Savera Gujarat
Other

અલ્લુ અર્જુનને એક ફિલ્મના બજેટ જેટલી અધધધ 100 કરોડની ઓફર !

મુંબઈ
મહામારીના કપરા કાળમાં પણ ‘પુષ્પા: ધી રાઇઝ’ની સફળતા બાદ સાઉથના એક્ટર અલ્લુ અર્જુનના ભાવમાં ધરખમ વધારો થયો છે. સાઉથના તમિલ ડિરેક્ટર એટલીએ અલ્લુ અર્જુનને એક ફિલ્મના બજેટ જેટલી એટલે કે અધધધ 100 કરોડની ઓફર કરી છે.

અલ્લુ અર્જુન ‘પુષ્પા’ની સિકવલનું કામ શરુ કરવાની રાહ જોઇ રહ્યો છે અને તમામ લોકોની તેના આગામી પ્રોજેક્ટ પર નજર છે. દરમિયાન એક અહેવાલ મુજબ સાઉથના ફેમસ ડિરેક્ટર એટલીએ અલ્લુ અર્જુનને તેના આગામી પ્રોજેક્ટ માટે અધધધ 100 કરોડની ફીની ઓફર કરી છે.

ઉલ્લેખનીય છે કે ડિરેક્ટર સુકુમારની ફિલ્મ ‘પુષ્પા : ધી રાઈઝ’ હિન્દી સહિત પાંચ ભાષામાં રિલીઝ થઇ હતી. સાઉથની સાથે સાથે આશ્ર્ચર્યજનક રીતે હિન્દી ઓડિયન્સે પણ સારો રિસ્પોન્સ આપ્યા હતા, જેના કારણે અલ્લુ અર્જુનની રાતોરાત ડિમાન્ડ વધી ગઇ છે. તમિલ ડિરેક્ટર અલ્લુને જે પ્રોજેક્ટમાં લેવા માગે છે તે પ્રોજેક્ટનું હજુ ટાઈટલ નક્કી નથી થયું. પરંતુ તેનું પ્રોડકશન લાઇકા પ્રોડકશન કરશે.

અલ્લુ અર્જુનને બિગ ઓફર કરનાર એટલી અગાઉ રજનીકાંતની ‘2.0’ અને વિજયની ‘કાન્તિ’ જેવી બિગ બજેટ ફિલ્મ બનાવી ચૂકયા છે. એટલી હાલ શાહરુખ ખાન અને નયનતારા સાથે ‘લાયન’ ફિલ્મના શૂટીંગમાં વ્યસ્ત છે. બીજી બાજુ અલ્લુ અર્જુન આગામી પ્રોજેક્ટ – પુષ્પા: ધી રુલ, વેનુ શ્રીરામ સાથે આઈકોન અને કોરતલા શિવા સાથે રિવેન્જ ડ્રામા કરી રહ્યો છે.

Related posts

શ્રી સ્વામિનારાયણ ભગવાને વાત્સલ્યતાથી સંતો – ભક્તોને પીરસેલ વચન રૂપી “વચનામૃત” ગ્રંથની ૨૦૨ મી જયંતીની પંચમહાલ જિલ્લામાં ઠેર ઠેર ઉજવણી

saveragujarat

આ વખતે ગીરની પ્રખ્યાત કેસર કેરી માર્કેટમાં મોડી આવશે અને અછત સર્જાય તેવી શક્યતા છે,સ્વાદના શોખીનો માટે માઠા સમાચાર

saveragujarat

બિન સચિવાલય કલાર્ક અને ઓફિસ આસિસટન્ટની પરીક્ષા યોજવા મુદ્દે સૌથી મોટા સમાચાર આગામી 15 થી 20 દીવસમા પરીક્ષની તારીખ થશે જાહેર.

saveragujarat

Leave a Comment