Savera Gujarat
Other

રડવા મજબૂર બન્યા ગુજરાતના ખેડૂતો

સવેરા ગુજરાત/ગાંધીનગર :ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. મોંઘવારીના માર વચ્ચે ખેડૂતોને મોટો ઝટકો મળ્યો છે. ખાતરના ભાવ (pesticide price) માં ફરી એકવાર વધારો થયો છે. DAP ખાતરમાં 150 રૂપિયાનો વધારો કરાયો છે. તો NPK ખાતરમાં 285 રૂપિયાનો વધારો થયો છે. પેટ્રોલ-ડીઝલ, ગેસનો બોટલ, દૂધ, શાકભાજી ખાદ્યતેલ જેવી રોજિંદી વસ્તુઓના રોજે રોજ વધતા ભાવના કારણે ખેડૂતો પહેલેથી પરેશાન છે. આ વચ્ચે દેશમાં રાસાયણિક ખાતર બનાવતી સંસ્થા IFFCO એ ભાવ વધારો (fertilizer price) કર્યો છે. ત્યારે આજે અચાનક ખાતરમાં IFFCO એ ધરખમ ભાવ વધારો થતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. ગુજરાતના ખેડૂતો પર સૌથી મોટો બોજો ઝીંકાયો છે. ઇફ્કો કંપનીએ રાસાયણિક ખાતરમાં તોતિગ ભાવ વધારો કર્યો છે. ખાતરમાં થયેલા ભાવ વધારાને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોએ આક્રોશ સાથે કહ્યું કે, પહેલાથી ખાતરનો ભાવ વધારે હતો.

એક બાજુ મોંઘું ડીઝલ, મોંઘા બિયારણ હોવાથી અમે પહેલેથી જ નુકશાન કરીને ખેતી રહ્યા છીએ અને તેની સામે પોષણસમ ભાવ તો મળતાં જ નથી. આવામાં હવે ખાતરમાં ધરખમ ભાવ વધારો કરી દેતા અમારે ખેતી કઈ રીતે કરવી. એક તો પાણીની મુશ્કેલી પહેલેથી જ હતી, હવે ખાતરનો ભાવ વધારો ખેતી છોડાવશે. જો ખાતરનો ભાવ વધારો પાછો નહિ ખેંચાય તો ખેડૂત પાયમાલ બની જશે અને ખેતી કરશે નહિ. જેથી તાત્કાલિક ખાતરના વધેલા ભાવ પાછા ખેંચી ખેડૂતોને સબસીડી આપવી જોઈએ.ખેડૂતોને વાવણીથી લઈને લણવા સુધીના સમય દરમ્યાન અનેક પ્રકારના રાસાયણિક ખાતરોનો વપરાશ કરવો પડતો હોય છે, એક બાજુ હવામાનમાં થઈ રહેલા સતત ફેરફારના કારણે ખેડૂતોને પાકમાં પૂરતું ઉત્પાદન મળતું નથી. એવામાં રાસાયણિક ખાતરોના ભાવ વધારાએ ખેડૂતોની કમર તોડી નાખી છે, ત્યારે વધતા જતા વિવિધ રસાયણિક ખાતરના ભાવો સામે હવે ખેડૂતોએ હકીકતમાં જૈવિક ખેતી તરફ વળવાનો સમય પાકી ગયો છે.

Related posts

દેશ-વિદેશમાં રહી દિવાળીની ધૂમ, ઠેર ઠેર આતશબાજી થઈબે વર્ષ સુધી કોરોનાનો સામનો કર્યા પછી આતશબાજીદિવાળીના અવસર પર જ્ઞાતિ અને ધર્મની દીવાલો આડે આવી નથી

saveragujarat

સુરક્ષા બળોની સતર્કતાથી હુમલો ટળ્યો, પુલવામામાં ૩૦ કિલોે આઇઇડી જપ્ત કર્યું

saveragujarat

સુરતમાં ૬ વર્ષના બાળકની લાશ પાણીની ટાંકીમાંથી મળી

saveragujarat

Leave a Comment