Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

બિપોરજાેયના ઘા : પાંચ હજાર કરોડથી વધુનું આર્થિક નુકસાન

સવેરા ગુજરાત,અમદાવાદ, તા.૧૭
ગુજરાતને તહેસ હેસ કરી ચક્રવાત બિપોરજાેય હવે રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે. હવે આ વાવાઝોડાએ કેટલું નુકસાન પહોંચાડ્યું એ જાણવા મળી રહ્યું છે. ૧૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાતા લગભગ ૮૦૦ મડ હાઉસ તબાહ થઈ ગયા છે. જાે કે, સરકારનો દાવો છે કે, આ ચક્રવાતથી રાજ્યમાં કોઈનું પણ મોત થયું નથી. ૨૩ જેટલાં લોકોને ઘાયલ થયા છે અને મોટાપાયે આર્થિક નુકસાન થયું છે. વીજળી વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. માત્ર કચ્છમાં જ વીજળીના ૮૦ હજાર થાંભલા ધરાશાયી થઈ ગયા છે. તો કીચડના કારણે કેટલાંક ગામો સુધી પહોંચવું પણ મુશ્કેલ બન્યું છે. ખરેખરમાં કેટલું નુકસાન થયું છે એનો અંદાજાે તો થોડા દિવસો બાદ ખબર પડશે. ૨૦૦૧માં ભૂકંપનો સામનો કરનારું કચ્છ હવે બિપોરજાેય જાેયા બાદ ડરી ગયું છે. તોફાને ૧૯૯૮ના કંડલા સાયક્લોનની યાદ તાજી કરાવી દીધી છે. એક તરફ ગુજરાતમાં ચક્રવાતે તારાજી સર્જી છે, તો શેલ્ટર હોમ્સમાં શરણ લઈ રહેલા લોકો પ્રાર્થના કરી રહ્યાં છે. જ્યારે વાવાઝોડુ આવ્યું અને તે પસાર થઈ ગયું ત્યારે લોકો માત્ર એ જ વિચારી રહ્યાં છે કે જિવતા કેવી રીતે રહી શકાય. જેથી કરીને પોતાનું જીવન નવેસરથી શરુ કરી શકે. કચ્છ અને સૌરાષ્ટ્રના જમીન વિસ્તારો પાણીમાં ગરકાવ છે. ઘરોમાં વીજળી નથી. એટલું જ નહીં ઉપરથી વરસાદનું પાણી પણ ઘરમાં ઘુસી રહ્યું છે. ઘરનો સામાન બચી શકે એની પણ આશાઓ ખૂબ જ ઓછી છે. રસ્તાઓ પણ તૂટી ગયા છે. કેટલાંક ગામોમાં તો એટલો બધો કીચડ છે કે ત્યાં પહોંચવું પણ મુશ્કેલ છે. કેટલાંક દિવસો બાદ પાણી ઘટશે ત્યારે નુકસાનનો અંદાજ લગાવી શકાશે. માત્ર કચ્છમાં જ ૩૩ હજાર હેક્ટર ખેતીની જમીન પ્રભાવિત થઈ છે. વીજળી કંપની પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમીટેડને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. વીજળીના ૫૧૨૦ થાંભલાને નુકસાન પહોંચ્યું છે. ઓછામાં ઓછા ૪૬૦૦ ગામોમાં વીજળી નથી, પંતુ ૩૫૯૦ ગામમાં વીજળીની સપ્લાય શરુ કરી દેવામાં આવી છે. ઓછામાં ઓછા ૬૦૦થી પણ વધુ વૃક્ષો ધરાશાયી થયા છે. રસ્તાઓ પણ તૂટી જતાં વાહન વ્યહાર પણ અટકી ગયો છે. ગુજરાતમાં વાવાઝોડું ત્રાટક્યા બાદ બંદરો બંધ છે. સાત જિલ્લાઓમાં ભારે વરસાદે જનજીવન અસ્ત વ્યસ્ત કરી દીધું છે. વેપાર સંપૂર્ણપણે પ્રભાવિત થયો છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના જણાવ્યા મુજબ, પાંચ હજાર કરોડ રુપિયાથી પણ વધુનો વેપાર રોકાઈ ગયો છે. કચ્છમાં પાંચ લાક ઠન મીઠું વરસાદી પાણીમાં ઓગળી ગયું છે. મોરબીમાં ઓશિયાનો સૌથી મોટો સિરામિક ક્લસ્ટર બંધ થઈ ગયો છે. કંડલા અને મુંદ્રા પોર્ટ જવા માટે લગભગ ૧૦ હજાર ટ્રક રસ્તામાં ગમે ત્યાં ઊભા રહી ગયા છે. વીજળી ન હોવાથી હોસ્પિટલમાં પણ લોકો મુશ્કેલીમાં મુકાયા છે. કેટલીક ગર્ભવતી મહિલાઓ વાવાઝોડાના કારણે હોસ્પિટલ સુધી પહોંચી શકી નથી. કેટલાંક માટે ૧૦૮ એમ્બ્યુલન્સને જ મેકશિફ્ટ મેટરનિટી હોમ બનાવી દેવામાં આવ્યા છે. રાજ્યભરમાં ૧૧૫૨થી પણ વધુ ગર્ભવતી મહિલાઓને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવી હતી. ૭૦૭ મહિલાઓએ હોસ્પિટલમાં જ બાળકને જન્મ આપ્યા હતા. બીજી તરફ, ૪૫૦થી પણ વધુ પક્ષીઓ મૃત મળી આવ્યા છે.

Related posts

ઉત્તર પશ્ચિમ પ્રદેશની મુલાકાત લેતા ભારતીય તટરક્ષક દળના મહાનિદેશક વિરેન્દ્રસિંહ પઠાનિયા

saveragujarat

યુદ્ધની કરુણ વાસ્તવિકતા : દર સેકન્ડે એક બાળક શરણાર્થી બનવા મજબૂર

saveragujarat

પવિત્ર યાત્રાધામ અંબાજી સમગ્ર ભારતના લોકોની આસ્થાનું કેન્દ્ર છે

saveragujarat

Leave a Comment