Savera Gujarat
તાજા સમાચારભારત

હવે હિમાલયમાં મળી આવતી આ ખાસ પ્રકારની ફૂગથી થઈ શકશે કેન્સરની સારવાર…

હિમાલયમાં મળી આવતી ફૂગ દ્વારા કેન્સરની સારવાર થઈ શકશે. આ ફૂગને વૈજ્ઞાનિક ભાષામાં કોર્ડિસેપ્સ સાઈનેસિસ કહેવાય છે. તેમા કેન્સર સામે લડવા અને કેન્સરવાળી કોશિકાઓને અટકાવવાની ક્ષમતા છે. આ વાત ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને બાયોફાર્મા કંપની ન્યૂકાનાની જોઈન્ટ રિસર્ચમાં સાબિત પણ થઈ છે.

તે હિમાલયમાં મળી આવતી ફૂગ છે. ચીની ઔષધિ તૈયાર કરવામાં સૈંકડો વર્ષોથી તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેને કેટરપિલર ફંગસ પણ કહેવામાં આવે છે. તે ખાસ કરીને હિમાલયના નેપાળ અને ભૂટાનવાળા હિસ્સામાં મળી આવે છે. તેમા કૉર્ડિસેપ્સિન અને એડિનોસિન કેમિકલ મળી આવે છે. કૉડિસેપ્સિન જ આ ફૂગની સૌથી મોટી ખૂબી છે. આ કારણે જ આ ફૂગને ચીની ચિકિત્સા પદ્ધતિમાં મેડિસિનલ મશરૂમનો દરજ્જો આપવામાં આવ્યો છે.

આ ફૂગથી જ વૈજ્ઞાનિકોએ એવી દવા વિકસિત કરી છે, જેનો ઉપયોગ કીમોથેરાપી ડ્રગ તરીકે કરવામાં આવશે. ડ્રગનું નામ NUC-7735 રાખવામાં આવ્યું છે. રિસર્ચ દરમિયાન મળી આવ્યું છે કે, એન્ટી-કેન્સર ડ્રગ છે એટલે કે તેમા કેન્સરને હરાવવાની ક્ષમતા છે. તે કેન્સર કોશિકાઓને અટકાવવામાં મદદ કરે છે અને 40 ટકા સુધી અસરદાર છે.

શોધકર્તાઓના જણાવ્યા અનુસાર, ફૂગમાં મળી આવતું કેમિકલ કૉર્ડિસેપ્સિન શરીરમાં પહોંચીને બ્લડમાં મિક્સ થવા માંડે છે. તે ADA નામના એન્જાઈમની મદદથી તૂટી જાય છે. ત્યારબાદ તે કેન્સરવાળી કોશિકાઓ સુધી પહોંચીને પોતાની અસર બતાવે છે. શરૂઆતી ક્લિનિકલ ટ્રાયલમાં એ વાત સાબિત પણ થઈ ચુકી છે.

ક્લિનિકલ કેન્સર રિસર્ચ જર્નલમાં પબ્લિશ સ્ટડી કહે છે, ફાર્મા કંપની ન્યૂકાના આ ડ્રગનો ઉપયોગ NUC-7738 નામથી કરી રહી છે. ક્લિનિકલ ટ્રાયલ ફેઝ-1ના પરિણામ અસરદાર રહ્યા છે. ક્લિનિકલ ટ્રાયલના ફેઝ-2ની તૈયારી કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં જ મોટા સ્તર પર તેનું બીજા ચરણનું ટ્રાયલ કરવામાં આવશે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા અનુસાર, દેશમાં કેન્સરના 13.9 લાખ દર્દી છે. 2025 સુધી તેની સંખ્યા વધીને 15.7 લાખ સુધી પહોંચી શકે છે. 2020માં 679421 ભારતીય પુરુષોમાં કેન્સરના મામલા સામે આવ્યા. આ આંકડા 2025 સુધી 763575 સુધી પહોંચી શકે છે. જ્યારે 2020માં 712758 મહિલાઓ કેન્સરથી પીડિત થઈ. 2025 સુધી આ મામલા 806218 સુધી પહોંચી શકે છે. ICMRનો રિપોર્ટ કહે છે, 2025 સુધી બ્રેસ્ટ કેન્સર આ બીમારીનું સૌથી કોમન કેન્સર બની જશે. બીજા નંબર પર ફેફસાનું કેન્સર હશે.

Related posts

ચાંદખેડા વિસ્તારમાંથી નકલી નોટોના જથ્થા સાથે ચાર આરોપીની ધરપકડ કરાઈ

saveragujarat

ગયા વર્ષનું લસણ પાણીના ભાવે ખેડૂતો વેચી રહ્યા છે

saveragujarat

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા હોસ્પિટલમાં સામાન્ય દર્દી બની ને ગયા તો ગાર્ડે ફટકારી લાકડી, જાણો ક્યાં કારણોસર ?

saveragujarat

Leave a Comment