Savera Gujarat
Other

આ વખતે ગીરની પ્રખ્યાત કેસર કેરી માર્કેટમાં મોડી આવશે અને અછત સર્જાય તેવી શક્યતા છે,સ્વાદના શોખીનો માટે માઠા સમાચાર

વ્રજ લિમ્બાણી/ગીર સોમનાથ :- ગીરની કેસર કેરી અને કેરી રશિકો માટે માઠા સમાચાર છે. 2થી 3 વાર વારમવાર ખરાબ વાતાવરણ થવાના કારણે ગીરની પ્રખ્યાત કેસર કેરીને નુકસાન થયુ છે. ઠંડીના કારણે આંબાના વૃક્ષો પર હજુ સુધી મોર નથી લાગ્યો . ગીર સોમનાથ જિલ્લા સહીત જુનગઢ ગીર વીસ્તારના આંબાના બગીચામાં જોઈએ તેટલું ફ્લાવરિંગ ન થવાથી કેસર કેરીના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળશે અને ભાવ પણ ઊંચા રહેશે તેવું ખેડૂતો માની રહ્યા છે.

 વાતાવરણ વારમવાર ખરાબ થવાથી ઠંડીના અ‍ૅન્બેલેંસના  કારણે ફ્લાવરિંગ નહિ થયું 
ગીરની વિશ્વ વીખ્યાત કેસર કેરીને આ વર્ષે પણ ગ્રહણ લાગ્યું છે. ગત વર્ષે તોકતે વાવાઝોડાના લીધે કેસર કેરીને ભારે નુકસાન પહોંચ્યું હતું. તેની સાથે ખુબ મોટા પ્રમાણમાં વરસાદ પડતા આંબાના બગીચાને નુકશાન જોવા મળ્યું છે. જેના લીધે આ વર્ષે પણ વાતાવરણ મા અ‍વારનવાર પલ્ટો થવથી અ‍ને ઠંડી નુ બેલેંસ ખોરવાવાને લીધે આંબામાં જેટલું ફ્લાવરીંગ થવું જોઈએ તેટલું થયું નથી. જેના લીધે નહિવત કેસર કેરીની આવક થશે.

ભાવનગરમાં આંબા પર મોર અને નાની ખાખડી જોવા મળી રહી છે.
તો બીજી તરફ, ભાવનગર શહેરની આંબાવાડીઓમાં ફળોના રાજા કેરીનું આગમન થયું છે. શહેરના અનેક વિસ્તારોમાં આંબાઓ પર કેરીનો ફાલ જોવા મળી રહ્યો છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારની વાડીઓમાં આંબાઓ પર હજુ માત્ર મોર જોવા મળી રહ્યો છે. હવામાનમાં થઈ રહેલા સતત ફેરફાર અને કમોસમી વરસાદના કારણે કેરીનો ફાલ ઓછો ઉતરે એવી શક્યતા છે. વારંવાર થતા કમોસમી વરસાદના કારણે આંબા પરનો ફાલ ખરી પડતો હોવાથી કેરીની આવકમાં ઘટાડો થઈ શકે છે. હાલ તો શહેરી વિસ્તારના આંબાઓ પર નાની નાની ખાખઠી જોવા મળી રહી છે.

Related posts

મુખ્યમંત્રી વિશ્વકર્મા જયંતિના દીવસે શ્રમ પારિતોષિકથી રાજ્યના વિવિધ ક્ષેત્રના ઔદ્યોગિક શ્રમિકોનું સન્માન કર્યુ હતું.

saveragujarat

હવે ટિ્‌વટરના ઉપયોગ કરવા માટે રૂપિયા ચુકવવા પડશે?

saveragujarat

ફિલ્મ ‘પુષ્પા’પણ ઝાંખી પડે તેવો કિસ્સો સુરતમાં સામે આવ્યો ,500 કિલો ચંદનનું લાકડું તંત્રએ જપ્ત કર્યું.

saveragujarat

Leave a Comment