Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતરાજકીય

ગુજરાતમાં ૧૦ હજાર કરોડની એક્સાઇઝ ચોરી થાય છે ત્યાં રેડ પડતી નથી ઃ મનીષ સિસોદીયા

ન્યુ દિલ્હી તા. ૨૦
દિલ્હીના ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે ભાજપને અરવિંદ કેજરીવાલથી પરેશાની છે. કેજરીવાલને રોકવા માટે આ બધુ થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે પીએમ મોદી અરવિંદ કેજરીવાલને સારા કામ કરતા રોકવાની કોશિશ કરી રહ્યા છે. આ ઉપરાંત સિસોદિયાએ ગુજરાતમાં તાજેતરમાં જ જે કેમિકલ કાંડ થયો તેનો પણ ઉલ્લેખ કરીને નિશાન સાધ્યું.
સિસોદિયાએ કહ્યું કે મુદ્દો દારૂ કૌભાંડનો છે જ નહીં. તેમને દારૂના કૌભાંડની ચિંતા નથી. જાે તેમને દારૂના કૌભાંડની ચિંતા હોત તો ગુજરાતમાં દર વર્ષે ૧૦,૦૦૦ કરોડ રૂપિયાની એક્સાઈઝ ચોરી થાય છે. જાે મુદ્દો દારૂ કૌભાંડનો હોત તો સીબીઆઈ ગુજરાતમાં હોત, જાે મુદ્દો ભ્રષ્ટાચારનો હોત તો સીબીઆઈ બુંદેલખંડ એક્સપ્રેસ વે કૌભાંડની તપાસ કરત. તેમની પરેશાની એ છે કે કેજરીવાલ ને રાષ્ટ્રીય વિકલ્પ તરીકે જાેવામાં આવી રહ્યા છે.
મનિષ સિસોદિયાએ દિલ્હીની નવી એક્સાઈઝ પોલીસીના વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે દિલ્હી મોડલના વખાણ કર્યા. દિલ્હીની નવી એક્સાઈઝ પોલીસી બેસ્ટ પોલીસી છે. એક્સાઈઝ પોલીસીમાં કોઈ કૌભાંડ થયું નથી. સારા કામો થતા રોકવાની કોશિશ થઈ રહી છે. તેમણે કહ્યું કે સત્યેન્દ્ર જૈન પહેલેથી જેલમાં છે, હું પણ બે-ત્રણ દિવસમાં ધરપકડ થઈશ. શિક્ષણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રમાં કામ રોકવાનું ષડયંત્ર થઈ રહ્યું છે. સીબીઆઈના દરોડા પરથી બોલતા સિસોદિયાએ કહ્યું કે અમારા પર દરોડા માટે સીબીઆઈને ઉપરથી આદેશ અપાયો. મારા પરિવારને કોઈ અસુવિધાન ન થવા દેવા બદલ હું સીબીઆઈનો આભાર જતાવવા માંગુ છું. તેમણે કહ્યું કે દિલ્હીની આબકારી નીતિ સંપૂર્ણ પારદર્શકતાની સાથે લાગૂ કરાઈ હતી, કોઈ કૌભાંડ થયું નથી. તેમણે કહ્યું કે આ લોકોને કૌભાંડની ચિંતા નથી,આ લોકોની ચિંતા અરવિંદ કેજરીવાલ છે. જેમને જનતા પ્રેમ કરે છે અને જે રાષ્ટ્રીય સ્તરે એક વિકલ્પ તરીકે ઊભર્યા છે. તેઓ અરવિંદ કેજરીવાલને રોકવા માંગે છે, જેમના દ્વારા શિક્ષણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રમાં કરાયેલા કામની દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે. પ્રેસ કોન્ફરન્સમાં મનિષ સિસોદિયાએ કહ્યું કે એક્સાઈઝ પોલીસી કે ભ્રષ્ટાચારનો મુદ્દો જ નથી, એક્સાઈઝ પોલીસીના ભ્રષ્ટાચારની વાત હોત તો ગુજરાતમાં રેડ પડત. ગુજરાતમાં થઈ ગઈ, ૧૦,૦૦૦ કરોડની એક્સાઈઝની ચોરી થાય છે, ત્યાં સીબીઆઈ-ઈડી રેડ નથી કરતી, અસલ મુદ્દો ફક્ત અરવિંદ કેજરીવાલજીને રોકવાનો છે. વધુમાં તેમણે કહ્યું કે ૩-૪ દિવસમાં આ લોકો મારી ધરપકડ કરી લેશે. પરંતુ અમે ભગત સિંહના ફોલોઅર્સ છીએ. અમે ડરવાના નથી.

Related posts

હવે તમને ભારતીય ક્રિકેટ ટીમની જર્સી તથા અન્ય એસેસરીઝ ઓનલાઇન શોપિંગ વેબસાઈટ પર જોવા મળશે, જાણો શું હશે કિંમત ?

saveragujarat

લીંબુના ભાવ ફરી વધ્યા : લોકલ દેશી ક્વોલિટીના મણના રૂા.4000 થી 5000

saveragujarat

અમદાવાદનો 162મા જન્મદિવસની મણિનગર કલબના સભ્યો દ્વારા કરાઈ ઉજવણી

saveragujarat

Leave a Comment