Savera Gujarat
Otherતાજા સમાચારભારતવિદેશ

બડોલી પ્રમુખ સ્વામી લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા ઇન્ડસ્ટ્રીયલ ટુર નું આયોજન કરાયું.

સવેરા ગુજરાત/ઇડર:-  ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર ના સંયુક્ત ઉપક્રમે પ્રમુખસ્વામી લોક વિજ્ઞાન કેન્દ્ર બડોલી સાબરકાંઠા દ્વારા તારીખ 10/ 3/ 2022 ને ગુરુવાર ના રોજ ઇન્ડસ્ટ્રીયલ ટુરનું આયોજન કરવામાં આવ્યું હતું.ટુર દ્વારા સાયન્સ ફેકલ્ટીના બાળકોને સ્કીલ ડેવલપમેન્ટ થાય સાથે-સાથે પ્રેક્ટીકલ નોલેજ પણ મળી રહે તે હેતુથી આયોજન કરાયું હતું. જેમાં તલોદ અને પ્રાંતિજ તાલુકાની વિવિધ ફેક્ટરીની મુલાકાત લઇ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બાળકોને પુસ્તકીયુ જ્ઞાન ની સાથે સાથે પ્રેક્ટિકલ જાણકારી થી આગળના સમયમાં નોકરી ના સકોપ રહેલા છે તે અંતર્ગત નું આયોજન કરવામાં આવ્યું હતું .સમગ્ર આયોજન સંવાહક દિપકભાઈ પટેલ અને પ્રોગ્રામ ઓફિસર અનિલભાઈ પંચાલ દ્વારા કરવામાં આવ્યું હતું.

Related posts

પંજાબમાં આપ પાર્ટીએ ભવ્ય જીત મેળવી છે, હવે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ગુજરાત પ્રવાસ કરશે.

saveragujarat

આશિષ ભાટિયાની નિવૃત્તી બાદ રાજયના નવા ડીજીપી કોણ હશે ?

saveragujarat

પેરાસિટામોલ સહિત ૮૦૦ દવાઓ એપ્રિલથી મોંઘી થશે

saveragujarat

Leave a Comment