Savera Gujarat
Other

ચીનમાં ૨ વર્ષમાં પ્રથમ વખત તમામ ૩૧ રાજ્યોમાં ફેલાયો કોરોના, ૫ શહેરોમાં સંપૂર્ણ લોકડાઉન

બીજીંગ,તા.૩૧
ચીનના મોટા કોમર્શિયલ હબ શાંઘાઈમાં આવતા શુક્રવાર સુધી સંપૂર્ણ લોકડાઉન લાદવામાં આવ્યું છે. બેંકિંગ અને અન્ય પ્રવૃત્તિઓ ખોરવાઈ ન જાય તેની ખાતરી કરવા માટે, શાંઘાઈમાં લગભગ ૨૦ હજાર સમર્થકો ઓફિસમાં રહી રહ્યા છે. અહી તેમના ભોજન અને સુવાની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે.
ચીનમાં કોરોના વાયરસ બે વર્ષમાં પ્રથમ વખત તમામ ૩૧ પ્રાંતોમાં ફેલાયો છે. કોરોનાને કાબૂમાં લેવા માટે ચીને જે ઝીરો કોવિડ પોલિસી લાગુ કરી હતી તે નિષ્ફળ સાબિત થઈ રહી છે. કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના સંક્રમિત લોકોની સંખ્યા ૬૨ હજારને વટાવી ગઈ છે. આવી સ્થિતિમાં ચીનની આર્થિક રાજધાની શાંઘાઈ સહિત ૫ શહેરોમાં લોકડાઉન છે.
ચીનની લગભગ ૧૨,૦૦૦ સરકારી હોસ્પિટલોમાં નવા દર્દીઓને દાખલ કરવાની કોઈ જગ્યા નથી. કોરોનાની પ્રથમ લહેર દરમિયાન ચીને કડક લોકડાઉનનો નિયમ બનાવ્યો હતો. આ અંતર્ગત એક પણ કેસ સામે આવતા સમગ્ર શહેરમાં લોકડાઉન લાદવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં તેમના મેડિકલ સ્ટ્રક્ચર પર ઘણી અસર પડી હતી.
ચીનના મોટા કોમર્શિયલ હબ શાંઘાઈમાં આવતા શુક્રવાર સુધી સંપૂર્ણ લોકડાઉન લાદવામાં આવ્યું છે. બેંકિંગ અને અન્ય પ્રવૃત્તિઓ ખોરવાઈ ન જાય તેની ખાતરી કરવા માટે, શાંઘાઈમાં લગભગ ૨૦ હજાર કર્મચારીઓ ઓફિસમાં જ રહી રહ્યા છે. તેમના ભોજન અને સુવાની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે.
ચીન વિશ્વના સૌથી વધુ રસી મેળવનાર દેશોમાંનો એક છે. ચીનમાં, ૮૮% થી વધુ વસ્તીને કોરોના રસીનો ડબલ ડોઝ મળ્યો છે, પરંતુ તેમ છતાં, ચીનના ફક્ત ૫૨% વૃદ્ધ લોકો એટલે કે ૬૦ વર્ષથી વધુ વયના લોકો ડબલ ડોઝ મેળવી શક્યા છે.ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ૈંઝ્રસ્ઇ)ના નિષ્ણાત ડૉ. આર.આર. ગંગાખેડકરે ન્યૂઝ૧૮ને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે વાઈરસ જેટલા વધુ પરિવર્તિત થાય છે તેટલું જાેખમ વધે છે. તેમણે કહ્યું કે ચીનમાં કોવિડનો પ્રકોપ ભારતને પણ નુકસાન પહોંચાડી શકે છે. તેથી, ત્યાં કોરોનાની સ્થિતિ પર નજર રાખવાની જરૂર છે. ઘણા નિષ્ણાતોએ ચીન અને અન્ય દેશોમાં ફેલાતા કોરોનાથી ભારત પર ઉભા થયેલા જાેખમ પર પોતાનો અભિપ્રાય આપ્યો છે અને તેમાંથી મોટાભાગના માને છે કે ભારતે પણ સાવચેત રહેવું જાેઈએ.

Related posts

કોહલી-શાહરુખ જ્યાં રોકાયા હતા એ રૂમમાં રોકાયા બ્રિટિશ PM

saveragujarat

રાજ્યમાં અનેક સ્થળે વરસાદ, ૭૩૪ ગામમાં વીજ પુરવઠો ખોરવાયો

saveragujarat

કમલમમા એંટ્રી નહી મળતા અમદાવાદમા મેયરને ચોરીછુપીથી લઈ જવાયા અંદર-મોદીના રોડ શોમાં ફસાયા હતા મેયર.

saveragujarat

Leave a Comment