Savera Gujarat
Other

મેઘમહેરના પ્રકોપથી દક્ષિણ ગુજરાત ૩૦ અને સૌરાષ્ટ્રની ૧૧૮ એસ.ટી બસની ટ્રીપો રદ

સવેરા ગુજરાત, ગાંધીનગર,તા.૧૨
ગુજરાતમાં વરસાદની ભારે તાબાહી ના કારણે એસ.ટી.પરિવહન વિભાગ પણ પ્રભાવિત થયો છે એટલું જ નહીં ભારે વરસાદના કારણે નેશનલ હાઈવે હાઇવે પંચાયત હસ્તકના માર્ગ તેમજ અન્ય માર્ગ બંધ કરવાથી એસટી બસો પણ પોતાના નિયત રૂટ ઉપર જઈ શકી નથી જેના કારણે એસટી નિગમને અંદાજિત ૩ કરોડથી વધુ ની આવક ગુમાવવાનો વારો આવ્યો છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર વિભાગના જણાવ્યા અનુસાર આજની સ્થિતિએ રાજ્યના ૩૩ જિલ્લામાં દૈનિક ફરતી ૧૪૬૧૦ રૂટ ઉપરની ૪૧૦૬૩ ટ્રીપો માં ૭૩ રૂટ બંધ કરવામાં આવતાં ૨૨૯ ટ્રીપ રદ કરી હતી. જયારે હાલમાં માત્ર ૧૧ રૂટની ૨૮ ટ્રીપો જ પૂર્વવત થઈ શકી છે જ્યારે હજુ પણ ૬૨ રૂટની ૨૦૧ ટ્રીપ શરૂ થવાની બાકી છે. ઉલ્લેખનીય છે કે, મેઘતાંડવ થી એસટી ની દૈનિક આવકમાં પણ ઘટાડો નોંધાયો છે ત્યારે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ના જણાવ્યા અનુસાર આ રૂટો બંધ થવાથી એસટી નિગમને અંદાજિત ૩૧૬૩૮૩.૬૪ એટલે કે ત્રણ કરોડથી વધુની આવક ગુમાવવી પડી છે. વધુમાં એસ.ટી.નિગમનાં સૂત્રોમાંંથી પ્રાપ્ત થતી વિગતો મૂજબ ભારે વરસાદના કારણે આજરોજ દક્ષિણ ગુજરાતના નવસારી-વલસાડ-વધઈ અને સાપુતારાની કુલ-૧૧૮ ટીમો બંધ રહેવા પામી હતી. આ ઉપરાંત રાજકોટ એસ.ટી.વિભાગનાં, જામકંડોરણા સહિતનાં ૩૦ ગ્રામ્ય રૂટો આજે બંધ રહેવા પામ્યા હતાં.

Related posts

સુરતમા સિગરેટ પર પ્રતિબંધનુ જાહેરનામુ કમિશ્નરે બહાર પાડ્યું-સિગરેટના શોખીનો માટે સજ્જડ સકંજો

saveragujarat

ભૂચર મોરીનાં યુદ્ધ વિશે કવિ આદિત્ય જામનગરી રચિત દિર્ધ કાવ્ય જીત ગયે ઇતિહાસ પ્રકાશિત કરાઈ.

saveragujarat

ક્રાઈમ બ્રાન્ચે રખિયાલ પાસે નકલી CBI ઓફિસર ઝડપ્યો

saveragujarat

Leave a Comment