Savera Gujarat
Other

દેશના પીએમે ભારતના જયનગરથી નેપાળના કુર્થા વચ્ચેની ટ્રેન સેવાનો પણ શુભારંભ કર્યો

સવેરા ગુજરાત/નવીદિલ્હી,તા.2: કેટલાક સમય ભારત અને નેપાળ વચ્ચે સંબંધોમાં ખટાશ રહ્યા બાદ હવે ફરી તેમાં મીઠાશ આવી છે. ત્રણ દિવસીય ભારત યાત્રાએ આવેલા નેપાળના પીએમ શેર બહાદુર દેઉલાએ આજે દિલ્હીમાં પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. ત્યાર બાદ બંન્ને નેતાઓએ નેપાળમાં રૂપે કાર્ડ અને ભારતના જયનગરથી નેપાળના કુર્થા સુધી ટ્રેન સેવાનો શુભારંભ કરાવ્યો હતો.

જયાનગર-કૃર્થા રેલવે લાઈનનો વિકાસ ભારતની મદદથી કરવામાં આવ્યો છે પીએમ માંથી અને નેપાળના પીએમ દેઉબાવી નેપાળમાં સોલુ કોરિડોર 132 કેવી પાવર ટ્રાન્સમિશન લાઈન અને સબ સ્ટેશનનું સંયુકત ઉદ્ઘાટન કર્યું હતું.આ તકે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે નેપાળમાં રૂપેકાર્ડની શરૂઆત આપણી અર્થ વ્યવસ્થાની કનેકિટવિટીમાં એક નવો અધ્યાય જોડશે. મોદીએ વધુમાં જણાવ્યું હતું કે અન્ય પ્રોજેકટ જેવા કે નેપાલ પોલીસ એકેડેમી, નેપાલગંજેમાં ઈ એકિકુત ચેક પોસ્ટ, રભાયણ સર્કીટ વગેરે પણ બન્ને દેશને સાથે લાવશે. સામે પક્ષે નેપાળી પીએમ દેઉબાએ જણાવ્યું હતું કે, મારી આજની યાત્રા આ સહજ ભાવનાઓને વધુ આગળ વધારશે.

Related posts

ઈસુદાન ગઢવીએ ભાજપ સરકાર પર લગાવ્યો સૌથી મોટો આરોપ

saveragujarat

મોંઘવારીના મુદ્દે ગુજરાત યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાતાં અટકાયત

saveragujarat

નરેન્દ્ર મોદી-અમિત શાહની હત્યાની ધમકીથી પોલીસ દોડતી થઈ

saveragujarat

Leave a Comment