Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતરાજકીયવિદેશ

વિશ્વ બેંક દ્વારા ગુજરાત રાજ્યમાં પ્રથમ વખત આરોગ્યક્ષેત્રે સહાય આપવામાં આવી


સવેરા ગુજરાત, અમદાવાદ તા. ૧૮
વર્લ્‌ડ બેન્કના પ્રતિનિધી મંડળે આજે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની સૌજન્ય મુલાકાત લીધી હતી. વર્લ્‌ડ બેન્ક તરફથી ગુજરાત રાજ્યમાં આરોગ્ય સુવિધાઓ અને સેવાઓને વધુ શ્રેષ્ઠ બનાવવા જીઇઈજી્‌ૐછ ગુજરાત પ્રોજેક્ટ અંતર્ગત ૩૫૦ મિલિયન ડોલરની સહાય મંજૂર કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત આવનારા સમયમાં ગુજરાત રાજ્યમાં આરોગ્યક્ષેત્રે કરવામાં આવનારી કામગીરી અંગે વર્લ્‌ડ બેન્કની ટીમ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ સહિત રાજ્ય આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ સાથેની ચર્ચા દરમિયાન વર્લ્‌ડ બેન્કના પ્રતિનિધિઓએ ગુજરાતના આરોગ્યમાળખાની પ્રશંશા કરીને રાજ્ય આરોગ્ય સેવાઓને ઉત્તમ થી સર્વોત્તમ તરફ લઇ જવાની ગુજરાત સરકારની નેમમાં સહભાગી થવા ઇચ્છા દર્શાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, જીઇઈજી્‌ૐછ ગુજરાત પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યની સ્વાસ્થ્ય પ્રણાલિની ગુણવત્તામાં સુધાર લાવવા, આરોગ્ય સેવાઓનો લાભ સરળતાથી ગ્રામીણ અને શહેરીજનો સુધી પહોંચે તે માટે સેવાઓનું વિસ્તરણ કરવું, રાજ્યની રોગચાળા અટકાયત પ્રણાલીને સુદ્રઢ બનાવવી, રાજ્યમાં બિનચેપીરોગો અને માનસિક રોગોની સેવાઓની ગુણવત્તા વધારીને તેનો વ્યાપ વધારવો અને માતા અને બાળ પોષણસેવાઓની ગુણવત્તાને સુધારીને તેને વિસ્તરણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જે પ્રોજેક્ટ માટે પંચવર્ષિય કુલ ખર્ચ આશરે ૫૦૦ અબજ ડોલર એટલે કે ૩૭૫૦ કરોડ કરવામાં આવશે. જેમાં વર્લ્‌ડ બેન્ક દ્વારા ૩૫૦ અબજ ડૉલર એટલે કે ૨૬૨૫ કરોડ ની સહાય આપવામાં આવશે. જ્યારે ગુજરાત દ્વારા પાંચ વર્ષમાં રૂપિયા ૧૧૨૫ કરોડનો ખર્ચ કરવામાં આવશે. ગુજરાતની મુલાકાતે વિશ્વ બેંકના સભ્યોમાં રાહુલ પાંડે, (ટાસ્ક ટીમ લીડર, શ્રેષ્ઠ-જી અને ઓપરેશન્સ ઓફિસર, વિશ્વ બેંક, નવી દિલ્હી) એન્ડ્રૂ સુનિલ રાજકુમાર, (કો-ટાસ્ક ટીમ લીડર, શ્રીસ્થા-જી, સિનિયર ઇકોનોમિસ્ટ (હેલ્થ), વર્લ્‌ડ બેંક, વોશિંગ્ટન ડીસી) ડો.(કુ.) એલિના પ્રધાન, (સિનિયર હેલ્થ સ્પેશ્યાલિસ્ટ, વર્લ્‌ડ બેંક, વોશિંગ્ટન ડીસી) ડો. ગુરુ રાજેશ જેમી, (આરોગ્ય નિષ્ણાત, વિશ્વ બેંક, નવી દિલ્હી) ડો. (કુ.) નવનીત મનચંદા, (હેલ્થ ઇકોનોમિસ્ટ, વર્લ્‌ડ બેંક, નવી દિલ્હી) એ આરોગ્યમંત્રી આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ , આરોગ્ય કમિશ્રર શાહમિના હુસેન સાથે પ્રોજેક્ટ અંગે વિગતવાર ચર્ચા કરી હતી.

Related posts

અરવલ્લીઃભિલોડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સભ્ય નોંધણી ઝુંબેશ હાથ ધરવામાં આવી

saveragujarat

કોરોનાના જોખમ સામે સરકાર એલર્ટ: મનસુખ માંડવિયાની રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે બેઠક

saveragujarat

દેશના વિકાસમાં સુરતનો ડાયમંડ ઉદ્યોગ ખૂબ અગત્યનો

saveragujarat

Leave a Comment