Savera Gujarat
Other

રાજ્ય સરકારના પદાધિકારીઓ અને રાજ્ય દિવ્યાંગજન આયુકતો માટે બે દિવસીય સંવેદના કાર્યશાળાનું આયોજન કરાયું.

સવેરા ગુજરાતગુજરાત/નવી દિલ્હી:-  સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય, દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગ અને મુખ્ય દિવ્યાંગજન આયુક્ત કાર્યાલય નવી દિલ્હીના સંયુક્ત ઉપક્રમે ગુજરાતના એકતા નગરમાં ટેન્ટસિટી 2 ખાતે રાજ્ય સરકારના પદાધિકારીઓ અને રાજ્ય દિવ્યાંગજન આયુકતો માટે બે દિવસીય સંવેદના કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્ય શાળાનું ઉદ્ઘાટન કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડૉ. વીરેન્દ્ર કુમાર દ્વારા કરવામાં આવ્યું. આ કાર્યક્રમ દરમિયાન માનનીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રીએ દિવ્યાંગજન મુખ્ય આયુક્ત કાર્યાલયની નવી વેબસાઈટ ખુલ્લી મુકી. આ વેબસાઈટ દિવ્યાંગજનો માટે પૂર્ણ રૂપથી સુગમ્ય અને દરેક વ્યક્તિ ખુબજ સારી રીતે વાપરી શકે તેવી છે. આ વેબસાઈટમાં કોઈ દિવ્યાંગની ફરિયાદ હશે તો તેમનું નિરાકરણ સરળતાથી થશે.

  1. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય, દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગ અને મુખ્ય દિવ્યાંગજન આયુક્ત કાર્યાલય નવી દિલ્હીના સંયુક્ત ઉપક્રમે ગુજરાતનાં એકતા નગરમાં ટેન્ટસિટી 2 ખાતે રાજ્ય સરકારના પદાધિકારીઓ અને રાજ્ય દિવ્યાંગજન આયુકતો માટે બે દિવસીય સંવેદના કાર્યશાળા
  2. કાર્ય શાળાનું ઉદ્ઘાટન કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉ. વીરેન્દ્ર કુમાર દ્વારા કરવામાં આવ્યું
  3. દિવ્યાંગજન મુખ્ય આયુક્ત કાર્યાલયની નવી વેબસાઈટ ખુલી મુકાઈ. આ વેબસાઈટ દિવ્યાંગજનો માટે પૂર્ણ રૂપથી સુગમ્ય અને દરેક દિવ્યાંગ ખુબજ સારી રીતે વાપરી શકે તેવી છે. આ વેબસાઈટમાં કોઈ દિવ્યાંગની ફરિયાદ હશે તો તેમનું નિરાકરણ સરળતાથી થશે
  4. દિવ્યાંગ વ્યક્તિઓ માટે ભારત સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવતી યોજનાઓ અને કાર્યક્રમો વિશે જાગૃતિ લાવવાના પ્રયત્નો થયા
  5. એક પ્રદર્શન પણ યોજવામાં આવ્યું જેમાં નેશનલ ટ્રસ્ટના સ્વ-સહાય જૂથો દ્વારા ઉત્પાદનો અને ALIMCO અને NHFDC તથા રાષ્ટ્રીય ન્યાસ ના સહાયક ઉપકરણોનું રજૂ કરાયા
  6. સરકારના સારા પ્રયત્નોથી જૂન –2020 થી જાન્યુઆરી –2022 સુધી દિવ્યાંગજનોનાં 2000 કેસોનું નિરાકરણ થયું છે
  7. એરપોર્ટ ઉપર પણ દિવ્યાંગોને કોઈ તકલીફ ના પડે તે માટે ખાસ વ્યવસ્થા કરાઈ

કાર્યક્રમ દરમિયાન સુલભતા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડિપાર્ટમેન્ટ હેઠળ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા તૈયાર કરવામાં આવેલી ફિલ્મ પણ રજૂ કરવામાં આવી. આ સેમિનાર સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉ. વીરેન્દ્ર કુમાર અને સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્ય મંત્રી પ્રતિમા ભૌમિક ઉપરાંત ભારતભરના 25 જેટલા સ્વરાજ્ય સંસ્થાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, સાથે સેક્રેટરી અંજલિ ભવરા, અને ડેપ્યુટી સેક્રેટરી કિશોર બી. સુરવાડે અને વિકલાંગ વ્યક્તિઓના સશક્તિકરણ વિભાગના મહાનિર્દેશક અને અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

આ બે દિવસીય કાર્યશાળામાં વિભિન્ન દિવ્યાંગજનોના સશક્તિકરણ અને વિકાસથી જોડાયેલ વિભાજન મુદ્દાઓ પર ચર્ચા વિચારણ પણ કરવામાં આવી રહી છે. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉ. વીરેન્દ્ર કુમારે ખાસ હર્ષભેર જણાવ્યું હતું કે સરકારના સારા પ્રયત્નોથી જૂન -2020 થી જાન્યુઆરી -2022 સુધી દિવ્યાંગજનોના 2000 કેસોનું નિરાકરણ થયું છે જેમાં વર્ચ્યુઅલી મુખ્ય આયુક્ત (દિવ્યાંગજન -નવી દિલ્હી) દ્વારા આ કેસોનું નિરાકરણ થયું ઉપરાંત એરપોર્ટ ઉપર પણ દિવ્યાંગોને કોઈ તકલીફ ના પડે તે માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે.

Related posts

ઘરફોડના આરોપીઓને પકડવા યુપી ગયેલી ઊંઝા પોલીસ પર ફાયરિંગ

saveragujarat

સુરતમા મહિલા હત્યાનો વધુ એક ભેદ ઉકેલતી ઉધના પોલીસ,વેલેન્ટાઈન ડેએ પ્રેમીને મળવા ઓરિસ્સાથી આવી હતી સુરત.

saveragujarat

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત ભાઇ શાહ બિપરજાેય વાવાઝોડા બાદ કચ્છ માં ઊભી થયેલી પરિસ્થિતિ ની સમીક્ષા માટે કચ્છ પહોંચ્યા

saveragujarat

Leave a Comment