Savera Gujarat
કરંટ અફેયરતાજા સમાચારભારતસમાજ કલ્યાણ

૫૧ શક્તિપીઠ મહોત્સવ શ્રી ભાદરવી પુનમિયા સંઘ સેવા ટ્રસ્ટ દ્વારા માતાજીની ભવ્ય પાદુકાયાત્રા યોજાઈ

સવેરા ગુજરાત,  અંબાજી  ,તા 13

અંબાજી,  શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં બીજા દિવસે શ્રી ભાદરવી પુનમિયા સંઘ સેવા ટ્રસ્ટ દ્વારા માતાજીની ભવ્ય પાદુકા યાત્રા યોજાઈ હતી. આ પ્રસંગે મણીભદ્ર વીર મહારાજ મંદિર, મગરવાડાના પૂજારી વિજયસોમ પુરી મહારાજના આશીર્વચન અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલની પ્રેરક ઉપસ્થિતિમાં માઈભક્તોએ જય અંબેના જય નાદ સાથે ધર્મમય માહોલમાં ૫૧ શક્તિપીઠ પરિક્રમા પથ પર પ્રયાણ કર્યું હતું.

આ પ્રસંગે પૂજારી વિજયસોમ પુરી મહારાજે જણાવ્યું હતું કે, અંબાજી એવું પવિત્ર સ્થળ છે જ્યાં ૫૧ શક્તિઓ બિરાજમાન છે. આપણને એક જ સ્થળે ૫૧ શક્તિપીઠના દર્શનનો લાભ મળે છે. આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ અંબાજીમાં આપણી શ્રદ્ધા અને આસ્થા ને અનુરૂપ ૫૧ શક્તિપીઠનું નિર્માણ કરાવી સૌ માઇ ભક્તો અને શ્રદ્ધાળુઓને અનેરી ભેટ આપી છે. જે આપણા સૌના માટે ગૌરવની વાત છે. આ અવસરનો લાભ લેવા અને ભક્તોની મનોકામના પૂર્ણ થાય એવા આશીર્વચન આપી મહરાજએ યાત્રાનો શુભારંભ કરાવ્યો હતો.

આ પ્રસંગે ભાદરવી પુનમિયા સંઘ સેવા ટ્રસ્ટ હેઠળ નોંધાયેલા સંઘોના પ્રતિનિધિઓ, વિવિધ ભજન મંડળીઓ, સામાજિક ધાર્મિક સેવાકીય સંસ્થાઓના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં ગુજરાત ભર માંથી ભાવિક ભક્તો પરિક્રમા માટે ઉમટ્યા હતા.

Related posts

લતા મંગેશકરે ગુજરાતી ભાષામાં આ સુપરહિટ ગીતો અને ગરબા ગાયા છે

saveragujarat

હત્યાના પ્રયાસની કલમ હેઠળ નોંધાયો ગુનો

saveragujarat

ગાંધીનગર રાજભવન બહાર શપથવિધિ પહેલા લાગ્યા તારીખ વગરના પોસ્ટર, અત્યાર સુધીમાં આ ધારાસભ્યોને આવ્યા ફોન…

saveragujarat

Leave a Comment