Savera Gujarat
Other

હવે ૬ થી ૧૨ વર્ષના બાળકો માટે ત્રણ વેક્સિનને ઈમરજન્સી એપ્રુવલ અપાઈ

ત્રણેય વેક્સિનને ઈમરજન્સી ઉપયોગ માટે ડ્‌ર્ગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા દ્વારા મંજૂરી મળી : ૧૨ વર્ષથી વધુની ઉંમરવાળા બાળકો માટે ઝાયકોવડીને મંજૂરી મળી છે.

સવેરા ગુજરાત/નવી દિલ્હી,તા.૨૬
સ્કૂલોમાં કોરોનાના વધી રહેલાં કેસને જાેતા સરકારે બાળકો માટે ત્રણ-ત્રણ વેક્સિનને ઈમરજન્સી એપ્રૂવલ આપી છે. ૬થી ૧૨ વર્ષના બાળકો માટે કોવેક્સિનને મંજૂરી આપી દેવામાં આવી છે. હાલ તો કોવેક્સિન પુખ્ત વયના લોકો સિવાય ૧૫થી ૧૮ વર્ષના બાળકોને આપવામાં આવી રહી છે. તો ૫થી ૧૨ વર્ષના બાળકો માટે કોર્બેવેક્સને મંજૂરી મળી છે. ૧૨ વર્ષથી વધુની ઉંમરવાળા બાળકો માટે ઝાયકોવડીને મંજૂરી મળી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ડ્‌ર્ગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીસીજીઆઈ)ને મંગળવારે આ મંજૂરી મળી છે. ત્રણેય વેક્સિનને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ડીસીજીઆઈએ ભારત બાયોચટેકને કહ્યું કે, પહેલાં બે મહિના સુધી દરેક પંદર દિવસમાં સેફ્ટી ડેટા સબમિટ કરવામાં આવે. એ પછી ૫ મહિના સુધી સેફ્ટી ડેટા આપવો પડશે.ડીસીજીઆઈએ ૧૨ વર્ષથી વધુ ઉંમર ધરાવતા બાળકો માટે જાયડસ કેડિલાની ઝાયકોવડીને મંજૂરી આપી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ૫થી ૧૨ વર્ષની ઉંમરવાળા બાળકો માટે કોર્બેવેક્સને ઈમરજન્સી યૂઝ માટે મંજૂરી આપવામાં આવી છે.કોર્બેવેક્સને બેલર કૉલેજ ઓફ મેડિસિન અને બાયોલોજીકલ ઈએ સાથે મળીને ડેવલપ કરી છે. ભારતમાં બાયોલોજીકલ ઈ જ એનું ઉત્પાદન કરશે. આ વેક્સિનને એફકસી ૮૦%-૯૦% વચ્ચે છે. મંગળવારે બેલર કૉલેજના પ્રોફેસર પીટર હોટેજે કહ્યું કે, ૧૫ કરોડ ડોઝનો સ્ટોક હાલ ઉપલબ્ધ છે.ઝાયકોવડી ભારતની જ નહીં પણ વિશ્વની પહેલી ડીએનએ બેઝ્‌ડ કોરોના વેક્સિન છે. આ સિવાય એનો કોર્સ ત્રણ ડોઝનો છે. જ્યારે મોટાભાગના કોરોના વેક્સિન બે ડોઝવાળી છે. આને એક ખાસ પ્રકારના ડિવાઈસ દ્વારા લગાવવામાં આવશે. જાયડસ કેડિલાનો દાવો છે કે, આ મેથડથી વેક્સિન લગાવવાથી કોઈ દુઃખાવો નહીં થાય. કંપનીનો તો એવો દાવો છે કે, આનાથી વેક્સિનની સાઈડ ઈફેક્ટ પણ ઓછી છે.દેશમાં કોરોનાના જે કેસ સામે આવી રહ્યા છે તેમાં લગભગ અડધા કેસ દિલ્લીમાંથી સામે આવ્યા છે. ૨૪ કલાકમાં ૪૧ ટકા કેસ દિલ્હીમાંથી સામે આવ્યા છે. મંગળવારની સવારે જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, છેલ્લાં ૨૪ કલાકમાં કોરોનાના ૨૪૮૩ કેસ નોંધાયા છે. જેમાંથી ૧૦૧૧ કેસ તો માત્ર દિલ્હીમાં નોંધાયા છે. દેશભરમાં ૧૯૭૦ દર્દી રિકવર થયા છે અને સંક્રમણનો દર ૦.૫૫ ટકા છે. મોતનો આંકડો ડરાવી શકે છે, કારણ કે નવા આંકડામાં ૧૩૯૯ દર્દીઓનાં મોત થયા હોવાનો આંકડો સામે આવ્યો છે. પરંતુ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, ૨૪ કલાકમાં માત્ર પાંચ લોકોનાં મોત થયા છે, જ્યારે ૧૩૪૭ લોકોનાં મોતનો આંકડો જૂનો છે. અસમમાંથી વધુ ૪૭ લોકોનાં મોત કેરળ સાથે જાેડવામાં આવ્યા છે. અસમે ૧૩૪૭ લોકોનાં મોતના જૂના આંકડાનું અપડેટ કેન્દ્ર સુધી પહોંચાડ્યું નહોતુ. જેને હાલ જાેડવામાં આવ્યા છે.૨૪ કલાકમાં અહીં કોરોનાથી એક પણ મોત થયું નથી.

Related posts

આખરે ગુજરાત સરકારે પણ આમચી મુંબઈની જેમ આપણી ગુજરાતી ભાષાનુ લખાણ ફરજીયાત કર્યું.

saveragujarat

અમદાવાદ એરપોર્ટના અગાઉના રિ-કાર્પેટીંગમાં જબરી ગેરરીતિનો ઘટસ્ફોટ : ઉચ્ચ અધિકારીઓને છાવરાયા

saveragujarat

ગુજરાતના નેતાઓ માટે ખુશખબર! દેશદ્રોહનો કાયદો હવે થશે ખતમ

saveragujarat

Leave a Comment