CAG રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યુ છે કે દિલ્હીની સ્વાસ્થ્ય સંબંધી સેવાઓ માત્ર કાગળ પર જ હોય તેમ લાગી રહ્યુ છે. કારણે CAG રિપોર્ટમાં ઘણા ચોંકવનારા ખુલાસા થયા છે. આ રિપોર્ટ મુજબ 6 વર્ષમાં દિલ્હીના સાર્વજનિક સ્વાસ્થ્ય સેવામાં ગંભીર પ્રકારે અસુવિધા તથા નાણાકીય હેરફેર કરવામાં આવી છે. 14 હૉસ્પિટલમાં ICU નથી અને મોહલ્લા ક્લિનિકમાં ટોયલેટની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં નથી આવી.
CAG રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
રિપોર્ટ અનુસાર કોવિડ 19નો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર તરફથી મળેલા 787.91 કરોડ રૂપિયામાંથી ફક્ત 582.84 કરોડ રૂપિયા જ ખર્ચાયા હતા. જ્યારે બાકીની રકમનો ઉપયોગ નથી કરાયો. આ કારણે, કોરોના સંકટ દરમિયાન આવશ્યક સુવિધાઓની ભારે અછત સર્જાઈ હતી. દિલ્હીની આરોગ્ય સેવાઓ અંગે CAGના રિપોર્ટમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. ભંડોળની દેખરેખ અને ભ્રષ્ટાચારના આરોપો આમ આદમી પાર્ટી પર લગાવવામાં આવ્યા છે.
રિપોર્ટ અનુસાર, આરોગ્ય કર્મચારીઓની ભરતી અને પગાર માટે મળેલા 52 કરોડ રૂપિયામાંથી 30.52 કરોડ રૂપિયા ખર્ચાયા જ નથી. એ સ્પષ્ટ છે કે સરકારે પૂરતા પ્રમાણમાં આરોગ્ય કર્મચારીઓની ભરતી કરી ન હતી. જેના કારણે લોકોને રોગચાળા દરમિયાન સારવાર મેળવવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેવી જ રીતે, દવાઓ, પીપીઈ કીટ અને અન્ય તબીબી પુરવઠા માટે મળેલા રૂ. 119. 85 કરોડમાંથી રૂ. 83.14 કરોડ ખર્ચાયા જ નથી. આવશ્યક સેવાઓનો અભાવ અને મોહલ્લા ક્લિનિકની હાલત ખરાબ છે. જમાં 27 માંથી 14 હોસ્પિટલોમાં ICU સેવાઓ ઉપલબ્ધ નહોતી. એમ્બ્યુલન્સ પણ જરૂરી સાધનો વિના ચલાવવામાં આવી રહી હતી.
મોહલ્લા ક્લિનિક્સની સ્થિતિ
મોહલ્લા ક્લિનિક્સની સ્થિતિ પણ ખરાબ જોવા મળી રહી છે 21 મોહલ્લા ક્લિનિકમાં શૌચાલય નહોતા. 15 ક્લિનિક્સમાં પાવર બેકઅપ સુવિધા નહોતી. 6 ક્લિનિક્સમાં ડોકટરો માટે ટેબલ પણ નહોતા. 12 ક્લિનિકમાં દિવ્યાંગો માટે કોઈ સુવિધા નહોતી. CAG રિપોર્ટે દિલ્હીની આરોગ્ય સેવાઓની વાસ્તવિકતા ઉજાગર કરી છે. કોવિડ સમયગાળા દરમિયાન સરકાર તરફથી મળેલા ભંડોળનો યોગ્ય ઉપયોગ ન થવાથી હોસ્પિટલોમાં આવશ્યક સુવિધાઓનો તીવ્ર અભાવ, સ્ટાફની તીવ્ર અછત અને ભ્રષ્ટાચાર તરફ ઈશારો થાય છે. હવે સરકારે જાહેર આરોગ્ય સંબંધિત આ બેદરકારીનો જવાબ આપવો પડશે.