Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતરાજકીય

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે “વિક્રમ સારાભાઈ ચિલ્ડ્રન ઇનોવેશન સેન્ટર”ના યુવા સંશોધકોને સન્માનિત કર્યા

સવેરા ગુજરાત, ગાંધીનગર તા. ૧૦
ગુજરાત યુનવર્સિટીના શ્યામાપ્રસાદ મુખર્જી ઓડિટરીયમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આજે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિક્રમ સારાભાઈ ચિલ્ડ્રન ઇનોવેશન સેન્ટર” ના યુવા સંશોધકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે વિક્રમ સારાભાઈ ચિલ્ડ્રન ઇનોવેશન સેન્ટરના ગુજરાત યુનિવર્સિટી સ્ટાર્ટ અપ એન્ડ એન્ટરપ્રેન્યોરશિપ કાઉન્સિલ ની કૉફી ટેબલ બૂક “નું લોન્ચિંગ કરાવ્યું હતું. આ પ્રસંગે પોતાના ઉદબોધનમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, યુવા સંશોધકો અને ઉદ્યોગસાહસિકોના વિચારબીજને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડીને એક વિચારને પ્રોડક્ટ સુધી પહોચાડવા માટે રાજ્ય સરકારે “સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ એન્ડ ઈનોવેશન” પોલીસી અમલમાં મૂકી છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દુરંદેશી નેતૃત્વમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર “સ્ટાર્ટ અપ” શબ્દની પરિભાષા ને ખરા અર્થમાં ચરિતાર્થ કરવા સતત પ્રયત્નશીલ છે. ગુજરાતને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમનું હબ બનાવવા માટે અને યુવા સંશોધકો અને ઉદ્યોગ સાહસિકોના વિચારોને ઈન્ક્યુબેશન, પ્રોટોટાઇપ ડેવલોપમેન્ટથી લઈને માર્કેટિંગ અને બ્રાન્ડિંગ સુધીની સહાય પૂરી પાડવા માટે રાજ્યમાં સહિતની સંસ્થાઓ રાજ્ય સરકાર સાથે સંકલન દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરી રહી છે. સ્ટાર્ટ અપ અને ઈનોવેશન પોલીસી અંતર્ગત યુવા ઉદ્યોગ સાહસિકો અને સંશોધનકર્તાઓને ૨.૫ લાખ સુધીની સહાય પૂરી પાડવામાં આવે છે. ગુજરાત આજે વિજ્ઞાન, ટેકનોલોજી અને ઈનોવેશન ક્ષેત્રે મોખરાનું સ્થાન પ્રાપ્ત કરવાની દિશામાં મજબૂત ડગ માંડી રહ્યું છે. અત્યાર સુધી જાણકારીના અભાવે કે લોકો શું વિચારશે તેવા ડરથી કેટલાક સારા વિચારો આગળ વધી શકતા નહોતા કે બહાર આવી શકતા નહોતા. આજે સુદ્રઢ સરકારી પોલિસી, યોજનાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકલન થકી દરેક સ્ટાર્ટઅપના વિચારને યોગ્ય પ્લેટફોર્મ અને યોગ્ય વાતાવરણ પૂરું પાડવા માટે રાજ્યસરકાર કટિબદ્ધ છે. તકોનું વિશાળ ફલક ઉપલબ્ધ બનતા આજે વિદ્યાર્થીઓ અને ઉદ્યોગ સાહસિકો ખુલીને પોતાના વિચારો સાથે બહાર આવી રહ્યા છે. ઉદ્યોગ સાહસિકો અને સંશોધકોની પ્રેરણા થકી આજે રાજ્યભરના યુવાનો માટે નોકરી સિવાય પણ કારકિર્દી ઘડતર માટે એક સબળ માધ્યમ ઉભુ થઈ રહ્યું છે. આવા સ્ટાર્ટઅપ ખરા અર્થમાં આર્ત્મનિભર હોય છે. તેઓ પોતાના વિકાસ સાથે અન્ય લોકોને પણ રોજગારી પૂરી પાડે છે. ડીજીટલ ઇન્ડિયા, સ્ટાર્ટ અપ ઇન્ડિયા, સ્ટેન્ડ અપ ઇન્ડિયા, આત્મ ર્નિભર ભારત જેવી યોજનાઓ ખરા અર્થમાં “એક ભારત, શ્રેષ્ઠ ભારત”નું સપનું સાકાર કરશે. મુખ્યમંત્રીએ તમામ યુવા સંશોધકો અને ઉદ્યોગ સાહસિકોના સંશોધનો અંગે વધુ વિગતો જાણવાની ઈચ્છા વ્યક્ત કરીને સૌને પોતાના નિવાસ્થાને આવવાનું નિમંત્રણ આપ્યું
આ પ્રસંગે શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, આવનારા વર્ષોમાં ભારતમાં ઇનોવેશન ક્ષેત્રે કામગીરી કરતા લોકોની સંખ્યા બમણી હશે અને ભારત સ્ટાર્ટ અપ અને ઈનોવેશન ક્ષેત્રે વિશ્વમાં આગવું સ્થાન પ્રાપ્ત કરશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે સ્ટાર્ટ અપ અને ઇનોવેશન ક્ષેત્રે ગુજરાત સરકાર દ્વારા આ વર્ષે ૫૦૦ કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે, જે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સફળ નેતૃત્વમાં સ્ટાર્ટ અપ અને ઇનોવેશન ક્ષેત્રના વિકાસ માટે સરકારની પ્રતિબધ્ધતા દર્શાવે છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ૩૫ વર્ષ સુધીની વયના ઉદ્યોગ સાહસિકો રાજ્ય સરકારની સ્ટાર્ટ અપ એન્ડ ઇનોવેશન પોલીસી અંતર્ગત રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ તેમજ સ્ટાર્ટ અપ ક્ષેત્રે કામગીરી કરી દેશને આર્ત્મનિભર બનાવવામાં મદદરૂપ થઈ શકે છે. જેનો લાભ આપવા ગુજરાત સરકાર કટિબદ્ધ છે. વિક્રમ સારાભાઈ ચિલ્ડ્રન ઇનોવેશન સેન્ટર સાથે મળીને યુવા અને બાળ સંશોધકોની પ્રતિભાને ઓળખ આપવાનું, તેમની સંશોધન વૃત્તિને પ્રોત્સાહન આપવાનું તેમજ તેમને વ્યવસ્થિત સંસ્થાગત માળખું પૂરું પાડવાનું કાર્ય કરે છે. આ ઈનોવેશન સેન્ટર દેશનો દેશનું સૌપ્રથમ આ પ્રકારનું સેન્ટર છે જે બાળકોની વિચારશક્તિ, સંશોધન વૃત્તિ અને પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલને માધ્યમ પૂરું પાડે છે. ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. હિમાંશુ પંડ્યા એ આ પ્રસંગે જણાવ્યું હતું કે, સતત ઇનોવેશન અને સ્ટાર્ટ અપ ક્ષેત્રને લગતા પ્રયાસો જાે કોઈ સંસ્થા દ્વારા કરવામાં આવતા હોય તો તે ગુજરાત યુનિવર્સિટીન છે. એમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત યુનિવર્સિટી એકમાત્ર એવી યુનિવર્સિટી છે કે જેની પાસે પાંચ સેક્શન હેડ કંપનીઓ છે. જેમના ના દ્વારા કાઉન્સિલિંગ રિસર્ચ અને કોલાબરેશનમાં ખૂબ જ અસરકારક કાર્ય કરવામાં આવે છે.
રાજ્ય સરકાર દ્વારા ગુજરાત યુનિવર્સિટીને સંપૂર્ણ સાથ, સહકાર અને માર્ગદર્શન આપવામાં આવે છે જેના કારણે જ સ્ટાર્ટ અપ ક્ષેત્રે રાજ્ય સતત ત્રીજા વર્ષે પ્રથમ નંબર પર રહ્યું છે. ય્ેંજીઈઝ્ર દ્વારા અવનવા ઇનોવેશન કરવા માટે ઓનલાઇન કોર્સની શરૂઆત કરવામાં આવી છે જેમાં દેશના તમામ લોકો કોઈપણ ખૂણેથી અરજી કરી ભાગ લઈ શકે છે અને રિસર્ચ, સ્ટાર્ટ અપ, ઉદ્યોગ સાહસિકતા અને અભ્યાસ કરી શકે છે. આ પ્રસંગે શિક્ષણ સચિવ એસ.જે. હૈદર, ઉચ્ચ શિક્ષણના કમિશનર એમ.નાગરાજન, ગુજરાત યુનવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યા અને રજિસ્ટ્રાર ડૉ.પી.એમ.પટેલ,ગુજરાત યુનવર્સિટી અને  .મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે “વિક્રમ સારાભાઈ ચિલ્ડ્રન ઇનોવેશન સેન્ટર”ના યુવા સંશોધકોને સન્માનિત કર્યા

Related posts

જેકલીન ફર્નાન્ડીઝની પૂછપરછ બાદ નોરાનોને દિલ્હી પોલીસે સમન્સ મોકલ્યું

saveragujarat

નશાબંધી અને આબકારી વિભાગના કર્મચારીઓનું ગુજરાત સરકાર સામે એલાને જંગ .

saveragujarat

સુરતમા મહિલા હત્યાનો વધુ એક ભેદ ઉકેલતી ઉધના પોલીસ,વેલેન્ટાઈન ડેએ પ્રેમીને મળવા ઓરિસ્સાથી આવી હતી સુરત.

saveragujarat

Leave a Comment