Savera Gujarat
Other

રાજ્યમાં આજે 312 કેંદ્રો પર PSIની પરીક્ષા યોજાઈ રહી છે. આજે સવારે 9 વાગ્યાથી શરુ થયેલી લેખિત પરીક્ષા સવારે 11 વાગ્યા સુધીચાલી હતી

રાજ્યમાં આજે 312 કેંદ્રો પર PSIની પરીક્ષા યોજાઈ રહી છે. આજે સવારે 9 વાગ્યાથી શરુ થયેલી લેખિત પરીક્ષા સવારે 11 વાગ્યા સુધી ચાલશે. પરીક્ષામાં ગેરરિતી ન થાય તેને લઈને રાજ્ય સરકારે વિશેષ તૈયારી કરી છે. પેપર ફુટવાની ઘટનાઓને ધ્યાને લઈને આ વખતે ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વખત પરીક્ષા સેન્ટર પર જામર લાગશે. જેના કારણે મોબાઈલ કનેક્ટિવિટી બંધ થઈ જશે.  પરીક્ષમાં ગેરરિતી ન થાય તેને લઈ રાજ્ય સરકાર દ્વારા આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.  પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભરતી મામલે  ગઈકાલે DGP અને PSI ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાયે પત્રકાર પરિષદ યોજીને સરકારની પરીક્ષા અંગેની તૈયારીઓ અંગે માહિતી આપી હતી.

PSIની જગ્યાઓ માટે આ પહેલાં લેવાયેલી શારીરિક કસોટીમાં 4.5 લાખ ઉમેદવારો પૈકી 2.5 લાખ ઉમેદવારોએ શારીરિક કસોટી આપી હતી.  જેમાંથી 96231 ઉમેદવારો શારીરિક કસોટીમાં પાસ થયા છે.

96231 ઉમેદવારો માટે અમદાવાદ અને ગાંધીનગર શહેરના જ 312 પરીક્ષા કેન્દ્રો નક્કી કરાયા છે. 3209 વર્ગ ખંડોમાં લેવાનારી આ પરીક્ષામાં સીસીટીવી કેમરા હશે.

આ પહેલાં ભરતી બોર્ડમાં કેન્દ્ર સંચાલકો સાથે મીટીંગ થઈ હતી. આ પરીક્ષાને લઈને 75 પાનાની એક એસઓપી નક્કી કરાઈ છે. છેલ્લા અમુક વર્ષોમાં ભરતી પરીક્ષાની અમુક બાબતો ધ્યાને લઈને અને અમુક ભરતીના પેપર લીક થવાની ઘટનાને ધ્યાને લઈને આ વખતે એસઓપી નક્કી કરાઈ છે.

 

Related posts

આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ

saveragujarat

પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્ર સિંહ પરમાર વિરુદ્ધ છોકરીની છેડતી બદલ ફરિયાદ

saveragujarat

અમદાવાદના બોડકદેવમાં ૨૫૦ કરોડમાં પ્લોટ વેચાયો

saveragujarat

Leave a Comment