Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતરાજકીયવિદેશ

રાજકિય ધમાસણ વચ્ચે આખરે હાર્દિક પટેલે કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપી સોનિયા ગાંધીને પત્ર લખી વેદના ઠાલવી

સવેરા ગુજરાત, અમદાવાદ તા. ૧૮
ગુજરાતમાં એકતરફ વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. તમામ પક્ષો ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે. ત્યારે હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેતાં વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. છેલ્લા કેટલાક સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી કે હાર્દિક પટેલ હાથનો સાથે છોડી શકે છે. ત્યારે આખરે આજે હાર્દિક પટેલે સત્તાવાર જાહેરાત કરી દીધી છે. રાજીનામાની જાહેરાત સાથે જ હાર્દિક પટેલે ટ્‌વીટ કરીને પોતાનું રાજીનામાનો પત્ર જાહેર કર્યો છે. જેમાં સ્ફોટક ખુલાસા કરવામાં આવ્યા છે. આ પત્ર સોનિયા ગાંધીને ટાંકીને લખવામાં આવ્યો છે. આવો જાણીએ હાર્દિક પટેલે આ પત્રમાં શું લખ્યું છે. હાર્દિક પટેલે પોતાના પત્રની શરૂઆતમાં લખ્યું કે ‘આ ૨૧મી સદી છે અને ભારત વિશ્વનો યુવા દેશ છે. દેશના યુવાનો એક સક્ષમ અને મજબૂત નેતૃત્વ ઇચ્છે છે. છેલ્લા ત્રણ વર્ષોથી મેં જાેયું છે કે કોંગ્રેસ પાર્ટી ફક્ત વિરોધની રાજનિતી સુધી સિમિત રહી ગઇ છે. જાેકે દેશના લોકોને વિરોધ નહી પરંતુ એક એવો વિકલ્પ જાેઇએ છે જે તેમના ભવિષ્ય વિશે વિચારે, દેશને આગળ લઇ જવાની ક્ષમતા ધરાવતો હોય.
આગળ તેમણે લખ્યું કે અયોધ્યામાં પ્રભુશ્રી રામનું મંદિર હોય, ઝ્રછછ-દ્ગઇઝ્ર નો મુદ્દો હોય, જમ્મૂ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ દૂર કરવાની હોય અથવા જીએસટી લાગૂ કરવાના જેવા ર્નિણયો હોય, દેશ લાંબા સમયથી આ ર્નિણયોનું સમાધાન ઇચ્છતો હતો અને કોંગ્રેસ તેમાં વિધ્ન ઉભું કરવાનું કામ કરતી હતી. ભારત દેશ હોય, ગુજરાત હોય કે મારો પટેલ સમાજ હોય, દરેક મુદ્દા પર કોંગ્રેસનું સ્ટેન્ડ ફક્ત કેન્દ્ર સરકારનો વિરોધ કરવા સુધી સિમિત રહ્યું છે. કોંગ્રેસને લગભગ દેશના દરેક રાજ્યની જનતાએ રિજેક્ટ કરી છે કારણ કે કોંગ્રેસ પાર્ટી અને પાર્ટીનું નેતૃત્વ જનતા સમક્ષ એક બેસિક રોડમેપ સુધી પ્રસ્તુત કરી શકી નથી. કોંગ્રેસ પાર્ટીના ટોચના નેતૃત્વમાં કોઇપણ મુદ્દા પ્રત્યે ગંભીરતાની ઉણપ એક મોટો મુદ્દો રહ્યો છે. હું જ્યારે પણ કોંગ્રેસ પાર્ટીના ટોચના નેતૃત્વને મળ્યો તો મને લાગ્યું કે નેતૃત્વનું ધ્યાન ગુજરાતના લોકો અને પાર્ટીની સમસ્યાઓ સાંભળવાના બદલે મોબાઇલ અને બાકીની વસ્તુઓ પર રહ્યું છે. જ્યારે પણ દેશ સંકટમાં હતો અથવા કોંગ્રેસને નેતૃત્વની સૌથી મોટી જરૂર હતી ત્યારે આપણા નેતાઓ વિદેશમાં હતા. ટોચના નેતૃત્વનું વર્તન ગુજરાત પ્રત્યે એવું છે, જાણે કે ગુજરાત અને ગુજરાતીઓથી નફરત હોય. એવામાં કોંગ્રેસ કેવી રીતે અપેક્ષા રાખી શકે કે ગુજરાતના લોકો તેમને વિકલ્પના રૂપે જુએ? દુખ થાય છે કે જ્યારે અમારા જેવા કાર્યકર્તા પોતાના ખર્ચે ગાડી દ્રારા ૫૦૦-૬૦૦ કિલોમીટર દૂર યાત્રા કરે છે, જનતા વચ્ચે જાય છે અને જુએ છે કે ગુજરાતના મોટા નેતા તો જનતાના મુદ્દાથી દૂર ફક્ત એ વાત પર ધ્યાન આપે છે કે દિલ્હીથી આવેલા તેમના નેતાઓને તેમનું ચિકન સેન્ડવીચ સમયસર મળ્યું છે કે નહી. જ્યારે પણ હું યુવાનોની વચ્ચે ગયો ત્યારે તેમણે કહ્યું કે તમે એવી પાર્ટીમાં કેમ છો, જે દરેક પ્રકારે ગુજરાતીઓનું અપમાન કરે છે. પછી ભલે તે ઉદ્યોગ ક્ષેત્રે હોય, ધાર્મિક ક્ષેત્રે હોય કે પછી રાજકીય ક્ષેત્રે હોય. મને લાગે છે કે કોંગ્રેસ પાર્ટીએ યુવાનોનો વિશ્વાસ તોડ્યો છે, જેના કારણે આજે કોઇપણ યુવાન કોંગ્રેસ સાથે જાેવા મળતો નથી.
મારે ખૂબ જ દુખ સાથે કહેવું પડે છે કે આજે ગુજરાતમાં દરેક જણ જાણે છે કે કઇ રીતે કોંગ્રેસના મોટા નેતાઓએ જાણીજાેઇને ગુજરાતની જનતાના મુદ્દાઓને નબળા પાડ્યા છે અને પોતે મોટા આર્થિક લાભ લીધા છે. રાજકીય વિચારધારા અલગ હોઇ શકે છે પરંતુ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ દ્વારા વેચાઇ જવું ગુજરાતની જનતા સાથે દગો છે. રાજકારણ સક્રિય વ્યક્તિનો ધર્મ હોય છે કે તે જનતા માટે કામ કરતો રહે. પરંતુ અફસોસની વાત છે કે કોંગ્રેસ પાર્ટી ગુજરાતની જનતા માટે કંઇ સારું કરવા માંગતી નથી. એટલા માટે ગુજરાત માટે હું કંઇક કરવા માંગતો હતો ત્યારે પાર્ટી મારો તિરસ્કાર કર્યો. મેં ક્યારે વિચાર્યું ન હતું કે કોંગ્રેસ પાર્ટીનું નેતૃત્વ આપણા પ્રદેશ, આપણા સમાજ અને ખાસકરીને યુવાનો માટે આ પ્રકારનો દ્રેષ મનમાં રાખે છે. આજે હું હિંમત કરીને કોંગ્રેસ પાર્ટીના તમામ પદેથી રાજીનામું આપું છું. મને વિશ્વાસ છે કે મારા ર્નિણયનું સ્વાગત મારા મિત્રો અને ગુજરાતની જનતા કરશે. મને વિશ્વાસ છે કે મારા આ ર્નિણય બાદ ભવિષ્યમાં સકારાત્મક રીતે કાર્ય કરી શકીશ. જનતા દ્વારા મળેલા પ્રેમનું ઋણ ચૂકવવા માટે હું સદૈવ પ્રયત્ન કરતો રહીશ.

Related posts

જામનગર દરબારગઢ પોલીસ ચોકી સ્ટાફએ વિદેશી દારૂ સાથે એકને કાર સહિત ઝડપી પાડ્યો.

saveragujarat

જીએસટીનો ૧૨-૧૮ ટકાનો સ્લેબ મર્જ કરવાની શક્યતા

saveragujarat

લખનૌને હરાવી ચેન્નઈએ પ્રથમ જીતનું ખાતું ખોલાવ્યું

saveragujarat

Leave a Comment