટના આકરા વલણ બાદ ભાવનગર મનપાએ 4 દિવસમાં 18 રખડતા ઢોર પકડયા છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે રખડતા ઢોર મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. ત્યારે હાઈકોર્ટે વહીવટી તંત્રનો ઉધડો લેતા કહ્યું હતું કે આ મામલે માત્ર ફરિયાદો જ થાય છે કે ધરપકડો પણ કરાય છે, દર વખતે આંસુ સારવાથી કામ નહીં ચાલે, ઢોર પાર્ટી પર હુમલો કરનારા સામે ફરિયાદ નોંધો.
ગુજરાત હાઈકોર્ટે ત્રણ દિવસમાં કામગીરી કરી રખડતા ઢોરને રસ્તા પરથી દૂર કરવા આદેશ કર્યા હતા તેમ છતા તંત્રની કામગીરી કાગળ પર ચાલી રહી હોય તેવું લાગે છે. કારણ કે અમદાવાદના પોશ વિસ્તારોમાં હજુપણ રખડતા ઢોર લોકોને પરેશાન કરી રહ્યા છે. લોકોની ફરિયાદ છે કે તંત્ર હજુ રખડતા ઢોરને પકડવામાં ઢીલાશ રાખી રહ્યું છે, જેને લઈને હાઈકોર્ટે પાલિકાઓને ઢોર પકડવા કડક કાર્યવાહી કરવાની સૂચના આપી છે.

Related posts

દર્શન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની કાર ખીણમાં ખાબકી, ૮ શ્રદ્ધાળુઓના મોત

saveragujarat

તાંત્રિકે મહિલા સાથે છેતરપિંડી કરીને લાખો રૂપિયા પડાવ્યા

saveragujarat

યુકેના વડાપ્રધાન બોરીસ જોન્સનનું શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાને ધવલરંગી પાઘ બંધાવી તથા વિશ્વ પ્રસિદ્ધ શ્રી મુક્તજીવન સ્વામીબાપા પાઈપ બેન્ડે કર્ણપ્રિય સુમધુર સૂરાવલી રેલાવી સ્વાગત કર્યું…

saveragujarat

Leave a Comment