Savera Gujarat
Other

વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વિજય ઉત્સવની ઉજવણી કરવામા આવી

સવેરા ગુજરાત/વલસાડ:-  દેશના 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પરિણામોમાં ભારતીય જનતા પાર્ટી ને મળેલ પૂર્ણ બહુમતનો વલસાડ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે વિજયઉત્સવ મનાવાયો હતો.

દેશના 5 રાજ્યોના ચૂંટણી પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીને ઉત્તરપ્રદેશ, ગોવા, મણિપુર, ઉત્તરાખંડમાં મળેલ જળવંત વીજય અન્વયે વલસાડ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે જીલ્લા પ્રમુખ હેમંતભાઈ કંસારાજીની સૂચના અને માર્ગદર્શન તેમજ વલસાડ જીલ્લા ભાજપના પ્રભારી માધુભાઈ કથીરિયાની આગેવાનીમાં વિજય ઉત્સવના ભાગરૂપે બપોરે ૧.૩૦ વાગ્યે ફટાકડા ફોડી મીઠાઈ વેચવામાં આવી હતી

આ તબક્કે વલસાડ જીલ્લા ભાજપના ઉપપ્રમુખ નિખિલભાઈ ચોકસી, ઉપપ્રમુખ  જીગીસાબેન પટેલ, જીલ્લા ભાજપના ખજાનચી રાજેશભાઇ ભાનુશાલી, જીલ્લા મીડીયા કન્વીનર દિવ્યેશ કૈલાશનાથ પાંડે, વલસાડ તાલુકા પ્રમુખ  કિશોરભાઈ પટેલ,વલસાડ શહેર પ્રમુખ  કંદર્પભાઈ દેસાઈ,જીલ્લા યુવા મોરચા ના પ્રમુખ  સ્નેહીલભાઈ દેસાઈ,વલસાડ શહેર યુવા મોરચાના પ્રમુખ મિહિરભાઈ પાંચાલ, તેમજ જિલ્લા,તાલુકા પંચાયત,નગરપાલિકા ના સભ્યો, જીલ્લા, તાલુકા,શહેરના હોદેદારો કાર્યકરતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Ahmedabad ની ગૃહિણીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: ઘરે કોઈ અજાણ્યા શખ્સ આવે તો ચેતજો

saveragujarat

રાજ્યમાં અંદાજે ૧૬૦૦ થી વધુ ગૌશાળા-પાંજરાપોળના પાંચ લાખ જેટલા પશુઓને મળશે યોજનાકિય લાભ:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

saveragujarat

ડીસા શહેર ઉત્તર પોલીસે પાલનપુરમાં એક મોટી લૂંટના ગુનાના કાવતરાનો પર્દાફાશ

saveragujarat

Leave a Comment