Savera Gujarat
Other

રાજ્યમાં 31 જીડીપી સેન્ટર્સનું લોકાર્પણ કરતા આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલ

ડાયાલિસિસનું ગુજરાત મોડલ દેશના અન્ય રાજ્યોમાં પણ લાગુ કરવામાં આવશે: પટેલ

સવેરા ગુજરાત/વડનગર:-  આરોગ્ય મંત્રી રૂષિકેશભાઈ પટેલે ઉત્તર ગુજરાતના વડનગર શહેરમાંથી આયોજિત એક વર્ચ્યુઅલ સમારોહમાં ઈન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર (આઇકેડીઆરસી) દ્વારા સંચાલિત ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ 31 ડાયાલિસિસ સેન્ટર્સનું લોકાર્પણ કર્યું. આ મહત્વપૂર્ણ પ્રસંગના સાક્ષી બનતા માટે દાહોદ જિલ્લાના દેવગઢબારિયાથી આરોગ્ય રાજ્ય મંત્રી  નિમિષાબેન સુથાર પણ આ સમારોહ સાથે જોડાયા હતા.પટેલે જીડીપી સેન્ટર્સ ખાતે ઉપલબ્ધ ડાયાલિસિસ સુવિધાઓની ગુણવત્તા માપવા માટે ગોત્રી, દેવગઢબારિયા અને વડનગર જીડીપી સેન્ટર્સના ડાયાલિસિસ દર્દીઓ સાથે ઑનલાઈન વાતચીત પણ કરી હતી. તેમની વાતચીત દરમિયાન પટેલે જણાવ્યું હતુ કે2010માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકેમાનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમર્થિત વિઝન દર્દીઓ માટે કોઈપણ ખર્ચ વિના ગુણવત્તાયુક્ત ડાયાલિસિસ ઓફર કરતા જીડીપી સેન્ટર્સના એક નેટવર્કના રૂપમાં વિકસિત થયુ છે.આ પ્રસંગે વડનગરથી બોલતા  પટેલે જણાવ્યું, “કોઈપણ સમયે કોઈપણ સ્થળે ઉપલબ્ધ ડાયાલિસિસ સુવિધાને પણ સંબંધિત રાજ્ય સરકારોની સમર્થન સાથે સમગ્ર ભારતમાં નકલ કરી અમલમાં લાવવામાં આવશે.”રાજ્યના વિવિધ ભાગોમાં હજારો ડાયાલિસિસ દર્દીઓને સેવા આપવા માટે મંગળવારે શરૂ કરાયેલા જીડીપી સેન્ટર્સ રૂ. 16 કરોડના ખર્ચે નિર્મિત કરવામાં આવ્યા હતા. “જીડીપી એ વિશ્વમાં ડાયાલિસિસ કેન્દ્રોનું સૌથી મોટું સરકારી નેટવર્ક છે અને અમે રાજ્યમાં કિડની સંભાળની જરૂરિયાત ધરાવતા દરેક વ્યક્તિને નિઃશુલ્ક ડાયાલિસિસ સેવાઓ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છીએ.” તેમ આઇકેડીઆરસી-આઈટીએસના ડિરેક્ટર ડૉ. વિનીત મિશ્રાએઆ પ્રસંગે જણાવતા વધુમાં ઉમેર્યું હતુ કે ડાયાલિસિસને તમામ માટે સુલભ બનાવવા માટે વધુ સંખ્યામાં જીડીપી સેન્ટર્સ તૈયાર કરવામાં આવી રહ્યાં છે.

ફેરફેક્સ ઈન્ડિયા ચેરિટેબલ ફાઉન્ડેશને પ્રધાનમંત્રી નેશનલ ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ જીડીપી સેન્ટર્સ પર અત્યાર સુધીમાં 96 ડાયાલિસિસ મશીન દાનમાં આપ્યા છે.

જીડીપી 2010થી ગુજરાતમાં કિડનીની સંભાળની જરૂરિયાત ધરાવતા હજારો દર્દીઓના જીવનમાં પરિવર્તન લાવ્યું છે. આઇકેડીઆરસીદ્વારા તાલિમબદ્ધ સહાયક સ્ટાફ સહિત 400 ટેકનિશિયનના સ્ટાફ સાથે68 જીડીપી સેન્ટર્સનું નેટવર્ક દર્દીઓની સામાજિક-આર્થિક પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લીધા વિના તેમની મુલાકાત લેવા માટે કોઈપણ ખર્ચ વિના ઉચ્ચ ગુણવત્તાના ડાયાલિસિસ સુવિધા પુરી પાડે છે.જીડીપી સેન્ટર્સ ખાતે ડાયાલિસિસ સેશન્સનું કેન્દ્રીય મોનિટરિંગ સીસીટીવીઅને કેન્દ્રીય સર્વર દ્વારા કરવામાં આવે છે, જેથી દરેક દર્દી માટે વધુ સારી સારવારના પરિણામોની ખાતરી કરવા માટે ત્રણ અલગ-અલગ સ્તરે મૂલ્યાંકન માટે ડેટા રિપોર્ટ જનરેટ કરી શકાય. દરેક ડાયાલિસિસ પ્રક્રિયા માટે સિંગલ-યુઝ ડાયાલિઝર અને બ્લડ ટ્યુબિંગના સિદ્ધાંતે ગુજરાતને ઉચ્ચ ગુણવત્તાના ડાયાલિસિસ પૂરી પાડવા માટે આંતરરાષ્ટ્રીય ધોરણોનું પાલન કરનારા દેશના પ્રથમ રાજ્ય તરીકે સ્થાન અપાવ્યું છે. બીપીએલદર્દીઓને જીડીપી કેન્દ્રોની દરેક મુલાકાત માટે મુસાફરી ખર્ચની પણ ભરપાઈ કરવામાં આવે છે.ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ (GDP)એ રાજ્યમાં ઇએસઆરડીદર્દીઓને મફત ડાયાલિસિસ પ્રદાન કરવા માટે ગુજરાત સરકારના નેજા હેઠળ આઇકેડીઆરસીનો મુખ્ય કાર્યક્રમ છે. આઇકેડીઆરસી ઇએસઆરડીદર્દીઓને તાલિમબદ્ધ માનવબળ,ઉપભોજ્ય વસ્તુઓ, જાળવણી, નેફ્રોલોજિસ્ટ અને ફિસ્ટુલા સર્જન પ્રદાન કરવાની તેની જવાબદારી નિભાવે છે. જીડીપી સેન્ટર્સ ચલાવવા માટે જિલ્લા હોસ્પિટલો, પેટા જિલ્લા હોસ્પિટલો, મેડિકલ કોલેજો અને જીએમઈઆરએસ (GMERS)મેડિકલ કોલેજોમાં જગ્યા ફાળવવાની જોગવાઈઓ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે છે.

Related posts

૭૬ મા સ્વાતંત્ર્ય પર્વની અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રંગારંગ ઉજવણી

saveragujarat

દાંતા સર ભવાનીસિંહ વિદ્યાલય ખાતે રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી કરવામાં આવી

saveragujarat

દેશના ૧૨૭૫ રેલવે સ્ટેશનોનો કાયાકલ્પ કરવા તૈયારીઓ

saveragujarat

Leave a Comment