Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

ગુજરાત શિક્ષણ ાવિભાગ દ્વારા ૧૫૦૦ શિક્ષકો માટે ભરતીની અમૂલ્ય તક

સવેરા ગુજરાત, અમદાવાદ તા. ૨૭
રાજ્ય સરકારના શિક્ષણ વિભાગની મહત્વની જાહેરાત કરવામાં આવી છે. સ્પેશિયલ એજ્યુકેટરની ૧૫૦૦ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરાઈ છે. સમગ્ર શિક્ષા – શિક્ષણ વિભાગ અંતર્ગત જિલ્લાઓમાં ક્લસ્ટર, કક્ષાએ દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે જુદી જુદી ૩ કેટેગરીમાં ભરતીની જાહેરાત કરાશે. સર્વ શિક્ષા અભિયાન, ગુજરાતે પોતાની વેબસાઈટ પર વિશેષ શિક્ષકના પદ માટે ભરતી માટે ઓનલાઈન એપ્લિકેશન પ્રોસેસ શરૂ કરવામાં આવી છે. તમામ ઈચ્છુક ઉમેદવારો /http://ssarms.gipl.in/ પર ઓનલાઈન એપ્લિકેશન કરી શકો છે. ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખ ઃ ૨૬/૦૫/૨૦૨૨ થી ૦૮/૦૬/૨૦૨૨ છે. ભરતી અભિયાન અંતર્ગત વિવિધ વિભાગોમાં ૧૫૦૦ ખાલી જગ્યા પર ભરતી કરવામાં આવશે. આ માટે અધિકારીક વેબસાઈટ પર વધુ માહિતી આપવામાં આવી છે. ઓનલાઈન એપ્લિકેશન ૨૬ મે, ૨૦૨૨ થી લઈને ૮ જૂન, ૨૦૨૨ સુધી કરી શકાય છે.
સ્પેશિયલ એજ્યુકેટર (સીપી) – ૪૩ પદ, સ્પેશિયલ એજ્યુકેટર (એમડી) – ૫૩૦ પદ, સ્પેશિયલ એજ્યુકેટર (આઈડી/એમઆર) – ૯૨૭ પદ કેટલો પગાર મળશે. સ્પેશિયલ એજ્યુકેટર (સીપી) ના પદ પર સિલેક્ટ થનારા ઉમેદવારને ૧૫૦૦૦ રૂપિયા પ્રતિ મહિના પગાર આપવામાં આવશે. તેની સાથે જ સ્પેશિયલ એજ્યુકેટર (એમડી) માટે ઉમેદવારને ૧૫૦૦૦ રૂપિયા પ્રતિ મહિના પગાર મળશે. તો સ્પેશિયલ એજ્યુકેટર (આઈડી/એમઆર) ને પણ આટલો જ પગાર જાહેર કરવામા આવ્યો છે. ઈચ્છુક ઉમેદવાર ૨૬ મેથી ૮ જૂન ૨૦૨૨ સુધી પોતાનુ ફોર્મ ઓનલાઈન જમા કરાવી શકે છે.

Related posts

ભાજપે ૧૫ જૂન સુધી નિર્ધારિત કાર્યક્રમો આખરે મોકૂફ રાખ્યા

saveragujarat

વિધાનસભા રાજ્યમાં મસાલા પાક જીરાના ઉત્પાદન અને વાવેતર મુદ્દે કોંગ્રેસે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ ને ભીંસમાં લીધા હતા

saveragujarat

ગુજરાતના શહેરોની વિકાસ વૃધ્ધિની દિશામાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલનું વધુ એક કદમ

saveragujarat

Leave a Comment