Savera Gujarat
તાજા સમાચારભારતમનોરંજન

હૃતિક રોશને ડ્રગ્સ કેસમાં સંડોવાયેલા શાહરુખ ખાનના દીકરા આર્યન ને પત્ર લખી જુઓ શું કહ્યું ?

શાહરૂખના પુત્ર આર્યનની 3 ઓક્ટોબરના રોજ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે શરૂઆતમાં તેને એક દિવસ માટે રિમાન્ડ આપ્યા હતા અને ત્યારબાદ 7 ઓક્ટોબર સુધી રિમાન્ડ આપ્યા હતા. હવે હૃતિક રોશને સો.મીડિયામાં આર્યનના નામે એક ખુલ્લો પત્ર લખ્યો છે.

‘મારા પ્રિય આર્યન, જીવનની સફર ઘણી જ વિચિત્ર છે. આ ઘણું જ સારું છે, કારણ કે આ અનિશ્ચિત છે. આ એટલા માટે પણ સારું છે, કારણ કે મુશ્કેલ પરિસ્થિતિઓ પણ આવે છે, પરંતુ ભગવાન દયાળુ છે. તે માત્ર સ્ટ્રોંગ લોકોને જ મુશ્કેલ પરિસ્થિતિમાં મૂકે છે. જ્યારે તમે ઊથલપાથલમાં પોતાની જાતને સંભાળવા માટે પ્રેશર અનુભવો છો ત્યારે તમને પસંદ કર્યા એ વાતની તમને જાણ થાય છે.’

‘મને ખ્યાલ છે કે તું આ સમયે આ ફીલ કરતો હોઈશ. ગુસ્સો, કન્ફ્યુઝન, લાચારી. આ તમામ બાબતો તારી અંદરના હીરોને બહાર આવવા માટે જરૂરી છે. જોકે સાવચેત રહેજે, આ વસ્તુઓ તારી સારપ, તારાં દયાળુ, કરુણા, પ્રેમને નષ્ટ પણ કરી શકે છે. જાતને તપાવો…પરંતુ એક હદ સુધી. જો તને એ ખ્યાલ હોય કે કયા હિસ્સાને પોતાની સાથે રાખવો છે અને કયા હિસ્સાને અનુભવમાંથી બહાર કાઢવાનો છે તો ભૂલો, પડવું, જીત, નિષ્ફળતા, સફળતા આ બધું સમાન છે.’

 

‘યાદ રાખજે કે આ તમામ બાબતો તને સારી વ્યક્તિ બનાવી શકે છે. હું તને નાનપણથી ઓળખું છું અને તું મારી નજરની સામે જ મોટો થયો છે. આનો સ્વીકાર કર. જે પણ અનુભવ છે એનો સ્વીકાર કર. આ તારા માટે ભેટ સ્વરૂપ છે. વિશ્વાસ કર, સમયની સાથે જ્યારે તું આ બધી બાબતોને જોડીને જોઈશ…હું વચન આપું છું કે તને આ બધું જ સમજાઈ જશે. બસ, શરત એટલી જ કે તું શેતાનની આંખોમાં આંખો નાખીને જો અને શાંત રહે. જો તું શાંત રહી શક્યો તો તું બધું જ સમજી જઈશ. ધ્યાન આપ, આ ક્ષણ તારી આવતીકાલ બનશે અને આવતીકાલ એક તપતા સૂરજની જેમ ચમકી રહી છે, પરંતુ આ માટે તારે અંધકારમાંથી પસાર થવું પડશે. શાંત, સ્થિર અને પોતાની જાતને સંભાળો, પ્રકાશ પર વિશ્વાસ કર, આ તારી અંદર છે તથા હંમેશાં તારી અંદર રહેશે. લવ યુ મેન.’

પૂજા ભટ્ટથી લઈને સુનીલ શેટ્ટી સુધી, સેલેબ્સે શાહરૂખનો સાથ આપ્યો છે. જે દિવસે આર્યનની ધરપકડ કરવામાં આવી, સલમાન તેને મળવા આવ્યો. ત્યારબાદ સલમાનની બહેન અલીવરા, ભાભી સીમા ખાન આવી. કાજોલ, રાની મુખર્જી, દીપિકા પાદુકોણ, અનુષ્કા શર્માએ શાહરૂખ સાથે ફોન પર વાત કરી છે. આર્યનની ધરપકડ બાદ સલમાન ખાન સૌથી પહેલા શાહરૂખના બંગલામાં આવ્યો હતો. ત્યારબાદ સલમાનની બહેન અલવીરા, ભાભી સીમા ખાન આવી.

 

Related posts

જાે યુદ્ધ થશે તો તે ચીન-પાક. બંને સાથે થશે : રાહુલ ગાંધી

saveragujarat

ગોવાના કાર્યક્રમમાં અમિત શાહના નિવેદનથી પાકિસ્તાનમાં ફફડાટ, પાકિસ્તાન નહી સુધરે તો ફરી કરીશુ સર્જીકલ સ્ટ્રાઈક…

saveragujarat

ગયા વર્ષનું લસણ પાણીના ભાવે ખેડૂતો વેચી રહ્યા છે

saveragujarat

Leave a Comment