Savera Gujarat
Other

પાકિસ્તાનથી આવતુ 280 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

સવેરા ગુજરાત તા.૨૫ /અમદાવાદ :ગુજરાતના દરિયા કિનારે ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત છે. ગુજરાત ATS અને ઇન્ડિયન કોસ્ટગાર્ડે મેગા ઓપરશન કરીને 280 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યુ છે. પાકિસ્તાનથી આવતી બોટમાંથી 56 કિલો ડ્રગ્ઝ ઝડપાયું છે.

કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSનું સૌથી મોટું ઓપરેશન પાર પાડ્યુ છે. જેમાં નાપાક પાકિસ્તાનની સૌથી મોટી પોલ ખુલી છે. પાકિસ્તાનથી આવતા ડ્રગ્સના પેકેટ ઝડપી પાડવામાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય સમુદ્રી સીમા પાસે મોટી કાર્યવાહી કરતા 280 કરોડ રૂપિયાની કિંમતનું 56 કિલો ડ્રગ્સ જપ્ત કરાયુ છે. ભારતીય કોસ્ટગાર્ડની મદદથી ગુજરાત ATS એ મોટું ઓપરેશન પાર પાડ્યુ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કરાંચીથી અલહજ નામની બોટ આવતી હતી, જેની તપાસ કરવામાં આવતા ડ્રગ્સના જથ્થા સાથે 9 આરોપીની ધરપકડ કરાઈ છે. બોટમાં હેરોઇન હોવાની માહિતી મળી હતી. આંતરરાષ્ટ્રીય જળ સીમા કચ્છ પાસેથી ફરી ડ્રગ્સ જપ્ત કરાતા પોલીસ તંત્ર સાબદુ થઈ ગયુ છે. યુવાનોને બરબાદ કરવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે.

આ પહેલીવાર નથી કે ગુજરાતમાં ડ્રગ્સ પકડાયુ છે. આ સિવાય કચ્છના દરિયે તથા ગુજરાતના અનેક શહેરોમાં નશાનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. ગુજરાતમાં મોટાપાયે ડ્રગ્સ ઘૂસાડવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. ત્યારે જોઈએ કે આ પહેલા ક્યારે કેટલુ ડ્રગ્સ પકડાયુ છે.

  • 25 એપ્રિલ 2022, 280 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
  • 23 એપ્રિલ 2022, વડોદરામાંથી 7 લાખથી વધુનું ડ્રગ્સ ઝડપાયું
  • 21 એપ્રિલ 2022, કંડલા પોર્ટ પરથી 250 કિલો ડ્રગ્સ ઝડપાયું
  • 3 માર્ચ 2022, અમદાવાદ એરપોર્ટ પરથી 60 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું
  • 13 ફેબ્રુઆરી 2022, અરબી સમુદ્રમાંથી 800 કિલો ડ્રગ્સ ઝડપાયું
  • 15 નવેમ્બર 2021, મોરબીમાંથી 600 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
  • 10 નવેમ્બર 2021, દ્વારકામાંથી 65 કિલોનું ડ્રગ્સ ઝડપાયું
  • 10 નવેમ્બર 2021, સુરતમાંથી 5.85 લાખનું ડ્રગ્સ ઝડપાયું
  • 24 ઓક્ટોબર 2021, અમદાવાદમાંથી 25 લાખનું ડ્રગ્સ ઝડપાયું
  • 12 ઓક્ટોબર 2021, બનાસકાંઠામાંથી 117 ગ્રામ ડ્રગ્સ ઝડપાયું
  • 10 ઓક્ટોબર 2021, સાબરકાંઠાથી 384 ગ્રામ MD ડ્રગ્સ ઝડપાયું
  • 27 સપ્ટેબર 2021, બનાસકાંઠાથી 26 લાખનું ડ્રગ્સ ઝડપાયું
  • 24 સપ્ટેબર 2021, સુરતથી 10 લાખ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું
  • 23 સપ્ટેબર 2021, પોરબંદરના દરિયામાંથી 150 કરોડનું ડ્રગ્સ જપ્ત
  • 16 સપ્ટેમ્બર 2021, કચ્છના મુંદ્રા પોર્ટ પરથી 3000 કિલો, 21 હજાર કરોડ કિંમતનું ડ્રગ્સ હતું

Related posts

સુરતમા મહિલા હત્યાનો વધુ એક ભેદ ઉકેલતી ઉધના પોલીસ,વેલેન્ટાઈન ડેએ પ્રેમીને મળવા ઓરિસ્સાથી આવી હતી સુરત.

saveragujarat

દારૂ નીતિ પર અન્ના હજારેએ મુખ્યમંત્રી કેજરીવાલને લખ્યો પત્ર, ‘તમારી કથની અને કરણીમાં ફરક’

saveragujarat

UKના નવા ઈમિગ્રેશન નિયમોથી ભારતીય વિદ્યાર્થીઓને પડશે ફટકો

saveragujarat

Leave a Comment