Savera Gujarat
Other

વડાપ્રધાન મોદીનું રાજકોટ એરપોર્ટ પર ઉતરાણ : ભવ્ય સ્વાગત

સવેરા ગુજરાત/ રાજકોટ તા.28

પોણા ચાર વર્ષ બાદ રાજકોટ આવેલા વડાપ્રધાન અને લોકલાડીલા નેતા નરેન્દ્ર મોદીએ આટકોટનાં કાર્યક્રમમાં હાજરી આપતા પૂર્વે રાજકોટમાં એરપોર્ટ ખાતે ઉતરાણ કર્યું હતું. ભારતીય વાયુસેનાના ખાસ વિમાનમાં દિલ્હીથી સીધા રાજકોટ આવી પહોંચેલા વડાપ્રધાન મોદીનું એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ વગેરેએ સ્વાગત કર્યું હતું.
એરપોર્ટથી તેઓ હેલિકોપ્ટર મારફત આટકોટ પહોંચ્યા હતાં. આટકોટમાં લેઉવા પટેલ સમાજની હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. મોદીની મુલાકાતથી સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રચંડ ઉત્સાહ સર્જાયો હોય તેમ આટકોટમાં બે લાખથી વધુની માનવમેદની ઉમટી પડી હતી અને સર્વત્ર મોદીમય માહોલ સર્જાયેલો રહ્યો હતો. લોકલાડીલા નેતાની ઝલક મેળવવા અને તેમના સંબોધન સાંભળવા માટે યુવા વર્ગ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો.
મોદીનાં આગમન પૂર્વેનું વાતાવરણ પણ ‘મોદીમય’ જ બની રહ્યું હોય તેમ સમાન કપડા અને વેશભૂષામાં સજ્જ યુવતીઓએ સેલ્ફી લીધી હતી અને મોદી તરફી સમર્થનનો પરિચય આપ્યો હતો. આ જ રીતે યુવાનો પણ મોદીની તસવીર સાથેના ટી-શર્ટ પહેરેલો નજરે ચડતા હતા. યુવાવર્ગમાં મોદી તરફી જબરજસ્ત જોશ જોવા મળ્યો હતો.

Related posts

અમદાવાદના GMDC ખાતે મારુ ગામ-મારુ ગુજરાત અંતર્ગત માન.વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી માર્ગદર્શન આપ્યું

saveragujarat

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૬ મું અંગદાન

saveragujarat

રામના અસ્તિત્વ સામે પ્રશ્ન સર્જાયેલા, અમે આ હીનભાવનાની બેડી તોડી

saveragujarat

Leave a Comment