Savera Gujarat
Other

હવેથી માત્ર 100 રૂપિયામા આખો મહિનો સુરતભરમાં અનલિમિટેડ મુસાફરી કરી શકાશે-સુરત મહાનગર પાલિકાનો મહત્વનો નિર્ણય

સવેરા ગુજરાત/સુરત:-   સુરત મહાનગર પાલિકા દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય લેવાયો છે. હવેથી માત્ર 100 રૂપિયામા આખો મહિનો સુરતભરમાં અનલિમિટેડ મુસાફરી કરી શકાશે. તો સાથે જ સિટી, બીઆરટીએસ બસમાં આખા વર્ષમાં માત્ર હજાર રૂપિયામાં અનલિમિટેડ મુસાફરી કરી શકાશે. એટલે કે માત્ર 100 રૂપિયામાં આખો મહિનો સુરતમાં ગમે ત્યાં ફરી શકાશે.

સુરત પાલિકા દ્વારા આ ખાસ ઓફર આપવામાં આવી છે. પાલિકા દ્વારા મનીકાર્ડ ધારકોને આ રાહત આપવામાં આવી છે.  જેનો લાભ વિદ્યાર્થીઓ અને સિનિયરી સિટીઝન વર્ગને થશે. સુરત પાલિકાની આ પ્રકારની ઓફિસથી બસની સુવિધાથી પર્યાવરણની જાળવણીની સાથે ટ્રાફિકનું ભારણ પણ ઘટાડવા પ્રયાસ કરાશે. જોકે લોકોની આ રાહતમાં પાલિકાની તિજોરી પર બોજો પડી શકે તેવી શકયતા પર સેવાઇ રહી છે.

ઓફરમાં વિશેની માહિતી 

  • 100 રૂપિયામાં આખો મહિનો મુસાફરી
  • 300 રૂપિયામાં 3 મહિના મુસાફરી
  • 600 રૂપિયામાં 6 મહિના મુસાફરી
  • 1 હજાર રૂપિયામાં એક આખુ વર્ષ મુસાફરી

બજેટમાં કરાઈ જાહેરાત, એસટી બસમાં વિદ્યાર્થીઓને મફત મુસાફરી પાસ
તાજેતરમાં રજૂ થયેલ ગુજરાતના 2022-23 ના વર્ષના બજેટમાં વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત કરાઈ હતી. રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે મહત્વની જાહેરાત કરાઈ કે, રાજ્યમાં શાળા અને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હવેથી ST બસમા ફ્રીમાં મુસાફરી કરી શકશે. ST વિભાગની એકસપ્રેસ, ડિલક્ષ, સુપર ડિલક્ષ બસમાં વિદ્યાર્થીઓ ફ્રીમાં મુસાફરી કરી શકશે. રાજ્યના 11 લાખ વિદ્યાર્થીઓને સરકારની આ જાહેરાતનો લાભ થશે. મહત્વનું છે કે, હાલમાં સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે રાહત દરના પાસ જાહેર કરવામાં આવે છે. જેથી વિદ્યાર્થીઓ સસ્તા દરે ST બસમાં મુસાફરી કરી શકે છે. ત્યારે હવે સરકારે વિદ્યાર્થીઓ માટે ફ્રીમાં મુસાફરી કરવાની જાહેરાત કરી છે. આગામી મહિનાથી વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લઈ શકશે.

 

બીજી તરફ, સુરત પાલિકા દ્વારા બસની સુવિધા વધારવાનો નિર્ણય કરાયો છે. હાલમાં 1575 સિટી બસ, 140 બીઆરટીએસ બસ અને 49 ઈલેક્ટ્રીક બસ સુરતમાં દોડે છે. જેમાં 250 બસ વધારવામાં આવશે.

Related posts

6ઠ્ઠી માર્ચથી સમગ્ર રાજ્યમાં પોલીસ તરફથી ટ્રાફિકના નિયમોની સુયોગ્ય અમલવારી માટે ખાસ Traffic drive શરૂ કરાશે.

saveragujarat

જામનગર જિલ્લામાં સશસ્ત્ર સેના ધ્વજદિનની ઉજવણીનો શુભારંભ કરાવતા કલેકટર ડૉ સૌરભ પારધી

saveragujarat

સુરતમા હિજાબનો વિવાદીત મામલો: પી પી સવાણી સ્કૂલમાં વિદ્યાર્થિનીઓ હિજાબ પહેરીને આવતાં વિવાદ સર્જાયો,12 કાર્યકરોની અટકાયત

saveragujarat

Leave a Comment