Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

અમદાવાદ-સુરેન્દ્રનગરમાં રેવ પાર્ટી કરવા મંગાવતા ડ્રગ્સ

સવેરા ગુજરાત,અમદાવાદ,તા.૨૮
અમદાવાદ શહેરના ભુદરપુરા વિસ્તારમાંથી કોકેઈન ઝડપાયુ છે. અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે દરોડો પાડ્યો હતો, જેમાં કોકેઈનનો જથ્થો હાથ લાગ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે એક યુગાન્ડાની યુવતી સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચે ઝડપેલા ૫૨ ગ્રામ કોકેઈન મામલે મોટા ખુલાસા થયા છે. યુગાન્ડાની યુવતી મારફતે કોકેઈનનો જથ્થો મુંબઈ થઈને અમદાવાદ લાવવામાં આવતો હતો. યુગાન્ડાની પેડલર પેટામાં કામ કરી રહી છે અને તેની ઉપર એક મુખ્ય પેટલર છે, જેના નામ આધારે તપાસ શરુ કરવામાં આવી હોવાના ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ચૈતન્ય મંડલીકે મીડિયાને બતાવ્યુ હતુ.આરોપીઓએ મોટો ખુલાસો કરતા બતાવ્યુ હતુ કે, તેઓ ફાર્મ હાઉસમાં કરવામાં આવતી રેવ પાર્ટી માટે આ કોકેઈન મંગાવતા હતા. અમદાવાદ અને સુરેન્દ્રનગર વિસ્તારમાં આવેલા ફાર્મ હાઉસમાં રેવ પાર્ટીઓ યોજવામાં આવતી હતી. જેમાં યુવાનોને કોકેઈન આપવામાં આવતુ હતુ.બાતમીના આધારે ભુદરપુરા ચાર રસ્તા નજીક યુગાન્ડાની મહિલા પેડલર અસીમુલ ઉર્ફે કેલી રિચેલ, શાલીન શાહ અને આદિત્ય ઉર્ફે બ્લેકી પટેલની ધરપકડ કરી છે.. મહિલા ડ્રગ્સ પેડલર પાસેથી ૫૦ ગ્રામ કોકેઈનનો જથ્થો, ૩.૨૯ લાખની રોકડ,કાર મળી કુલ ૨૯ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ વિદેશી મહિલા પેડલર અસીમુલ ઉર્ફે કેલી મુંબઈ થી કોકેન લઈને શાલીન અને આદિત્યને આપવા આવી તે સમયે ગાડીમાં જ ડ્રગ્સ આપતા જ ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધા હતા. આરોપી આદિત્ય અને શાલીન બંન્ને મિત્રો અમદાવાદના જુદા જુદા ફાર્મ હાઉસમાં રેવ પાર્ટીનું આયોજન કરતા હતા. આ પાર્ટીમાં આવનાર લોકો પાસેથી વ્યક્તિ દીઠ ૨૫ હજાર લેતા હતા.અને પાર્ટી માં આવનાર યુવાનોને કોકેઈન ડ્રગ્સ આપીને નશો કરાવતા હતા. આ બન્ને આરોપીઓ રેવ પાર્ટી યોજીને અનેક યુવાધનને ડ્રગ્સના રવાડે ચઢાવ્યા હોવાનું ખુલ્યું છે..પકડાયેલ આરોપી શાલીન શાહ અને આદિત્ય પટેલની પૂછપરછમાં ખુલ્યું કે તેઓ મિત્ર વર્તુળ માટે છેલ્લા ચાર વર્ષથી રેવ પાર્ટીનું આયોજન કરતા હતા. તેઓ મહિનામાં બે વખત કોકેઈન ડ્રગ્સનો જથ્થો મંગાવીને પાર્ટી કરતા હતા. અત્યાર સુધીમાં ૫૦થી વધુ વખત રેવ પાર્ટીનું આયોજન કરી ચુક્યા છે. તપાસમાં ખુલ્યું છે કે આરોપી આદિત્ય પટેલ મુંબઈ ખાતે રહેતા નાઈઝીરિયન ડ્રગ્સ માફિયા સિલ્વેસ્ટરને કોકેન ડ્રગ્સનો ઓર્ડર આપતો હતો. અને સિલવેસ્ટર મુંબઈથી ડ્રગ્સ પેડલર મારફતે કોકિન અમદાવાદ મોકલતો હતો.જેમાં છેલ્લા ૮ વખતથી યુગાન્ડાની ડ્રગ્સ પેડલર મહિલા અમદાવાદ કોકેઈન ડ્રગ્સ આપવા આવી છે. જેની પૂછપરછ માં ડ્રગ્સ ડીલીવરી કરવા માટે એક ટ્રીપના ૧૦ હજાર મળતા હતા. અને તે બસ કે ટ્રેન મારફતે અમદાવાદ આવતી હતી. આ યુગાન્ડાની યુવતી મેડિકલ વિઝા પર ઇન્ડિયા આવી હતી અને છેલ્લા પાંચ વર્ષથી ગેરકાયદેસર ભારતમાં રહેતી હોવાનું ખુલ્યું છે. અને તેની મિત્રના પાસપોર્ટ પર અલગ અલગ હોટલમાં રોકાણ કરતી હતી.ક્રાઇમ બ્રાન્ચે રેવ પાર્ટીમાં આવનાર યુવકોની માહિતી મેળવીને તેમની પૂછપરછ શરૂ કરી છે. પકડાયેલ આરોપી આદિત્ય પટેલ પોતે દૂધની ડેરી ચલાવે છે જ્યારે શાલીન શાહ ઇલેક્ટ્રિકના વ્યવસાય સાથે જાેડાયેલ છે. બંન્ને વર્ષોના મિત્રો હતા. અને પૈસા કમાવવા તેમજ નશાની લતને લઈને તેઓએ રેવ પાર્ટીની શરૂઆત કરી હતી. અગાઉ આદિત્ય પ્રોહીબિશનના ગુનામાં પણ ઝડપાયો હતો. આ ઉપરાંત રેવ પાર્ટી ક્યાં ક્યાં ફાર્મ હાઉસમાં આયોજન કરવામાં આવ્યું છે અને આ બંન્ને સિવાય અન્ય કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કે નહીં તે મુદ્દે વધુ પૂછપરછ શરૂ કરી છે..

Related posts

બાગેશ્વરધામ બાબાના દરબારમાં અરજી લગાવવા ગયેલી મહિલાનું મોત

saveragujarat

જગવિખ્યાત અંબાજી ખાતે ટેરેસ ગાર્ડન માં મળેલ અદભુત પરીણામ

saveragujarat

જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓની હડતાળ સમેટાઇ

saveragujarat

Leave a Comment