Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

જીવનમાં કામ સિવાય ઘણું બધું છેઃ બિલ ગેટ્‌સ

વોશિંગ્ટન, તા.૧૬
દુનિયાના ટોપ-૧૦ અરબપતિઓમાં સામેલ માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્‌સે એક કાર્યક્રમ દરમિયાન કહ્યુ, કામ સિવાય જીવનમાં બીજુ પણ ઘણુ બધુ છે… જાેકે, તેઓ ઉત્તરી એરિજાેના યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે સફળતાના પાંચ પાઠ આપતા પોતાના જીવનના કિસ્સાઓને પણ તેમની સાથે શેર કર્યા. વિદ્યાર્થીઓને બોધપાઠ આપતા બિલ ગેટ્‌સે એ પણ જણાવ્યુ કે માઈક્રોસોફ્ટ કંપનીને શરૂ કરવા માટે તેમણે ૩ સેમેસ્ટર પૂરા કર્યા બાદ હાર્વર્ડ યુનિવર્સિટી છોડી દીધી હતી. વિશ્વના સૌથી પરોપકારી લોકોમાં ગણાતા બિલ ગેટ્‌સે વિદ્યાર્થીઓને પહેલો બોધપાઠ આપતા કહ્યુ કે આપણુ જીવન વન-એક્ટ પ્લે નથી, પરંતુ વ્યક્તિ પોતાના સમગ્ર જીવનમાં ઘણા ઓપ્શન પસંદ કરી શકે છે. બિલ એન્ડ મેલિંડા ગેટ્‌સ ફાઉન્ડેશમાં ડોનેશન મુદ્દે ફોકસ કરવા માટે બિલ ગેટ્‌સે વર્ષ ૨૦૧૪માં માઈક્રોસોફ્ટ છોડી દીધુ હતુ. આ ફાઉન્ડેશન દ્વારા વર્ષ ૨૦૦૦ થી અત્યાર સુધી ૬૫.૬ અરબ ડોલરનો ખર્ચ કર્યો. તેમણે કહ્યુ કે પોતાના કરિયર વિશે યોગ્ય ર્નિણય લેવા માટે તમે કદાચ હજુ ખૂબ દબાણનો સામનો કરી રહ્યા છો. તમને એવુ પણ લાગી શકે છે કે આ પ્રકારે લીધેલા ર્નિણય સ્થાયી છે, જ્યારે તે નથી.કાયક્રમને સંબોધિત કરતા બિલ ગેટ્‌સે જે બીજાે બોધપાઠ આપ્યો, તે ભ્રમની શક્તિને ઓછી ન આંકવાનો છે. તેમણે કહ્યુ કે એક મલ્ટી-ટ્રિલિયન-ડોલર કંપનીના કો-ફાઉન્ડર હોવા છતાં તેઓ દરરોજ નવી બાબતો શીખે છે. ગેટ્‌સે કહ્યુ કે પોતાના કરિયરના કોઈ પોઈન્ટ પર, તમે પોતાને એક એવી સમસ્યાનો સામનો કરતા જાેશો, જેને તમે પોતાના દમ પર ઉકેલવામાં સફળ નથી. જાે એવુ થાય છે તો તેવા સમયે ગભરાવુ જાેઈએ નહીં, ઊંડા શ્વાસ લો. વસ્તુઓના માધ્યમથી વિચારવા માટે પોતાને મજબૂર કરોઅને પછી શીખવા માટે સ્માર્ટ લોકોને શોધો.માઈક્રોસોફ્ટના કો ફાઉન્ડને વિદ્યાર્થીઓને ત્રીજી શીખ આપતા કહ્યુ કે કામ પ્રત્યે આકર્ષિત હોવુ જરૂરી છે જે કોઈ પણ સમસ્યાને ઉકેલી શકે છે. તેમણે કહ્યુ કે જ્યારે તમે તમારો દિવસ કંઈક એવુ કરવામાં પસાર કરો છો, જે એક મોટી સમસ્યાને હલ કરનાર સાબિત થાય છે તો એ તમને તમારુ બેસ્ટ કરવા માટે પાવર આપે છે, ગેટ્‌સે વિદ્યાર્થીઓને કહ્યુ કે તમે એવા સમયે સ્નાતક ડિગ્રી પ્રાપ્ત કરી રહ્યા છો જ્યારે લોકોની મદદ કરવા માટે તમારી પાસે ઘણી તકો છે.ચોથી શીખ આપતા બિલ ગેટ્‌સે કહ્યુ કે મિત્રતાની તાકાતને ક્યારેય ઓછી આંકવી જાેઈએ નહીં. જે લોકો સાથે તમે સમય વિતાવ્યો છે, સમાજમાં બેસ્યા-ઉઠ્‌યા છો, તે માત્ર તમારા સહપાઠી નથી પરંતુ તે તમારુ નેટવર્ક છે. આ સિવાય તેમણે પાંચમી શીખ આપતા કહ્યુ કે તમે લોકો એટલી મહેનત ક્યારેય ના કરતા કે તમે પોતાનું જીવન જીવવાનું ભૂલી જાવ. જ્યારે હુ તમારી ઉંમરનો હતો, હુ રજાઓમાં વિશ્વાસ રાખતો નહોતો. હુ વિકેન્ડમાં વિશ્વાસ કરતો નહોતો, મને વિશ્વાસ નહોતો કે જે લોકો સાથે મે કામ કર્યુ છે, તેમને પણ વિશ્વાસ કરવો જાેઈએ પરંતુ પિતા બન્યા બાદ મને એ વાતનો અહેસાસ થઈ ગયો કે જીવનમાં કામ સિવાય પણ ઘણુ બધુ છે.

Related posts

600 કરોડથી વધુની રેમડેસીવીરનો નાશ કરવો પડશે

saveragujarat

ગુજરાતના નવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે મળ્યા, તથા આજે બપોરે ગાંધીનગર રાજભવન ખાતે શપથ વિધિ થી જોડાશે…

saveragujarat

રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવાયા છે, કચ્છમાં ૨૦ હજાર જેટલાં મકાનોના માલિકી હક્ક અપાશે.

saveragujarat

Leave a Comment