Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમને લઈ કેબિનેટ બેઠકમાં સમીક્ષા કરી

સવેરા ગુજરાત,ગાંધીનગર, તા.૫
ગુજરાત વિધાનસભા બજેટ સત્ર બાદ રાજ્યમંત્રી મંડળની પ્રથમ બેઠક મળી હતી. જેમાં કમોસમી વરસાદના પરિણામે થયેલા પાકના નુકસાનનો સર્વે, ઉનાળાના દિવસોમા પાણીની સંભવિત સ્થિતિને પહોંચી વળવા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈ જવાબદારીઓ સોંપવામા આવી હતી. આ ઉપરાંત ભરુચમા સફાઈ કામદારના ગટરમા ઊતરવાથી થયેલા મોત અંગેનો રિપોર્ટ રજૂ કરવામા આવ્યો હતો.રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમને લઈ કેબિનેટ બેઠકમાં સમીક્ષા કરી રહ્યા છે. આ કાર્યક્રમથી બંને રાજ્યો વચ્ચે ભાષા, સંસ્કૃતિ, વારસો, સાહિત્ય, કલા, વ્યવસાય અને શિક્ષણ સહિતનું આદાન પ્રદાન થશે. સૌરાષ્ટ્ર તમીલ સંગમ માટે રેલ્વે દ્વારા ખાસ ૧૦ ટ્રેનો દોડાવવામાં આવશે.સૌરાષ્ટ્ર તમિલ સંગમનો મુખ્ય કાર્યક્રમ સોમનાથમાં યોજાશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અધિકારીઓની ટીમને વિશેષ જવાબદારી સોંપવામાં આવી હતી, તેમજ સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાંથી આ કાર્યક્રમમાં અનેક લોકોને લાવવા લઈ જવા માટે વિવિધ ધારાસભ્યોને સૂચનાઓ પણ આપવામાં આવી હતી.આ ઉપરાંત આવતીકાલથી રાજ્યભરમાં ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણીનો પ્રારંભ થઈ રહ્યો છે. જેને લઈને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સરકાર અને સંગઠનને સાથે જ મળીને પ્રજા કલ્યાણની યોજનાઓ સફળ રીતે પાર પાડવા આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પ્રભારી મંત્રીઓને તેમના જિલ્લામાં જઈને સમીક્ષા કરવા જણાવ્યું છે.સોમનાથ, પોરબંદર, દ્વારકા, રાજકોટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતાનગર ખાતે પણ વિવિધ કાર્યક્રમો યોજાશે. સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમથી બંને રાજ્યો વચ્ચે ભાષા, સંસ્કૃતિ, વારસો, સાહિત્ય, કલા, વ્યવસાય અને શિક્ષણ સહિતનું આદાન પ્રદાન થશે. જેના માટે ગુજરાતમાં વિવિધ સ્થળોએ ચિત્રકામ, સંગીત, નાટક, પ્રદર્શન, લોકગાયન, હસ્તકલા, ભાષાના વર્કશોપ, રાંધણકલા, શોપિંગ ફેસ્ટીવલ, બિઝનેસ મીટ અને રમત ગમત વગેરેનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

Related posts

ગુજરાતને બદનામ કરવાવાળાની જમાતને વિદાય કરવાની છે : મોદી

saveragujarat

હજારો માછીમારો અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર ઉતર્યા

saveragujarat

પર્યાપ્ત ફૂડ પ્રોડક્શન છતાં લગભગ ૧૯૦ મિલિયન ભારતીય કુપોષિત છે. સંયુક્ત રાષ્ટ્રનો રિપોર્ટ

saveragujarat

Leave a Comment