Savera Gujarat
Other

આવતીકાલે સોમનાથ ખાતે રાજ્ય કક્ષાનો પ્રજાસત્તાક પર્વ ઉજવાશે

આવતીકાલ પ્રજાસત્તાક પર્વ છે. ત્યારે આ વર્ષનો રાજ્ય કક્ષાનો પ્રજાસત્તાક પર્વ (Republic Day 2022) સોમનાથ જિલ્લામાં ઉજવાશે. સોમનાથ ખાતે રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની પૂર્વ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. સોમનાથના સદભાવના ગ્રાઉન્ડ ખાતે રાજયકક્ષાના પ્રજાસત્તાક દિવસ (26 january) ની ઉજવણીની ફાઇનલ તૈયારીઓ ચાલી રહી છે. સુરક્ષા દળની કુલ 18 પ્લાટુન્સ દ્વારા શિસ્તબદ્ધ રીતે પરેડ કરશે. જિલ્લા કલેક્ટરે આજે તમામ વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી.

સોમનાથ (Somnath) ના સદભાવના ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય પર્વ 26 મી જાન્યુઆરીની રાજ્યકક્ષાની ઉજવણી થનાર છે. આ માટે પૂર્વ તૈયારીઓના ભાગરૂપે પ્રજાસત્તાક દિવસના ધ્વજવંદનના કાર્યક્રમની ફાઇનલ તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેમાં સુરક્ષા તંત્રના વિવિધ વિભાગો દ્વારા શિસ્તબદ્ધ રીતે પરેડ યોજવામાં આવી હતી.

પ્રજાસત્તાક પર્વ પૂર્વે વહીવટી તંત્ર દ્વારા ફાઇનલ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે. જિલ્લા કલેકટર અને સી.એમ.સુરક્ષાના અધિકારીઓએ સદભાવના ગ્રાઉન્ડ ખાતે વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી. આ સાથે જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ મુખ્યમંત્રી સુરક્ષા અધિકારીઓ સાથે વ્યવસ્થાઓ અંગે ચર્ચા કરી હતી.

ઉલ્લેખનીય છે કે, પ્રવર્તમાન કોવિડ 19 પરિસ્થિતિને અનુલક્ષીને રાજ્ય સરકારે પ્રજાસત્તાક દિવસની ઉજવણીના કાર્યક્રમો ટૂંકાવવાનું નકકી કર્યું છે. જેના કારણે આધિકારીક કાર્યક્રમ માત્ર 44 મિનિટના સમયગાળામાં યોજવાનું નક્કી કરાયું છે.

Related posts

બનાસકાંઠાની થરાદ કેનાલમાં મોતની છલાંગ લગાવવાનો સિલસિલો યથાવત ઃ ચાર દિવસમાં ચાર લાશો મળી

saveragujarat

નિયમોની ઐસી કી તૈસી કરવામા નેતાઓજ સૌથી મોખરે હોય છે, પારિવારીક પ્રસંગે BJP યુવા નેતાએ ભીડ ભેગી કરી અનુશાસનનો કર્યો ભંગ.

saveragujarat

તૂર્કીમાં ભૂકંપના આંચકાથી ૧૩૦૦થી વધુનાં મોત,હજારથી વધારે ઘાયલ

saveragujarat

Leave a Comment