Savera Gujarat
Other

ગુજરાતમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસનાં રાજકિય સમીકરણો ઉંધા પાડી શકે છે!

કેન્દ્રમાં સરકાર ચલાવતાં બે દિગ્ગજાે માટે માતૃભૂમિ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ

સવેરા ગુજરાત, અમદાવાદ તા. ૦૭

ભારતીય જનતા પાર્ટીની સ્થાપનાને ૬ એપ્રિલે ૪ર વર્ષ જૂની પાર્ટીની અત્યાર સુધી રાજકિય સફર ખેંડી સફળતાંના શિખરો સર કર્યા છે. હાલમાં જ પૂરી થયેલી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ૪માં જીત મેળવીને બીજેપીએ ફરી એકવાર વિરોધીઓને ચિત કરી દીધા. હવે તેની નજર ગુજરાત અને હિમાચલ પ્રદેશ પર છે. આ વર્ષના અંતમાં બંને રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે હિમાચલ પ્રદેશ કરતાં કેન્દ્ર સરકાર ચલાવતાં બે દિગ્ગજાે માટે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ બની રહેશે. અ
પાંચ રાજ્યોમાં મળેલી જીત પછી એકબાજુ પાર્ટીના કાર્યકર્તાઓ ઉજવણીના મૂડમાં હતા. તો બીજા જ દિવસે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવે છે અને અમદાવાદમાં રોડ શો કરે છે. ગુજરાત નરેન્દ્ર મોદી અને અમિત શાહ બંનેને ગૃહનગર છે. એવામાં ગુજરાતમાં જીત કે હારને બંને નેતાઓ સાથે જાેડીને જાેવામાં આવશે. બીજેપી ૧૯૯૫થી ગુજરાતની સત્તામાં છે. કેશુભાઈ પટેલના રાજીનામા પછી ઓક્ટોબર ૨૦૦૧માં મોદી પહેલીવાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. મે ૨૦૧૪માં પ્રધાનમંત્રી બનવા સુધી તે ૧૨ વર્ષથી વધારે સમય ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા. ત્યારથી કહેવામાં આવ્યું કે હવે અહીંયાથી બીજેપીને હલાવી શકાશે નહીં. પરંતુ પીએમ મોદીના દિલ્લીગમન પછી બીજેપી રાજ્યમાં નબળી બનતી ગઈ. તેના સંકેત ૨૦૧૭ની ચૂંટણી પહેલાં જ મળ્યા હતા. મોદીના પ્રધાનમંત્રી બન્યા પછી આનંદીબેન પટેલને પ્રદેશના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. તે મોદીના વિશ્વાસુ નેતામાંથી એક હતા. પરંતુ પાટીદાર આંદોલનના કારણે તેમની સ્થિતિ વધારે નબળી બનતી ગઈ.
૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણી પહેલાં આનંદીબેન પટેલે જૂન ૨૦૧૬માં રાજીનામું આપી દીધું. પરંતુ સ્વીકાર કરવામાં આવ્યો નહીં. રાજ્યમાં તે જ વર્ષે ઉનામાં દલિતો સામે હિંસા થઈ. તેના પછી ઓગસ્ટમાં તેમણે ફરીથી રાજીનામું આપ્યું જેનો સ્વીકાર કરવામાં આવ્યો. ત્યારબાદ પાર્ટીની કમાન વિજય રૂપાણીને સોંપવામાં આવી. ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીનું પ્રદર્શન પહેલાની સરખામણીએ નબળું રહ્યું. તેની પહેલાં પાંચ વખત થયેલી ચૂંટણી – ૧૯૯૫, ૧૯૯૮, ૨૦૦૨, ૨૦૦૭ અને ૨૦૧૨માં પ્રદેશની કુલ ૧૮૨ સીટોમાંથી બીજેપી ૧૧૫થી ૧૨૭ની વચ્ચે હતી. પરંતુ ૨૦૧૭માં તે ૯૯ સીટો પર અટકી ગઈ. તેની પહેલાં ૧૯૯૦માં બીજેપીએ પ્રદેશમાં ૧૦૦થી ઓછી સીટો જીતી હતી. ૨૦૧૭માં કોંગ્રેસનું પ્રદર્શન સારું રહ્યું અને તેણે ૭૭ સીટો જીતી. બીજેપીને જ્યાં લગભગ ૪૯ ટકા મત મળ્યા તો કોંગ્રેસને લગભગ ૪૧ ટકા મત મળ્યા.
કોંગ્રેસ રાજ્યમાં ૨૭ વર્ષથી સત્તાવિહોણી છે. માનવામાં આવે છે કે કોંગ્રેસ મજબૂત છે. પરંતુ આમ આદમી પાર્ટી આવ્યા પછી લડાઈ દિલચશ્પ બની ગઈ છે. પંજાબમાં જીત પછી આપની નજર ગુજરાત પર છે. પાર્ટીના સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અમદાવાદમાં જંગી રોડ શો કરી ચૂક્યા છે. તો પંજાબમાં જીતના સૂત્રધાર રહેલા સંદીપ પાઠકને ગુજરાતમાં મોટી જવાબદારી સોંપી છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસની જગ્યા લેવાની તૈયારીમાં છે. તેમનો પ્રયાસ છે કે તે ગુજરાતની ચૂંટણીમાં ઓછામાં ઓછી એટલી સીટો જીતવા માગે છે કે જેથી મુખ્ય વિપક્ષનો દરજ્જાે મળી જાય. તેના માટે તેણે કોંગ્રેસથી વધારે સીટો લાવવી પડશે. આ જ કારણ છે કે આમ આદમી પાર્ટી ગુજરાતના પટેલ સમુદાય, ખેડૂત સમુદાય, નારાજ વેપારી વર્ગ અને યૂપી-બિહારથી ગુજરાત ગયેલા પ્રવાસીઓનો સંપર્ક કરી રહી છે. પાર્ટીને આશા છે કે આ વર્ગ તેમના માટે મદદગાર સાબિત થઈ શકે છે.
બીજીબાજુ કોંગ્રેસ રણનીતિકાર પ્રશાંત કિશોરના સહારે ગુજરાતમાં વાપસી કરવાની કવાયતમાં છે. જૂથવાદથી કંટાળેલી પાર્ટી પોતાને ફરી મજબૂત કરવા માગે છે. કોંગ્રેસ પાર્ટી ૨૭ વર્ષથી સત્તાની બહાર છે. ૧૯૯૫માં પાર્ટીનો ગુજરાતમાં કારમો પરાજય થયો હતો. જેના પછી કોંગ્રેસ ક્યારેય સરકાર બનાવી શકી નથી. છેલ્લી ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસની વચ્ચે કાંટે કી ટક્કર થઈ હતી. પરંતુ ભાજપ સરકાર બનાવવામાં સફળ થઈ ગઈ હતી. જાેકે હવે પાર્ટી રાજ્યમાં મોટા ફેરફારના સંકેત આપી રહી છે. કોંગ્રેસ પાટીદાર નેતા નરેશ પટેલને મુખ્યમંત્રીનો ચહેરો બનાવવાની રણનીતિ બનાવી ચૂકી છે. જાે નરેશ પટેલ કોંગ્રેસમાં જાેડાય તો કંઈક ચમત્કાર થઈ શકે છે. જાે આવું થશે તો પણ કોંગ્રેસ માટે પણ બધું સરળ નહીં રહે. કેમ કે નરેશ પટેલ રાજનીતિમાં નવા છે. તેમણે હજુ સુધી ક્યારેય કોઈ ચૂંટણી લડી નથી.

Related posts

જમાલપુર પેટ્રોલ પમ્પ પર આગ કેવી રીતે લાગી જુઓ વિડીયોમા…

saveragujarat

UKના નવા ઈમિગ્રેશન નિયમોથી ભારતીય વિદ્યાર્થીઓને પડશે ફટકો

saveragujarat

રખડતા ઢોર મુદ્દે કથાકાર રમેશ ઓઝા લાલાઘૂમ, કહ્યું; ‘ગાયની સેવા કર્યા સિવાય દૂધ પીશો તો તે નહીં પચે’

saveragujarat

Leave a Comment