Savera Gujarat
Otherતાજા સમાચાર

ઇડર કોલેજ માં મહિલા સશક્તિકરણ સેલ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા સપ્તાહ ની ઉજવણી કરાયી.

સવેરા ગુજરાત/ઇડર:-   કોલેજમાં મહિલા સશક્તિકરણ સેલ દ્વારા આયોજિત “આંતરરાષ્ટ્રીય મહિલા
દિવસ – સપ્તાહ ઉજવણી(૮ થી ૧૨ માર્ચ” અંતર્ગત ત્રીજા દિવસે “તરુણાવસ્થા
આયુર્વેદ” વિષય પર વ્યાખ્યાન યોજાયું.

ઇડર આંજણા પાટીદાર એચ. કે. એમ. આર્ટ્સ અને પી. એન. પટેલ કોમર્સ કોલેજ, ઇડરમાં કોલેજમાં ચાલતા “મહિલા સશક્તિકરણ સેલ” દ્વારા “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સપ્તાહ ઉજવણી(૮ થી ૧૨ માર્ચ)” વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ત્રીજા દિવસે તા.૧૦/૦૩/૨૦૨૨ને ગુરુવારે “તરુણાવસ્થા આયુર્વેદ” વિષય પર ડૉ. અંજનાબેન એ. ગોસ્વામી (મેડીકલ ઓફિસર આયુર્વેદિક હોસ્પિટલ ગોરલ, સા.કાં.) ના સહયોગથી વ્યાખ્યાન નું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાના વડા આચાર્યશ્રી એ પ્રાસંગિક ઉદબોધન આપી મહેમાનનું સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત મહિલા સશક્તિકરણ સેલના કોઓર્ડીનેટર પ્રો.ડૉ.પ્રિયંકાબેન જી. સોલંકી એ તજજ્ઞ વક્તાનો પરિચય આપી કોલેજમાં ચાલતા મહિલા સશક્તિકરણ સેલ તથા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત પાંચ દિવસ સુધી સતત ચાલનારા વિવિધ કાર્યક્રમો વિશે માહિતી આપી હતી. વ્યાખ્યાનમાં તજજ્ઞ વક્તાએ તરુણા અવસ્થા દરમિયાન બહેનોમાં માનસિક-શારીરિક કેવા ફેરફારો થાય છે તેમજ અમુક પ્રકારનારોગોનું નિવારણ કરવા આયુર્વેદ કેવી રીતે સહાયક બને છે તે અંગે ઊંડાણપૂર્વક મનનીય વ્યાખ્યાન કર્યું હતું. તેમજ અંતમાં વિદ્યાર્થીનીઓના શારીરિક બીમારીઓને દુર કરવા કયા ઉપાયો કરી શકાય તે સંદર્ભે માહિતગાર કર્યા હતાં.કાર્યક્રમનું સંચાલન મહિલા સશક્તિકરણ સેલની સીનીયર વિદ્યાર્થીનીઓ ખ્યાતી પંચાલ, શિવાની સોની અને આભારવિધિ દ્રષ્ટિ પઢીયાર દ્વારા કરાઈ હતી.આ કાર્યક્રમમાં મોટા પ્રમાણમાં વિદ્યાર્થીની બહેનોએ જોડાઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Related posts

ફ્રાન્સના તોફાનોની આગ યુરોપમાં ફેલાવવા લાગી

saveragujarat

આજે અરવલ્લીના મોડાસા ખાતે ગરીબ કલ્યાણ મેળો યોજાશે.

saveragujarat

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ગુજરાતને વધુ એક નવતર ભેટ-વિશ્વના સૌપ્રથમ WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની જામનગરમાં સ્થાપના થશે

saveragujarat

Leave a Comment