Savera Gujarat
તાજા સમાચારભારતરાજકીય

બનાસકાંઠા જિલ્લામાં મધ્યરાત્રિથી ધોધમાર વરસાદ ચાલુ…

બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો મા કયા ખુશી તો ક્યા ગમ ના દ્રશ્યો વરસાદના લીધે,,,

વહીવટી તંત્ર દ્વારા હાઈ એલર્ટ તમામ નદીકાંઠાના વિસ્તારના આસપાસ નાં લોકો ને દુર રહેવા સૂચના,,,

હજુ પણ ભારે વરસાદની આગાહી લીધે ખેડૂતોમાં તેમજ સીટી વિસ્તારના લોકોમાં ભય,,,

આમ તો બનાસકાંઠા જીલ્લાની અંદર ઘણા સમય થી મેઘરાજા રિસાયા હોય તેવું ધરતીપુત્રોમાં માની રહ્યા હતા ત્યારે વાત કરીએ તો ગઈકાલ મધ્ય રાત્રીથી શરૂ થયેલા વરસાદે ક્યાંક ખુશી તો ક્યાંક ગમ જેવી સ્થિતિ સર્જી છે ત્યારે મધરાતથી શરૂ થયેલા વરસાદે ભારેથી અતિભારે વરસાદ હાલમાં બનાસકાંઠામાં વરસી છે ત્યારે ખેડૂતોના જીવ તાળવે ચોંટયા છે અત્રે ઉલ્લેખનીય છે કે ખેડૂતોને જ્યારે કાગડો લે રાહ જોઇને બેઠા હતા ત્યારે નહોતો જ્યારે વરસાદનો નહોતો જ્યારે હાલમાં વરસી રહેલા વરસાદે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન પહોંચાડે તેવી ભીતિ સેવાઈ રહી છે.

ખેડૂતોનો પાકી ગયેલો પાક્ મગફળી કઠોળ સહિતના પાકને ભારે નુકસાન પહોંચે તેવી સંભાવના છે ત્યારે તંત્ર દ્વારા ક્યાંકને ક્યાંક હજુ ત્રણ દિવસ ની આગાહી કરતા ખેડૂતોના જીવ તાળવે ચોંટયા છે હવે જોવાનું એ રહે છે કે બનાસકાંઠા જીલ્લાની અંદર કુદરતી મહેર થાય છેકે પછી કુદરતી કહેર એ તો આવનારો સમય જ બતાવશે ત્યારે હાલમાં કયાંક ખુશી તો ક્યાંક ગમ ના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરના તેમજ ગ્રામીણ વિસ્તારોના ત્યારે દાંતીવાડા ડેમમાં છેલ્લા 5 દિવસથી હળવેથી આવક યથાવત રહી દાંતીવાડા ડેમમાં છેલ્લા 92 કલાકમાં કુલ 8.6 ફૂટની સપાટી વધી છે તા.22/09/2021 અને બપોરે 12:00 pm થી દાંતીવાડા ડેમમાં નોંધપાત્ર પાણી આવક શરૂ થઈ હતી ત્યારની સપાટી ફૂટમાં 550.29 હતી અને 8.25% પાણી હતું ત્યારે સતત પાંચ દિવસ ડેમમાં પાણીની આવક યથાવત રહેતા છેલ્લા 92 કલાકમાં દાંતીવાડા ડેમની કુલ સપાટીમાં તા.26/09/2021 ના સવારે 07:00 વાગ્યા સુધીમાં 8.6 ફૂટનો વધારો થયો છે અને 6.11% પાણી વધ્યું છે જ્યારે આજે તા.26/09/2021 સવારે 07:00 am ની દાંતીવાડા ડેમની સ્થિતિ જોઈએ તો જેમાં ડેમની સપાટી છે 558.89 ફૂટ અને પાણીની આવક છે 443 ક્યુસેક અને 14.36% કુલ પાણી છે છેલ્લા 24 કલાકમાં જીલ્લામાં સૌથી વધુ વરસાદ દાંતીવાડાનો નોંધાયો છે જે 5 ઇંચ અને 15 એમ.એમ. સવારે 06:00 વાગ્યા સુધીમાં નોંધાયો છે. તો બનાસકાંઠા જિલ્લામાં સિઝનનો સરેરાશ 61% વરસાદ થયો છે.જયારે આજે વહેલી સવારથી જીલ્લામાં અલગઅલગ વિસ્તરમાં સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે

અહેવાલ :  રાજુ સી પુનડીયા, સવેરા ગુજરાત ડીસા બનાસકાંઠા

Related posts

૧૪ મહિનામાં ૭૫ ટકા સુધી વધી ગયા સીએનજીનાં ભાવ

saveragujarat

અડાલજ:- પરપ્રાંતીય યુવકે 12 વર્ષની કિશોરી ઉપર દુષ્કર્મ આચર્યું

Admin

ગુજરાત પર વાવાઝોડાનું સંકટ, ૧૨થી ૧૪ જૂન વચ્ચે ટકરાઈ શકે છે

saveragujarat

Leave a Comment