Savera Gujarat
Other

સ્ટેટ મોનીટરીંગ સેલનો સપાટો. અમદાવાદ શહેરના રખીયાલ ખાતે કરવામાં આવી રેડ.

સવેરા ગુજરાત/અમદાવાદ તા.૨૮

ગુજરાત પોલીસ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને મળેલ બાતમીના આધારે “અમદાવાદ શહેરમાં અર્બનનગર રખીયાલ બાપુનગરમાં રહેતાં મુત્ઝર હુશેન ઉર્ફે પપી નાજીર હુશેન શેખ નામનો માણસ મકાન ભાડે રાખીને બે માણસો પગારદાર તરીકે રાખી મકાનની અંદર ગેર કાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો રાખી સદર જગ્યાએ ગેરકાયદેસર રીતે દારૂનું વેચાણ કરે છે” તે માહિતી આધારે તા. ૨૭ના રોજ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા રેઈડ કરી, ભારતીય બનાવટની વિદેશી દારૂ, કુલ કિં.રૂ. ૩,૪૨૫/- તથા અન્ય મળી કુલ રૂપિયા ૧,૩૨,૧૧૫/- નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પકડાયેલ ૦૭ આરોપીઓ તથા વોન્ટેડ ૦૨ આરોપીઓ વિરુધ્ધ અમદાવાદ શહેરના રખીયાલ પો.સ્ટે. ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. પકડાયેલ ૦૭ આરોપીઓ તથા વોન્ટેડ ૦૨ આરોપીઓ પાસેથી રૂ . ૩,૪૨૫ / – કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા અન્ય મળીને કુલ રૂ . ૧.૩૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

Related posts

મોદીની હત્યા માટે ૨૦ કિલો આરડીએક્સ મોકલ્યાની ધમકી

saveragujarat

હોળી ઈફેક્ટઃ ઉત્તર ભારત તરફ જતી તમામ ટ્રેન હાઉસફુલ

saveragujarat

પ્રેમીને પામવા પત્ની પતિને રોજ સ્લો પોઈઝન આપતી હતી

saveragujarat

Leave a Comment