Savera Gujarat
Other

વડાપ્રધાન મોદીના આગમાનને પગલે ૧૧ અને ૧૨ માર્ચે અમદાવાદના કેટલાક માર્ગો પર પ્રતિબંધ મુકાયો

અમદાવાદના કયા રસ્તા બંધ રહેશે? ક્યાંથી ટ્રાફિકને ડાયવર્ટ કરાશે?

સવેરા ગુજરાત/અમદાવાદ:-  તા.૧૧ અને ૧૨ માર્ચે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તા.૧૧મીએ ગુજરાત પંચાયત મહાસંમેલન… મારુ ગામ મારુ ગુજરાત કાર્યક્રમ અમદાવાદના મેમનગરના જીએમડીસી ગ્રાઉન્ડમાં યોજાશે. જ્યારે તા.૧૨મીએ સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ખેલ મહાકુંભનો કાર્યક્રમ યોજાવાનો છે. બન્ને કાર્યક્રમમાં વડાપ્રધાન ઉપસ્થિત રહેવાના હોવાથી ટ્રાફિક સમસ્યા અને સુરક્ષાને ધ્યાને લઇ કાર્યક્રમ સ્થળ અને રુટની આસપાસના કેટલાક માર્ગો ઉપર વાહનોની અવર જવર પર પ્રતિબંધ મુકતું જાહેરનામું પોલીસ કમિશનર સંજય શ્રીવાત્સવે પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

તા.૧૧ માર્ચે શહેરના આ રસ્તા પર પ્રતિબંધ
તા.૧૧મીએ ગુજરાત પંચાયત મહાસંમેલન… મારુ ગામ મારુ ગુજરાત કાર્યક્રમ મેમનગરના જીએમડીસી ગ્રાઉન્ડમાં યોજાનાર હોવાથી સંજીવની હોસ્પીટલથી, વસ્ત્રાપુર તળાવથી અંધજન મંડળ ચાર રસ્તાથી હેલ્મેટ ચાર રસ્તા તથા સંજીવની હોસ્પીટલથી વસ્ત્રાપુર તળાવથી હોટલ હયાત થઇ કલ્યાણપુષ્ટી હવેલી સુધીનો માર્ગ વાહનોની અવર જવર માટે પ્રતિબંધીત રહેશે. આના વિકલ્પમાં સંજીવની હોસ્પીટલથી વસ્ત્રાપુર તળાવ થઇ શહીદચોક વસ્ત્રાપુર તળાવ થઇ માનસી ચાર રસ્તાથી ડાબી બાજુ વળી કેશવબાગ ટી થી ડાબી બાજુવળી અંધજન મંડળ ચાર રસ્તાથી જમણી બાજુ વળી પાંજરાપોળ ચાર રસ્તા થઇ ગુલબાઈ ટેકરાથી થઇ દાદાસાહેબ પગલા ચાર રસ્તા થઈ વિજય ચાર રસ્તા થઇ હેલ્મેટ ચાર રસ્તા સુધીના માર્ગનો અવર જવર માટે ઉપયોગ કરી શકાશે.

તા.૧૨મી માર્ચે અમદાવાદ શહેરના આ રસ્તા પર અવરજવરમાં પ્રતિબંધ મુકાયો

તા.૧૨મીએ સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ખેલ મહાકુંભનો કાર્યક્રમ યોજાવાનો હોવાથી સરદાર પટેલ બાવલા સર્કલ થી સ્ટેડીયમ છ રસ્તા તથા ઇન્કમટેક્ષ ચાર રસ્તા થી સ્વસ્તીક ચાર રસ્તા તથા લખુડી સર્કલ થી સ્ટેડીયમ છ રસ્તા તથા કોમર્સ સર્કલ થી સ્ટેડીયમ છ રસ્તા સુધીનો માર્ગ વાહનોની અવર જવર માટે પ્રતિબંધીત રહેશે. તેના બદલે વૈકલ્પિક માર્ગ ઉસ્માનપુરા ચાર રસ્તા થઇ ઇન્કમટેક્ષ ઓવરબ્રિજ થઇ બુટ્ટાસિંગ ચાર રસ્તા થઇ મિઠાખળી સર્કલ થઇ ગીરીશ કોલ્ડીન્ક્‌સ ચાર રસ્તા થઇ સ્વીક ચાર રસ્તા સુધીના માર્ગનો અવર જવર માટે ઉપયોગ કરી શકાશે. આ ઉપરાંત લખુડી સર્કલ થઇ દર્પણ સર્કલ થઇ વિજય ચાર રસ્તા થઇ દાદાસાહેબ પગલા થઇ કોમર્સ સર્કલ સુધીના માર્ગનો વાહનોની અવરજવર માટે ઉપયોગ કરી શકાશે. ખેલ મહાકુંભના કાર્યક્રમના કારણે રિવરફ્રન્ટ પશ્ચિમ માર્ગના વાડજ સ્મશાન ગૃહ કટથી પશ્ચિમનો રીવરફ્રન્ટ રોડ આંબેડકર બ્રિજ નીચે સુધીનો રીવરફ્રન્ટ રોડ વાહનોની અવર જવર માટે પ્રતિબંધીત રહેશે. તેના બદલે વૈકલ્પિક માર્ગ તરીકે આશ્રમ રોડ રિવરફ્રન્ટ પુર્વનો માર્ગ, વાડજ સ્મશાન ગૃહ કટ થી વાડજ સર્કલ થઇ આશ્રમ રોડ થઇ પાલડી ચાર રસ્તા થઇ અંજલી ચાર રસ્તા થઇ અવર જવર કરી શકાશે તથા પુર્વના રીવરફ્રન્ટ રોડનો ઉપયોગ કરી શકાશે.

Related posts

વાતાવરણમાં પલટો આવતાં શરદી-તાવના કેસમાં વધારો

saveragujarat

પીએમ મોદી ૧ જુલાઇ એ દેશના ૧૭ રાજ્યોમાં એનિમિયા નાબૂદી મિશન-૨૦૪૭”નો પ્રારંભ કરાવશે

saveragujarat

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ જે સ્ટંટ કર્યા છે તેને ભારતીય જનતા પાર્ટી સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે –  સી. આર. પાટીલ

saveragujarat

Leave a Comment